કાજલ અગ્રવાલ આવતા વર્ષે કરવા જઈ રહી છે લગ્ન, ઘરવાળાએ પસંદ કર્યો જીવનસાથી

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝન વિષે અનેક પ્રકારના સમાચાર આવતા રહે છે, જેમાં કોઈ કલાકાર વિષે અજાણી વાતો, કોઈ નવા કલાકારનું બોલીવુડમાં ડેબ્યુ, કોઈ કલાકારનો જન્મ દિવસ, કોઈ કલાકારની સગાઈ, તો કોઈ કલાકારના લગ્ન વિશેના સમાચાર પણ આવતા રહે છે.

એવામાં હાલમાં જ સમાચાર આવ્યા છે કે, બોલીવુડની હિરોઈન કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. કાજલ પોતાના ઘરવાળાઓની પસંદગીના છોકરા સાથે આવતા વર્ષ સુધીમાં લગ્ન કરશે.

સાઉથ સિનેમામાં પોતાની સારી ઓળખાણ ઉભી કર્યા પછી હિરોઈન કાજલ અગ્રવાલે બોલીવુડમાં પણ પોતાના અભિનયની છાપ છોડી દીધી છે. કાજલ અગ્રવાલ આ દિવસોમાં પોતાની ફિલ્મોમાં ઘણી વ્યસ્ત રહે છે. પરંતુ તેવામાં સમાચાર આવ્યા છે કે, તે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાની છે.

પિંકવિલાના એક અહેવાલ મુજબ કાજલ અગ્રવાલ આવતા વર્ષે લગ્ન કરી રહી છે. કહેવામાં આવે છે કે, તે કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વ્યક્તિ સાથે નહિ પરંતુ એક બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે. તે વાતની જાણકારી પોતે કાજલે મીડીયાને આપી છે.

કાજલ હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મોના શુટિંગને લઈને વ્યસ્ત છે, જેને પૂરું કર્યા પછી જ તે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધ કાજલે નહિ પરંતુ તેના ઘરવાળાએ કરાવ્યા છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુંમાં કાજલે જણાવ્યું હતું કે, તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગ્ન કરવામાં કોઈ રસ નથી. તેની સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, આ પહેલા પણ તે એક સામાન્ય માણસ સાથે રીલેશનશીપમાં હતી, પરંતુ ફિલ્મોમાં વ્યસ્ત હોવાને લીધે અને સમય ન હોવાને કારણે તે અલગ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, કાજલ હાલમાં ‘ઈન્ડિયન 2’ ફિલ્મનું શુટિંગ કરી રહી છે, આ ફિલ્મમાં તેની સાથે કમલ હાસન અને રકુલ પ્રીત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. તે ઉપરાંત કાજલ અગ્રવાલ બોલીવુડ ફિલ્મ ‘મુંબઈ સાગા’ નો પણ ભાગ છે. આ ફિલ્મમાં કાજલ જોન અબ્રાહમ સાથે દેખાવાની છે. સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અનીલ કપૂર, સુનીલ શેટ્ટી, પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.