કાજોલ જયારે નાની હતી ત્યારે તેના મમ્મી પપ્પાએ લઇ લીધા હતા છૂટાછેડા, બહેન સાથે આ રીતે પસાર થયું બાળપણ.

સુપરસ્ટાર અભિનેત્રી કાજોલના આખા પરિવારનો બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે છે સંબંધ, તેમની નાની પણ હતી હિરોઈન.

કાજોલ બોલીવુડની સૌથી મોટી અને હીટ ફિલ્મો આપવા વાળી અભિનેત્રીઓમાંથી એક છે. કાજોલનો જન્મ 5 ઓગસ્ટ 1974 ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો. કાજોલનું આખું કુટુંબ જ ફિલ્મી છે. કાજોલ અભિનેત્રી તનુજા અને ફિલ્મ મેકર શોમુ મુખર્જીની દીકરી છે. કાજોલના પિતા શોમુ મુખર્જી ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હતા. કાજોલના અભિનય અને નટખટ હરકતોના દરેક દીવાના છે. કાજોલે મોટાભાગના દરેક અભિનેતા સાથે કામ કર્યું છે અને એકથી એક ચડીયાતી ફિલ્મો આપી છે. એવું ભાગ્યે જ કોઈ હશે જે કાજોલની ફિલ્મને પસંદ ન કરે.

કાજોલના પિતા જ નહિ પણ તેના પૂર્વજો પણ ફિલ્મી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. કાજોલના દાદા અને બઘા કાકા ફિલ્મી ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. જો તેમના કુટુંબની ફિલ્મી કારકિર્દી વિષે વાત કરવામાં આવે, તો તેમની માં તનુજા, માસી નુતન, નાની શોભના સમર્થ અને પરનાની રતન બાઈ બોલીવુડમાં પ્રસિદ્ધ અભિનેત્રીઓ રહેલી છે. તે ઉપરાંત કાજોલ, રાની મુખર્જી, મોહશીન બહલ, શરબની મુખર્જી અને અયાન મુખર્જી એ બધા પિતરાઈ ભાઈ-બહેન છે.

બાળપણથી જ કાજોલનો ઉછેર એક ફિલ્મી વાતાવરણમાં થયો છે. કાજોલને બાળપણથી જ બોડીંગ સ્કુલમાં ભણવા માટે મોકલી દેવામાં આવી હતી. કાજોલે તેનો સ્કુલનો અભ્યાસ પંચગનીની સેંટ જોસેફ કોન્વેન્ટ સ્કુલ માંથી કર્યો છે. સ્કુલમાં કાજોલ હેડ ગર્લ હતી. કાજોલને બાળપણથી જ ડાંસમાં રુચિ હતી. તે દરમિયાન જ તેણે નક્કી કરી લીધું હતું કે તે મમ્મી તનુજા અને માસી નુતનની જેમ ફિલ્મોમાં અભિનય કરશે.

કાજોલ જયારે નાની હતી તે દરમિયાન તેના મમ્મી પપ્પા કોઈ અણબનાવને કારણે અલગ રહેવા લાગ્યા હતા. ત્યાર પછી કાજોલ અને તેની બહેન તનીશા તેની મમ્મી સાથે જ રહ્યા. આજથી થોડા વર્ષો પહેલા જ તેમના પિતા શોનું મુખર્જીનું અવસાન થયું હતું. કાજોલ તેની માં સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જયારે પણ તે બીમાર હોય છે કાજોલ તેની ઘણી સારી રીતે કાળજી રાખે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કાજોલે પહેલી ફિલ્મ ‘બેખુદી’ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ સાઈન કરી હતી. ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માટે તેમણે સ્કુલ પણ છોડી દીધી હતી. કાજોલની પહેલી ફિલ્મ ‘બેખુદી’ તો ફ્લોપ રહી હતી, પણ તેની બીજી ફિલ્મ બાઝીગરે કમાલ કરી દીધી હતી. બાઝીગરે તેને સ્ટાર બનાવી દીધી હતી. શાહરૂખ સાથે કાજોલની જોડી જામી ગઈ હતી પાછળથી તે બંને જણા ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા.

માસુમ એવી દેખાતી કાજોલે 1995 માં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે દ્વારા કાજોલ બોલીવુડની મોટી સ્ટાર બની ગઈ. ત્યાર પછી દિલ્લગી, કરન અર્જુન, દુશ્મન, ગુપ્ત, ઈશ્ક, પ્યાર કિયા તો ડરના ક્યા જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી કાજોલ સુપરસ્ટાર બની ગઈ. કાજોલે માં બન્યા પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તે પોતાના બાળકોનો સારી રીતે ઉછેર કરવા માગતી હતી.

કાજોલે પોતાની દીકરીને ભણાવા માટે સિંગાપુર મોકલી છે. અને અજય અને કાજોલનો દીકરો યુગ અત્યારે 10 વર્ષનો જ છે. તેમનો દીકરો તેમની સાથે મુંબઈમાં જ રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.