અજય સાથે લગ્ન કરવા માટે કાજોલે તોડ્યો હતો સ્પેશ્યલ સંબંધ, એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો.

બોલિવુડનું મોસ્ટ ફેવરિટ કપલ અજય અને કાજોલ પોતાની લવ સ્ટોરી માટે ઓળખવામાં આવે છે. આ બંનેની જોડી ન માત્ર રિયલ લાઈફમાં હિટ છે, પરંતુ રીલ લાઈફમાં પણ હિટ છે. બંને એ પડદા ઉપર એક સાથે ઘણી બધી ફિલ્મો કરી છે. ફિલ્મોના સેટથી જ બંને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ પોતાના એક્સ પાર્ટનરને છોડી દીધા. પોતાની લવ સ્ટોરીને લઈને કાજોલ હંમેશા કોઈને કોઈ ખુલાસા કરતી જ રહે છે. આ વખતે તેણે અજય દેવગનના પ્રેમમાં પડવાની આખી સ્ટોરી જણાવી છે, જેને તેના ફેંસ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

બોલીવુડ અભિનેત્રી કાજોલ ઉત્તમ કલાકાર છે. તેણે પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. તે પોતાના અભિનય માટે ઓળખાય છે, પરંતુ હાલના દિવસોમાં તે પોતાના અંગત જીવનને કારણે સમાચારોમાં છે. ખાસ કરીને હાલમાં જ કાજોલે મીડિયા સાથે વાતચીતમાં પોતાની અને અજયની લવ સ્ટોરી વિષે જણાવ્યું. તે સમયે તેણે જણાવ્યું કે બંને વચ્ચેના સંબંધ કેવા છે? લગ્ન પહેલા અને લગ્ન પછી બંનેમાં શું ફેરફાર આવ્યા? એટલું જ નહિ તેણે અજયનું રોમાંટિક હોવા ઉપર પણ ખુલીને વાત કરી.

એક્સ બોયફ્રેન્ડને લઈને બોલી કાજોલ :-

હિરોઈન કાજોલે જણાવ્યું કે જયારે તેની મુલાકાત અજય દેવગન સાથે થઇ હતી અને તેને તેની સાથે દોસ્તી વધી રહી હતી, તો તે કોઈ બીજાને ડેટ કરી રહી હતી. તેણે આગળ જણાવ્યું કે હું અજય સાથે તે દિવસોમાં મારા બોયફ્રેન્ડની ફરિયાદ કરતી હતી અને પછી થોડા સમયમાં જ મારા બ્રેકઅપ થઇ ગયા, ત્યાર પછી અમારો રસ્તો ચોખ્ખો થઇ ગયો. એટલું જ નહિ, તેણે કહ્યું કે તે સમયે અજય પણ કોઈ બીજાના ડેટ કરી રહ્યો હતો, તે વખતે અમે બંનેએ જ પોતાના એક્સ પાર્ટનરને છોડ્યા અને પછી એક સંબંધમાં જોડાયા.

૪ વર્ષ સુધી કર્યા ડેટ :-

મીડિયા સાથે વાતચીતમાં કાજોલે જણાવ્યું કે અજયને તેણે ચાર વર્ષ સુધી ડેટ કર્યા, ત્યાર પછી લગ્નનો નિર્ણય કર્યો. બંને વચ્ચે પ્રેમની શરુઆત ફિલ્મ ઈશ્કના સેટથી થઇ હતી, ત્યાર પછી બંને જ એક બીજા માટે સમર્પિત રહ્યા અને હવે તેના સંબંધ મજબુત થઇ ગયા છે. લગ્ન પછી બંને એક બીજાનો સારું ધ્યાન રાખે છે અને બંને વચ્ચે ઘણી સારી તાલમેલ છે. કાજોલે આગળ જણાવ્યું કે તે ઘણી જ વધુ બોલબોલ કરે છે, જે અંગે અજય ક્યારેય કાંઈ પણ નથી કહેતા.

કભી ખુશી કભી ગમ દરમિયાન પ્રેગનેન્ટ હતી કાજોલ :-

ફિલ્મ કભી ખુશી કભી ગમના શુટિંગ દરમિયાન કાજોલ પ્રેગનેન્ટ હતી, પરંતુ તેનું મિસકેરેજ થઇ ગયું હતું, ત્યાર પછી તેણે ન્યાસાને જન્મ આપ્યો. હવે અજય અને કાજોલને બે બાળકો છે, જેની સાથે તે ઘણો જ વધુ પ્રેમ કરે છે. કાજોલે આગળ જણાવ્યું કે તે બંને રોમાન્ટિક તો નથી, પરંતુ એક બીજાનું ઘણું ધ્યાન રાખે છે, જેના કારણે તેમની વચ્ચે પ્રેમ ઘણો જ વધુ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.