કાજોલે શેયર કર્યો ફોટો તો મિનિટોમાં આવી 4 લાખ લાઇક્સ, દીકરી ન્યાસાની સુંદરતા પર ફિદા થયા લોકો

બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમાં કાજોલનું નામ જરૂર આવે છે. પોતાની ચુલબુલી અદાને કારણે કાજોલ હંમેશાથી પ્રશંસકો વચ્ચે ઘણી લોકપ્રિય રહી છે, અને તેની અદાને તેના પ્રશંસકો હંમેશા પસંદ કરે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં પણ કાજોલ જરાપણ પાછળ નથી. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી સક્રિય રહે છે.

તે હંમેશા પોતાની ફિલ્મના પ્રમોશન સાથે જડાયેલા ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે, સાથે જ પોતાના પરિવાર અને મિત્રો સાથે પસાર કરેલા પળોને પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેયર કરવાનું નથી ભૂલતી. સોશિયલ મીડિયા પર પોતાના લુક્સનું પ્રદર્શન કરવામાં પણ કાજોલ કયારેય પાછળ નથી પડતી. તે હંમેશા ઇંસ્ટાગ્રામ પર પોતાના લુક્સને શેયર કરતા જોવા મળે છે. આ રીતે તેમના ફેન્સને તેમની નવી નવી ઝલક હંમેશા જોવા મળતી રહે છે.

સોશિયલ મીડિયામાં કાજોલ એકવાર ફરીથી ચર્ચાનો વિષય બની છે. આ વખતે કાજોલે ઇંસ્ટાગ્રામ પર પોતાની દીકરી ન્યાસા સાથેના ફોટા અપલોડ કર્યા છે. તેમણે દીકરી ન્યાસાના બે ફોટા અહીં પોસ્ટ કર્યા છે, જેને ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. કાજોલની દીકરી ન્યાસાના ફોટા જોઈને તે કહેવું ખોટું નહિ હોય કે, તે સંપૂર્ણ રીતે કાજોલના જુના દિવસોના લુકને પ્રદર્શિત કરી રહી છે. જી હાં, ન્યાસાને જોઈને કાજોલના પ્રશંસકોને યુવાન કાજોલની યાદ આવી રહી છે. આ ફોટાને શેયર કરતા કાજોલે લખ્યું કે, હું ઘણા દિવસો પછી મુંબઈના રસ્તા પર પોતાની દીકરી સાથે નીકળી છું.

ઇંસ્ટાગ્રામ પર આ ફોટા પોસ્ટ કરવાની સાથે જ પ્રશંસકો વચ્ચે માં-દીકરીના આ ફોટા ઘણા ફેમસ થઈ ગયા છે. અત્યાર સુધી આ ફોટાને 4 લાખથી વધારે લાઈક મળી ચુકી છે. એટલું જ નહિ, પ્રશંસકો તરફથી આ ફોટા પર મોટી સાંખ્યામાં કમેન્ટ પણ કરવામાં આવી રહી છે. માં-દીકરીના આ ફોટા પર પ્રશંસક ફિદા થઈ રહ્યા છે. તેઓ આ ફોટાને ખુબ શેયર કરી રહ્યા છે, અને તેના પર પોતાની જાતજાતની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. પ્રશંસક આ ફોટા પર પ્રેમ અને પ્રશંસાનો વરસાદ કરતા દેખાઈ રહ્યાં છે.

કાજોલના લગ્ન 24 ફેબ્રુઆરી 1999 ના રોજ બોલીવુડ અભિનેતા અજય દેવગન સાથે થયા હતા. તે બંનેના લવ મેરેજ થયા હતા, જે બંનેના પરિવારની પરવાનગી મળ્યા પછી થયા હતા. બંને જણાએ મીડિયાને પોતાના લગ્નથી દૂર રાખ્યા હતા અને તેનો ખુલાસો તેમના લગ્ન પછી થયો હતો. વર્ષ 2006 માં એપ્રિલ મહિનામાં કાજોલે દીકરી ન્યાસાએ જન્મ આપ્યો હતો, જયારે તેમના દીકરા યુગનો જન્મ 2010 માં સપ્ટેમ્બર મહિનામાં થયો હતો. બોલીવુડમાં જેટલા પણ સ્ટાર કિડ્સ છે, તેમાં પ્રશંસકોના સૌથી ફેવરેટ સ્ટાર કિડ્સમાં કાજોલના બાળકો ન્યાસા અને યુગ પણ છે, પણ આ બંનેને હંમેશા લાઇમલાઈટથી દૂર રહેતા જોવામાં આવ્યા છે.

કાજોલના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના પતિ અજય દેવગને છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર સેનાપતિ તાનાજી માલુસરેની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં કાજોલ તાનાજી માલુસરેની પત્ની સાવિત્રી દેવી માલુસરેના પાત્રમાં જોવા મળી છે. સાથે જ આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે, અને અત્યાર સુધી તે 200 કરોડથી પણ વધારે કમાણી કરી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.