આવી રીતે કરો કાજુની ખેતી, એક ઝાડમાંથી એક વખતમાં લઇ શકશો રૂપિયા 18000 ની ઉપજ

Bai plucking cashew with Babu Naikકાજૂનું નમા સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. કાજુને સુકામેજાનો રાજા કહેવામાં આવે તો ખોટું નથી.

કાજુ ખુબજ ઝડપથી વધવા વળું ઝાડ છે તેમાં છોડ રોપ્યા પછી ત્રણ વર્ષમાં ફૂલ આવવાના શરૂ થઇ જાય છે. અને તેના બે મહિનાની અંદર પાકીને તૈયાર થઇ જાય છે.

કાજુની ઉત્પત્તિ બ્રાઝીલ થી થઇ છે. જયારે આજકાલ તેની ખેતી દુનિયાના મોટાભાગના દેશોમાં થઇ રહી છે સામાન્ય રીતે કાજૂનું ઝાડ 13 થી 15 મીટર સુધી વધે છે. કાજુની બૌના કલ્ટીવર પ્રજાતિ જે 6 મીટરની ઉંચાઈ સુધી વધી શકે છે, ઝડપથી તૈયાર થવા અને વધુ ઉપજ આપવાના કારણે ઉત્પાદકોને માટે અને ધંધાકીય ખુબજ ફાયદાકારક સાબિત થઈ રહી છે.

કાજુની ઘણી ઉન્નત અને હાઈબ્રીડ કે વર્ણશન્કર જાતી ઉપલબ્ધ છે. પોતાના વિસ્તારની સ્થાનીય ખેતી, બાગબાની કે વેન વિભાગના કાજુ ની મળી શકે એવી જાતિની પસન્દગી કરો.

કાજુ 4 વેનગુર્લા – 1 વેનગુર્લા-2, વેનગુર્લા-3. વેનગુર્લા-4, વેનગુર્લા-5, વુંર્ધાચલમ -1, વુર્ધાચલમ – 2, ચિંતામણી-1 એનઆરસીસી-1, એનઆરસીસી-2, ઉલાલ -1, ઉલાલ-2, ઉલાલ-3, ઉલાલ -4, યુએન-50, વુર્ધાચલમ-3, વીઆઆઈ -(સીડબ્લ્યૂ ) એચવન , બીપીપી-1,અક્ષય(એચ-7-6) અમૃતા(એચ (1597), અન્ધા (એચ -8-1),અનાકકયામ -1 (બીએલએ-139),ધના (એચ 608), ધારાશ્રી (ઈચ -17), બીપીપી-2,બીપીપી-3, બીપીપીપી-4, બીપીપીપી-5, બીપીપીપી-6, બીપીપીપી–8, એચ2/16).

કાજુ ની ખેતી માટે જરૂરી હવાપાણી

કાજુ ખાસ કરીને ઉષ્ણકટિબંધિય ખેતી છે અને ઉંચા તાપમાનમાં પણ સારી રીતે થાય છે. તેનો નવો કે નાનો છોડ પણ ખુબ ઠંડી કે પાલા સામે પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે. સમુદ્રની સપાટીથી 750 મીટરની ઉંચાઈ સુધી પણ કાજુની ખેતી થઇ શકે છે.

કાજુની ખેતી માટે અનુકૂળ તાપમાન 20 થી 35 ડિગ્રી વચ્ચે હોય છે. તેની વૃદ્ધિ માટે વર્ષનો 1000 થી 2000 મી.મી.વરસાદ આદર્શ ગણવામાં આવે છે. સારી ઉપજ માટે કાજુને ત્રણ થી ચાર મહિના સુધી એકદમ સૂકું વાતાવરણ જોઈએ.ફૂલ આવેલા ફળનો વિકાસ થાય તે દરમિયાન જો તાપમાન 36 ડિગ્રી ઉપર રહે તો ઉપજ ઉપર અસર થાય છે.

Sorting cashew fruit

માટીની જાત-

કાજુને ખેતી ઘણી જાતની માટીમાં થઇ શકે છે કેમ કે તે જુદી જુદી જાતની માટીમાં પોતાની રીતે અનુકૂલન સાધી લે છે અને તે પણ ઉપજ ને અસર થયા વગર. ખાસ કરીને કાજુની ખેતી માટે લાલ બલુઇ દોમટ (ચીકણી બલુઇ માટી) માટી સૌથી સારી માનવામાં આવે છે. મેદાની વિસ્તાર સાથે સાથે 600 થી 700 મીટર ઉંચાઈ વાળા ઢગવાં પહાડી વિસ્તારમાં તેની ખેતી માટે અનુકૂળ છે.

કાજુ ની ખેતી માટે કાર્બનિક પદાર્થ થી ભરપૂર ઊંડી અને સારી સુકાયેલી માટી જોઈએ. ધંધાકીય ઉત્પાદન માટે કાજુની ખેતી માટે ઉર્વરતા વિષે જાણકારી મેળવવા માટે માટીની તપાસ કરાવવી જોઈએ .માટીમાં કોઈ પોશક કે સૂક્ષ્મ પોશાક તત્વો ની ઉણપ દૂર કરવી જોઈએ . 5.0 થી 6.5 સુધી ના પીએચ વળી બલુઈ માટી કાજુની ખેતી માટે ઉત્તમ માનવામાં આવે છે.

Veena and Bai in the cashew grove

કાજુના છોડ રોપવાની સીઝન-

જૂન થી ડિસેમ્બર સુધી દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં તેની ખેતી સુધી વધુ થાય છે. સામાન્ય રીતે સારી સિંચાઇની સગવડતા હોય તો તેની ખેતી આખું વર્ષ કરી શકાય છે.

જમીન તૈયારી અને વૃક્ષારોપણ –

જમીન બરોબર ખેડીને બરોબર કરી દેવી જોઈએ અને સમાન ઉંચાઈએ ક્યારીઓ ખોદવી જોઈએ. સૂકા ઝાડ, ઘાસ-ફુસ અને સૂકા ડાંખળા દૂર કરી દેવા . સામાન્ય વૃક્ષારોપણ પધ્ધતિમાં પ્રતિ હેક્ટર 200 છોડ અને સઘન ઘનત્વ માટે પ્રતિ હેક્ટર 500 છોડ (5મીટર ગુણ્યા 4 મીટર નું અંતર) રાખવું જોઈએ . એક જ ક્ષેત્ર માં ઉંચુ ઘનત્વ છોડરોપવા માં વધુ છોડના લીધે વધુ ઉપજ થાય છે.

ખેતીની તૈયારી અને છોડ વચ્ચે અંતર કેટલું ?

સૌથી પહેલા 45 સેમી ગુણ્યા 45 સેમી ગુણ્યા 45 ની ઉંચાઈ, લંબાઈ અને ઊંડાઈ વાળા ખાડા ખોદો અને આ ખાડા માં 8 થી 10 કિલો ના સારી રીતે ધોયેલા ફાર્મ યાર્ડ ખાતર અને એક કિલો નીમ કેક ને માટીમાં મિક્ષ કરી ભરી દો .અહિયાંથી 7 થી 8 મીટરનું અંતર રાખવામાં આવે છે .

કાજુની ખેતી માટે સિંચાઇની રીતો

સામાન્ય રીતે કાજુની ખેતી વરસાદ પર આધારિત મજબૂત ખેતી છે. પરંતુ કોઈ પણ ઉપજ માટે સમયસર સીચાઇ થી સારું ઉત્પાદન મળી શકે છે. વૃક્ષારોપણ ના શરૂઆતના એક બે વર્ષ માં માટીમાં સારી રીતે મૂળ જોડવા માટે સિંચાઇની જરૂર પડે છે. ફળને પડી જતા અટકાવવા માટે સિંચાઇની આગળની કામગીરી પલ્લવન અને ફળ લાગવા દરમિયાન અપાય છે.

કાજુની ખેતીમાં અંતર ઉપજ

કાજુની ખેતીમાં અંતર ઉપજ દ્વારા ખેડૂત વધારાની કમાણી કરી શકે છે. અંતર ફસલ ઉપજ માટીની ઉર્વરતા પણ વધારે છે. એવું શરૂઆતના વર્ષોમાં જ શક્ય છે જ્યાં સુધી કાજુના છોડના છત્ર ખૂણા સુધી ન પહોંચી જાય અને પુરી રીતે છવાઈ ન જાય. વરસાદની સીઝનમાં અંદરની જગ્યાની સારી રીતે ખોડાઈ કરી દેવી જોઈએ અને મગફળી,દાળ કે ફળીયા કે જુવાર -બાજરા કે સામાન્ય કોકમ જેવી અંતર પાક લગાવવા જોઈએ .

પ્રશિક્ષણ અને કટાઈ છઁટાઇ –

કાજુના ઝાડ ને સારી રીતે લગાવવા કે સ્થાપિત કરવા માટેતાલીમ સાથે સાથે ઝાડનું કટાઈ છઁટાઇની જરૂર રહે છે. ઝાડની શાખાયો એક મીટર સુધી વિકસિત કરવા માટે નીચેની શાખાઓ કે ડાળીયોને દૂર કરી દો. જરૂરત મુજબ સૂકા અને નાશ થયેલ ડાળી અને શાખાઓ ને દૂર કરવી જોઈએ .

જંગલી ઘાસ-ફુસ ઉપર નિયંત્રણ ની રીત –

કાજુના ઝાડની સારી વૃદ્ધિ અને સારી ઉપજ માટે ઘાસ ફુસ ઉપર નિયંત્રણ કરવું બાગબાની સુવિધા ના કામનો પણ એક ભાગ છે. ઉર્વરક અને ખાતરનો પહેલો ડોઝ નાખતા પહેલા ઘાસ ફુસની સફાઈ ની કામગીરી પહેલા પુરી કરો . ઘાસ ફુસ કાઢવાની બીજી કામગીરી વરસાદની સીઝન પછી કરવી જોઈએ. બીજા તૃણનાશક રીતો માં મલચિંગ એટલે કે થોડીવારમાં ઘાસ ફુસ પાર નિયંત્રણ કરવાની અલગ રીત છે .

કાજુ ઉત્પાદનની માત્રા

ખેતીની પેદાવાર ઘણા તત્વો, જેમ કે બીજ પ્રકાર,ઝાડનું આયુષ્ય, બાગબાની સુવિધાની રીતભાત, વૃક્ષારોપણ ની રીતો, માટીના પ્રકાર અને હવાપાણી ની સ્થિતિ ઉપર નિર્ભર કરે છે. ખાસ કરીને કોઈ પણ એક ઝાડથી સરેરાશ 8 થી 10 કિલો કાજુ ની પેદાશની ગણતરી કરી શકાય છે, હાઈબ્રીડ કે શઁકર અને ઉચ્ચ ઘનત્વ વાળા વૃક્ષારોપણ ની સ્થિતિમાં ખુબ વધુ પેદાશની શક્યતા રહે છે . એક ઝાડથી 10 કિલોની ઉપજ થાય છે તો 1800 રૂપિયા કિલો નાં હિસાબે એક ઝાડ થી એક વખત માં ૧૮૦૦૦ રૂપિયા ની ઉપજ થશે.