ઉનાળામાં કાકડી ખાવી ખુબ ફાયદાકારક છે. પછી તે કાકડીનું પાણી, કાકડી અથવા તો કાકડીની સ્મુધિ હોય. દરેક રૂપમાં કાકડીનું સેવન ફાયદાકારક છે. પીનટ શેકસ અને ચોકલેટ સ્મુધિથી પણ વધુ સારું છે કાકડીનું સેવન.
કાકડીનું પાણી શરીરને હાઈડ્રેટ કરવામાં અને વજન ઓછુ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. તે શરીરને રિલેક્સ પણ કરે છે અને તમને જુવાન પણ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડીથી વજન ઓછુ કરવા માટે તેને અલગ-અલગ રીતે ખાઈ શકાય છે. આજે અમે તમને કાકડી વોટર રેસીપીના વિષે જણાવીશું જે વજન ઓછુ કરવામાં મદદ કરશે.
તરબૂચ અને કાકડી વોટર રેસીપી – અડધી કાકડીમાં એક ચતુર્થૌંસ કપ તરબુચના નાના ટુકડા મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. તેમાં ટેસ્ટ માટે કાળા મરી અને લીંબુ મેળવી લો. લંચ અથવા ડીનર પછી આ સ્મુધીને તમે આરામથી પી શકો છો. તે બન્ને વસ્તુમાં પાણીનું પ્રમાણ ખુબ વધારે હોય છે જે શરીરને હાઈડ્રેટ કરે છે અને ઠંડુ રાખે છે.
લીંબુ અને કાકડીનું પાણી – સામાન્ય રીતે કાકડીનું જ્યુસ પીવું ઘણું કંટાળાજનક હોય શકે છે તેનો ટેસ્ટ વધરવા માટે તમે લીંબુ નાખો. અડધી કાકડીના ટુકડા કરીને તેમાં એક લીંબુ મેળવીને પાણીમાં નાખીને ફ્રીજમાં રાખી દો. ઠંડુ થયા પછી પીઓ.
તુલસી અને કાકડીનું પાણી – તુલસી અને કાકડી સાથે ખાવાથી તમે વધુ સારું અનુભવશો. એક ખાંડમાં લીંબુ નાખો. થોડી વાર પછી આ પાણી તે પાણીની સાથે ગરમ કરો. જયારે ખાંડ ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરીને તેમાં થોડા તુલસીના પાંદડા નાખો. તે નોર્મલ થયા પછી જારમાં નાખો અને ફ્રીજમાં રાખી દો. ઠંડુ થયા પછી પીઓ.
ફુદીનો અને કાકડીનું પાણી – કાકડીમાં વિટામીન અને પ્રોટીન ઘણું હોય છે. ત્યાં જ ફુદીનો એન્ટીઓક્ષીડેન્ટસથી ભરપુર હોય છે. તે તમારા શરીરને ઘણી રીતે ફાયદો પહોચાડે છે. એક કાકડીમાં એક ચતુર્થૌંસ ચમચી કાળા મરીનો પાઉડર, એક ચમચી મધ અને ૮ થી ૧૦ પાંદડા ફુદીના અને મીઠું નાખો. તેની પ્યોરી બનાવો અને તેમાં ગઠ્ઠા ન પડવા દો. ત્યાર બાદ તેમાં પાણી નાખીને થોડા ટીપા લીંબુ નાખીને બધાને સરખી રીતે મિક્સ કરો અને તેને પીઓ. ઘર પર જ તૈયાર છે તમારું ફુદીના – કાકડીનું પાણી.
દ્રાક્ષ અને કાકડીનું પાણી – કાકડી અને દ્રાક્ષ ભેળવીને ખાવું એ દુનિયાનું સૌથી હેલ્ધી પીણું માનવામાં આવે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્ષીડેંટસ ગુણધર્મો મળી આવે છે જે હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક કપ દ્રાક્ષનું જ્યુસ લો. તેમાં કાકડીના થોડા ટુકડા નાખો. તેમાં સોડા અથવા તો ઠંડુ પાણી ભેળવો અને પીરસો. જો તમે ઈચ્છો તો લીંબુના થોડા ટીપા પણ નાખી શકો છો.
નારંગી અને કાકડીનું પાણી – કાકડીની સાથે નારંગીનું કોમ્બીનેશન ખુબ જ સારું છે. ૨ નારંગી લો અને તેમાં કાકડીના થોડા ટુકડા નાખો. સાથે જ લીંબુને પણ સોસ પૈનમાં મિક્સ કરો. તેમાં થોડું પાણી મેળવો અને ગરમ થવા દો. આ બધાને મેસ કરીને પેસ્ટ બનાવી લો. તેને બોટલમાં નાખો અને ઠંડું કરવા માટે રાખી દો. ઠંડું થયા બાદ પીઓ.
નોંધ :- રાત્રે ક્યારેય કાકડી ન ખાઓ. તે મોટાપણું વધારે છે, બપોરે ખાવું સૌથી સારું રહે છે.