15 દિવસમાં બન્યો ખેડૂત, 40 દિવસમાં 14 ટન કાકડી નું ઉત્પાદન કરી વેચાણ કર્યું

શ્રેય હુમડ 29 વર્ષનો યુવાન છે. જોવામાં સામાન્ય છે પણ કામ કરવાની સ્ટાઈલ જોતા લાગે કે ઝડપનો શોખીન છે. તેના કારસ્તાન સાંભળશો તો તમે પણ ચકિત થઇ જશો. ઇન્દોરથી MBA નો અભ્યાસ પૂરો કર્યા પછી ધંધાદારી બનવાની ઈચ્છા હતી. પણ શ્રેય ‘ઝડપી ખેડૂત’ બની ગયો. તે પણ ફક્ત 15 દિવસમાં. આ વાત પણ ખુબ રસપ્રદ છે.
પિતાના ધંધામાં મદદ કરતા કરતા તેને લાગ્યું કે દરેક વિભાગમાં મંદી છે પણ ખેતીમાં નથી (ખેતી માં વધારે છે પણ ખબર નહિ એને સુ લાગ્યું). પછી શું હતું. તેણે ખેતી કરી ખેડૂત બનવાનું નક્કી કર્યું. પહોચી ગયો તમિલનાડુ. ત્યાં ટેરેસ ગાર્ડન અને પોલી હાઉસમાં પાકનું ઉત્પાદન લેતા શીખ્યો. 15 દિવસ પછી ખંડવા પાછો ફર્યો અને સીહાડા રોડ ઉપર અડધા એકરમાં પોલી હાઉસ અને અડધામાં નેટ હાઉસ ખોલી દીધું. તેમણે પહેલી વખતમાં જ 40 દિવસમાં 14 ટન કાકડી નું ઉત્પાદન લીધું.

શ્રેય જણાવે છે કે 2010-11 માં ઇન્દોરથી એમબીએ કર્યા પછી ખંડવામાં પિતાનો ધંધો સંભાળ્યો. તે દરમિયાન જોયું કે ઓટોમોબાઈલ થી લઈને અન્ય ક્ષેત્રોમાં મંદીનો સમય આવ્યો છે. પણ ખેતીમાં આજકાલ ક્યારેય આવું નથી થયું. બકોલ શ્રેય મેં હિસાબ માંડ્યો કે આવનારા સમયમાં ફૂડમાં સારો સ્કોપ છે. હું તમિલનાડુના મદુરાઈ અને બીજા શહેરોમાં ગયો. ત્યાં ટેરેસ ગાર્ડન અને પોલી હાઉસ જોયા. વિચાર સારો લાગ્યો. ખંડવા પાછા ફરીને તેના વિષે ત્રણ મહિના સંશોધન કર્યું. ભાડા ઉપર એક એકર જમીન લીધી. સરકારની યોજનાનો લાભ લીધો. અડધા એકરમાં પોલી હાઉસ અને અડધામાં નેટ હાઉસ ખોલી દીધું. તેમણે કહ્યું પરંપરાગત ખેતી સામે પોલી હાઉસ અને નેટ હાઉસમાં ઉત્પાદન પણ વધુ અને ઉત્તમ પ્રકારનું હોય છે.

પોલી હાઉસથી શ્રેયે 40 દિવસમાં 14 ટન કાકડી નું ઉત્પાદન લીધું. તેમણે કહ્યું કે માર્કેટમાં બીજાની કાકડી 10 થી 12 રૂપિયા કિલો જથ્થાબંધ વેચાય છે, તો અમારી કાકડી 18 થી ૨૦ રૂપિયા સુધી વેચાય જાય છે. આવી રીતે શ્રેયે ટમેટા, મેથી, દૂધી અને કોથમીર સહિત બીજા શાકભાજી પણ લે છે. તેના ભાવ પણ સારા મળ્યા. શ્રેયે કહ્યું કે મારા પરિવારમાં કોઈ પણ ખેડૂત નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ખેડૂત બનીશ. પણ આ ક્ષેત્રમાં સારો સ્કોપ છે.

હકીકતમાં પોલી હાઉસ અને નેટ હાઉસ ખેતીની ઉત્તમ ટેકનીક છે. પોલી હાઉસમાં જે પણ શાકભાજી ઉગાડવામાં આવે છે, તેને ખેડૂત જેટલું પણ ખાતર, પાણી અને ઓક્સીજન આપે, તેટલો જ પાક મળશે. તેમાં વરસાદનું પાણી પણ અંદર નથી આવી શકતું. નેટ હાઉસમાં પણ પ્રકાશ અને વરસાદનું પાણી અડધું અંદર આવે છે અને અડધું બહાર જાય છે. અહિયાં ઉનાળા અને શિયાળામાં પાક માટે સારું રહે છે, જયારે પોલી હાઉસ દરેક સિઝનમાં પાક માટે ફાયદાકારક હોય છે.

એક તરફ દુષ્કાળની અસરવાળા વિસ્તારમાં ખેડુતોની હાલત ખરાબ છે. ત્યાં બીજી બાજુ શ્રેય જેવા થોડા ખેડૂતો પોતાના પ્રયત્નોથી આખા ખેડૂત વર્ગમાં કઈક નવું કરવાની પ્રેરણા આપી રહ્યા છે. શ્રેય પણ મને છે કે ખેડૂત આ તકલીફોમાંથી બચી શકે છે બેધડક તે એક ધંધાદારીની જેમ વિચારવાનું શરુ કરી દે.

શ્રેય કહે છે હાલમાં ખેડૂત જે વસ્તુના ભાવ વધે છે તેને મોટા પ્રમાણમાં વાવી દે છે. તેવામાં હમેશા ઉત્પાદન વધુ થાય છે અને માંગ ઓછી થઇ જાય છે. ભાવ ઓછા મળે છે અને પછી તે રોવે છે. એટલે હંમેશા એવા ગાડરિયા પ્રવાહ થી દૂર રહી ખેતી કરવામાં શાણપણ છે. જે વસ્તુ ના ભાવ ગઈ સીઝન માં બીજા ને વધુ આવ્યા એ જોઈ આપણે પણ એ વાવી ને ભૂલ કરીયે છીએ. સરકાર ને વેપારી ખેડૂત ને ક્યારેય નથી કમાવા દેવાના એટલે ખાસ એ શિયાળિયા થી બચી ને વેચવા ના ઉપાય શોધતા રેવા પડશે


Posted

in

,

by

Tags: