કાલ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય, દૂર થઈ જશે દુઃખના વાદળ, મળશે લાભ

ધાર્મિક માન્યતાઓ મુજબ જોવામાં આવે તો ભૈરવ બાબાને ભગવાન શિવનો જ અવતાર માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ભૈરવ બાબાની સાધના કરે છે તો તેના જીવનના તમામ દુઃખો દુર થાય છે. તંત્ર સાધના માટે કાલ ભૈરવ જયંતિને ઘણી જ શુભ માનવામાં આવે છે. તેને કાલ ભૈરવ અષ્ટમી પણ કહેવામાં આવે છે.

આ વર્ષ ૧૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ કાલ ભૈરવ જયંતી ઊજવવામાં આવશે. ભૈરવ બાબાની સાધના ઘણી જ કઠીન માનવામાં આવે છે. પૌરાણીક કથાઓ મુજબ કારતક વદ આઠમના દિવસે જ ભગવાન શિવજીએ ભૈરવ બાબાનો અવતાર લીધો હતો. એટલા માટે આ દિવસે તેમનો ઉપવાસ અને પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે, કાલ ભૈરવ જયંતિ ઉપર જો થોડા ઉપાય કરવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા થોડા એવા ઉપાય જણાવવાના છીએ, જેને જો તમે કાલ ભૈરવ જયંતિ ઉપર કરો છો તો તેનાથી તમારા ઘણા બધા દુઃખ દુર થશે, અને તમને લાભ પ્રાપ્ત થશે.

આવો જાણીએ કાલ ભૈરવ જયંતિ ઉપર ક્યા ક્યા કરવા ઉપાય :

જો તમે ભૈરવ બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો, તો તમે કાલ ભૈરવ જયંતી ઉપર એક રોટલી ઉપર તમારી તર્જની અને મધ્યમા આંગળીને તેલમાં ડુબાડીને લાઈન દોરો. હવે આ રોટલીને તમે બે રંગ વાળા કુતરાને ખવરાવી દો. જો તમે આ ઉપાયને અપનાવો છો તો તેનાથી ભૈરવ બાબાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત તમે અડદની દાળના પકોડા સરસીયાના તેલમાં બનાવીને કાલ ભૈરવ જયંતિની સવારે કોઈ કુતરાને ખવરાવો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે કુતરાને પકોડા ખવરાવ્યા પછી તમે સીધા તમારા ઘરે પાછા આવી જાવ, પાછળ ફરીને ન જોશો. આ ઉપાય તમે કાલ ભૈરવ જયંતિ કે રવિવારના દિવસે કરી શકો છો.

તમે તમારા ઘરની આજુબાજુ કોઈ પણ કાલ ભૈરવ મંદિરમાં જાવ અને ત્યાં સિંદુર, તેલ, નારીયેળ, પૌવા અને જલેબીથી ભૈરવની પૂજા કરો. આ ઉપાયને જો તમે કાલ ભૈરવ જયંતિ કે પછી રવિવારના દિવસે કરો છો, તો તેનાથી તમને લાભ મળે છે. આટલું કર્યા પછી તમે ૫ થી ૭ વર્ષના છોકરાને નારીયેળ, પૌવા, જલેબીનો પ્રસાદ આપો, આ ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થશે.

તમે કાલ ભૈરવ જયંતિ ઉપર સવા કિલો જલેબી ભૈરવનાથને અર્પણ કરો, અને આ જલેબીનો એક ભાગ કુતરાને ખવરાવી દો.

તમે કાલ ભૈરવ જયંતિ ઉપર પાંચ લીંબુ ભૈરવનાથને અર્પણ કરો, જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારી ઉપર ભૈરવની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે.

કાલ ભૈરવ જયંતિના દિવસે તમે સવા સો ગ્રામ કાળા તલ, સવા ૧૧ રૂપિયા, સવા સો ગ્રામ કાળા અડદ, સવા મીટર કપડામાં મૂકીને એક પોટલી તૈયાર કરી લો. અને આ પોટલી તમે કોઈ ભૈરવ મંદિરમાં અર્પણ કરો. તેનાથી જીવનના દુઃખ દુર થાય છે.

તમે કાલ ભૈરવ જયંતિના દિવસે કોઈ પણ ભૈરવ મંદિરમાં જઈને તેમની પૂજા અને આરતી કરો, અને તેને પીળા રંગની ધજા અર્પણ કરો. તેનાથી ભૈરવ બાબા પ્રસન્ન થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.