કાલ ભૈરવના આ પ્રસિદ્ધ મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની દરેક અડચણો દૂર થઈ જાય છે

કાલ ભૈરવને ભયને દુર કરવા વાળા દેવ જણાવામાં આવ્યા છે. જે વ્યક્તિ કાલ ભૈરવની પૂજા અર્ચના કરે છે, તેને કોઈ પણ વસ્તુનો ભય નથી લાગતો. જો તેમની કૃપા દ્રષ્ટિ વ્યક્તિ ઉપર હોય તો વ્યક્તિના તમામ દુઃખ દુર થાય છે. કાલ ભૈરવને ભગવાન શિવજીનો રુદ્ર અવતાર માનવામાં આવે છે, અને કાલ ભૈરવની પૂજા કરવાથી તમામ રોગ અને દુઃખ દુર થાય છે.

કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથીના રોજ કાલ ભૈરવ અષ્ટમી હોય છે, અને આ દિવસે કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવશે, આ દિવસે બપોર પછી આઠમની તિથી શરુ થઈ જાય છે. આમ તો જોવા જઈએ તો દેશ આખામાં ભૈરવ મંદિરોમાં કાલ ભૈરવ જયંતિ ઉપર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમને કાલ ભૈરવના એક એવા મંદિર વિશે જાણકારી આપવાના છીએ જે વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે.

આજે અમે તમને કાલ ભૈરવના એક એવા પ્રસિદ્ધ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, જે ઉત્તર પ્રદેશમાં કાશીમાં આવેલું છે. જેમ કે તમે લોકો જાણો છો કે કાશીને બાબા વિશ્વનાથની નગરી કહેવામાં આવે છે. પરંતુ અહિયાં બાબા ભૈરવનાથ કોતવાલ કહેવાય છે. કહેવામાં આવે છે કે બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે જે પણ ભક્ત આવે છે, તેને ભૈરવ નાથના દર્શન કરવા જરૂરી છે.

જો તમે બાબા વિશ્વનાથના દર્શન કરીને પછી ભૈરવ નાથના દર્શન નથી કરતા તો તમારા દર્શન અધૂરા માનવામાં આવે છે. કાલ ભૈરવ જયંતિના દિવસે ભૈરવ મંદિરમાં ઘણી જ ધામધૂમ જોવા મળે છે અને આ દિવસે વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે.

જો આપણે આ મંદિરના ઈતિહાસ ઉપર ધ્યાન કરીએ તો એવું કહેવામાં આવે છે કે, બાજીરાવ પેશવાએ ઈ.સ. ૧૯૭૫માં આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ મંદિર આજ સુધી એવુંને એવું જ છે. તેની બનાવટમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી. આ મંદિરની બનાવટ તંત્ર શૈલીના આધાર ઉપર કરવામાં આવી છે. ભગવાન શિવજીની નગરી કહેવાતી કાશીમાં બાબા ભૈરવનાથ કોતવાલ પણ છે.

એવું કહેવામાં આવે છે કે કાલ ભૈરવે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે કાશીમાં રહીને તપ કર્યું હતું, ત્યારે શિવજીએ કાલ ભૈરવને આશીર્વાદ આપ્યા હતા કે તને આ નગરીનો કોતવાલ કહેવામાં આવશે. ત્યારથી કાલ ભૈરવ આ નગરીની રખેવાળી કરે છે.

ધાર્મિક માન્યતાઓ મુજબ એવું કહેવામાં આવે છે કે, અહિયાં યમરાજને પણ આવતા પહેલા કાલ ભૈરવની મંજુરી લેવી પડે છે. કાલ ભૈરવની આજ્ઞા વગર કાશીમાં યમરાજ પણ કાંઈ નથી કરી શકતા. જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે કે પછી તમને સખત મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળી શકતી, તો તેવામાં તમે કાલ ભૈરવના દર્શન કરી શકો છો.

એવું કહેવામાં આવે છે કે, તેમના દર્શન માત્રથી જીવનની તમામ તકલીફો દુર થાય છે. કાશીના કોતવાલનો મહિમા દુર દુર સુધી ફેલાયેલો છે. આ મંદિર આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો ભૈરવના દર્શન કરવા માટે આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.