કાલ ભૈરવ જયંતિ વિશેષ, જયારે બ્રહ્મા પર ક્રોધિત થયા હતા શિવ, પછી આ રીતે થયો હતો કાલ ભૈરવનો જન્મ

ભગવાન શિવના અવતાર કાલ ભૈરવ કોઈ રહસ્યથી ઓછા નથી. ભૈરવ સૌથી મોટા લોક દેવતા છે. દેશમાં જુના જમાનાના દરેક નગર અને ગામમાં ત્યાંના એક સ્થાનિક ભૈરવ દેવતાનું એક સ્થાન જરૂર મળશે. એવું માનવામાં આવે છે કે, ભૈરવ એ નગરો અને ગામોની મુશ્કેલીઓથી રક્ષા કરે છે.

હવે સવાલ થાય છે કે, છેવટે કાલ ભૈરવ કોણ છે? શાસ્ત્રો અનુસાર કાલ ભૈરવ ભગવાન શિવનું જ સાહસિક અને યુવા સ્વરૂપ છે. એને રુદ્રાવતાર પણ કહેવામાં આવે છે. તે શત્રુઓ અને સંકટથી મુક્તિ અપાવે છે. એમની કૃપા હોય તો કોર્ટ કચેરીના ચક્કરોમાંથી જલ્દી છુટકારો મળી જાય છે.

ભૈરવ છે ભગવાન શિવનું રૂપ :

ધર્મ ગ્રંથો અનુસાર શિવના લોહી માંથી ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. ભૈરવના બે પ્રકાર હોય છે, એક કાલ ભૈરવ અને બીજા બટુક ભૈરવ. દેશમાં કાલ ભૈરવના સૌથી જાગૃત મંદિર ઉજ્જૈન અને કાશીમાં છે. જયારે બટુક ભૈરવના મંદિર લખનઉમાં છે.

બધા શક્તિપીઠો પાસે ભૈરવના જાગૃત મંદિર જરૂર હોય છે. એમની ઉપાસના વગર માં દુર્ગાના સ્વરૂપોનું પૂજન અધૂરું માનવામાં આવે છે. હિંદુ અને જૈન બંને ભૈરવની પૂજા કરે છે. એમની કુલ ગણતરી 64 છે.

કેવી રીતે થયો કાલ ભૈરવનો જન્મ?

એવી માન્યતા છે કે, એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે પોતાની શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો હતો. જેને ઉકેલવા માટે ત્રણેય દેવ ઋષિ મુનિ પાસે પહોંચ્યા. ઋષિ મુનિએ વિચાર વિમર્શ કરીને જણાવ્યું કે, ભગવાન શિવ જ સૌથી શ્રેષ્ઠ છે.

આ વાત સાંભળીને બ્રહ્મા નારાજ થઈ ગયા અને એમણે શિવના સમ્માનને ઠેસ પહોંચાડવાનું શરુ કરી દીધું. આ જોઈને શિવજી ગુસ્સે થઈ ગયા. ભોલેનાથનું આવું સ્વરૂપ જોઈને બધા દેવી દેવતા ગભરાય ગયા. કહેવામાં આવે છે કે, શિવના એ જ ગુસ્સાથી કાલ ભૈરવનો જન્મ થયો હતો.

પૌરાણિક રૂપથી કાલભૈરવની ભૂમિકા એજ છે જે કોઈ નગરમાં પોલીસની હોય છે. દાર્શનિક રૂપથી કાલ ભૈરવ એવા દેવતા છે, જે કાલ એટલે કે સમયથી આગળ છે. સમયની ગતિને કારણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, પણ જયારે કોઈ વ્યક્તિ પોતાની યોગ શક્તિથી સમયથી આગળ નીકળી જાય છે, તો તે કાલ ભૈરવ બની જાય છે.

ભૈરવનું સ્વરૂપ ભયાનક જરૂર છે, પણ સાચા મનથી જે પણ એમની ઉપાસના કરે છે એમની સુરક્ષાનો ભાર તે પોતે ઉઠાવે છે. તે પોતાના ભક્તોની બધી મનોકામના પુરી કરે છે, અને જો ભૈરવ નારાજ થઈ જાય તો અનિષ્ટ પણ થઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.