”કલારી પયટ્ટ” પ્રાચીન માર્શલ આર્ટ કરતા આ માજી ને જોઈ ને તમે દંગ થઇ જશો જાણો શું છે કલારી

કલારી પયટ્ટ એક ખૂબ જ પ્રાચીન સૈન્ય કલા અને માર્શલ આર્ટ છે. પારંપરિક રીતે માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ સ્વયઁ ભગવાન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ભારતીય સંસ્કૃતિના ઘણા બીજા આયામો ની જેમ આ અસાધારણ માર્શલ આર્ટ પણ બીજા કોઈનું નહિ પણ અગસ્ત્ય મુનિએ આપેલ છે.

કલારી કદાચ આ ધરતી પર બધાથી જૂની સૈન્ય કલા અને માર્શલ આર્ટ છે. મૂળરૂપે અગત્સ મુનિએ શીખડાવી હતી.
શરૂઆતી સમય માં આનો મતલબ ફક્ત લાત મારવું, ફેટ મારવી કે છરાથી હુમલો કરવો તેવો જ ન હતો, પરંતુ આ કલામાં શરીરનો તમામ પ્રકાર થી ઉપયોગ કરવાનું સામેલ હતું.

આ કલા ફક્ત વ્યાયામ અને શારીરિક ચુસ્તી સ્ફૂર્તિ સુધી જ મર્યાદિત ન હતી, પરંતુ આમાં આપણા શરીરની શક્તિ વ્યવસ્થાને સારી રીતે સમજવું પણ સામેલ હતું. તેમનો એક ભાગ કલારી ચિકિત્સા અને કલારી મર્મ પણ છે, જેમાં શરીરના તમામ રહસ્ય અને શારીરિક ઉપચારની જાણકારી સામેલ થાય છે, જેનાથી શરીરને જલ્દી શક્તિવાન બનાવી ઉભું કરી શકાય છે.

બની શકે છે કે આજના જમાનામાં કલારી ના ખૂબ જ ઓછા સાધક રહ્યા છે. જે તમારો સમય, શક્તિ અને ધ્યાન પૂર્ણ રૂપથી આ કલા માટે સમર્પિત કરે છે. પરંતુ જયારે તમે આના ઊંડાણમાં જાઓ તો તમે પોતે યોગ તરફ જતા હોય તેમ લાગે છે, કેમ કે અગસ્ત્ય મુનિ તરફથી જે કઈ આવે છે, તે આધ્યાત્મિક સિવાય બીજું કઈ હોઈ જ ન શકે. આ બસ એક બીજો આયામ છે, તમામ શક્ય રીતે શોધ કરવી શક્ય છે.

લોકો પોતાના શરીર નું ખાવાનું,સુવાનું અને સાધારણ સુખ સુવિધા જેવી ચીજો વિષે જ જાણે છે, તેમને આનાથી વધારે શરીર ના બીજા ઉપયોગની બાબતમાં ખબર જ નથી. પરંતુ શરીરના ઘણા અજ્ઞાત આયામ છે. શું તમે જાણો છો કે અમુક કરાટે માસ્ટર ફક્ત તમારો માત્ર સ્પર્શથી તમારી હત્યા કરી શકે છે.

સ્પર્શ કરી ને કોઈ હત્યા કરી દેવી કોઈ મોટી વાત નથી. પરંતુ સ્પર્શથી આપણે માણસોને ઉભા કરવાના છે, આ મોટી વાત છે. ફક્ત એક સાધારણ સ્પર્શ થી અને તે પણ કોઈ બીજાનું નહિ, પરંતુ જયારે તમે પોતે જ પોતાના શરીરનો કોઈ વિશેષ પ્રકારે સ્પર્શ કરો છો તો તમારું પૂરું તંત્ર કે સિસ્ટમ જાગી ઉઠે છે.

જો આપણે ફક્ત લોકોનો આધ્યાત્મિક વિકાસ માં લાગ્યા રહીશું તો તે આપણા માટે ખુબ સરળ ગણાય. આમાં કોઈ મોટી વાત નથી જણાતી.પરંતુ આપણું લક્ષ્ય માનવી જીવનના ગૂઢ આયામોને ખોલવું છે. તેના માટે કામ કરવાની, એક જુદી રીતે પ્રતિબદ્ધતા,એકાગ્રતા અને સમર્પણની જરૂર હોય છે.

માનવતા માં રહેલી સિમિતતાઓ ને છેડવા, કુદરત તફથી લોકો માટે નક્કી કરેલ સીમાઓ થી સંપૂર્ણં જીવનને શોધવા માટે કોઈ વિશેષ લોકોની જરૂર પડે છે.હવે તે સમય આવી રહ્યોછે, જયારે આપણે આની ઉપર વધુ ધ્યાન આપીને કામ કરીએ.

આપણા જતા પહેલા આપણી પાછળ ઘણું બધું છોડિને જવું જોઈએ। કેમ કે માનવ શરીર રૂપી આ અસાધારણ યંત્રના ઘણા ભાગ છે .99.99 ટકા લોકો

પોતાના શરીરની બાબતમાં કઈ પણ જાણ્યા વગર જ જીવે છે . જો તેમને જરા પણ સુખ મળે છે તો તે સૂંતુષ્ટ થઇ જાય છે .જ્યારે શરીર વાસ્તવમાં તેવું નથી. જો તમે તેના વિષે શોધ કરો તો તે પોતેજ એક બ્રહ્માંડ છે. જો ફક્ત બેઠા બેઠા જ તમારા માટે અદ્ભૂત વસ્તુ કરી શકે છે. આ યોગ માર્ગ છે. કલારી તેનું એક સક્રિય રૂપ છે.

વિડીયો -1 

વિડીયો – ૨