કાલી માં નું સ્વરૂપ છે ત્રિપુર ભૈરવી, આમની પૂજા કરવાથી થઇ જાય છે દરેક ઈચ્છા પુરી

માતા ત્રિપુર ભૈરવીને માં કાળીનું રૂપ માનવામાં આવે છે, અને દર વર્ષે ત્રિપુર ભૈરવી જયંતિ માગસર માસની પૂનમે ઉજ્વવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માતા ત્રિપુરની પૂજા કરીને તમામ કાર્ય સફળ થઇ જાય છે, અને ધન પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ માં ની પૂજા કરવાથી પુત્રની પ્રાપ્તિ પણ થાય છે. આ વર્ષે ભકતો દ્વારા ૧૨ ડિસેમ્બરે ત્રિપુર ભૈરવી જયંતિ ઉજવવામાં આવી.

કોણ છે ત્રિપુર ભૈરવી?

માતા ત્રિપુર મહાવીદ્યાની છઠ્ઠી શક્તિ માનવામાં આવે છે. ત્રિપુર માતાને ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર હોય છે, અને તેનો સંબંધ ત્રણ લોક સાથે માનવામાં આવે છે. માતા ત્રિપુરના બીજા પણ ઘણા નામ છે અને તેને ષોડશી, રુદ્ર ભૈરવી, ચેતન્ય ભૈરવી, નિત્ય ભૈરવી, ભદ્ર ભેરવી, કૌશલ ભૈરવી, સ્મશાન ભૈરવી, સંપત પ્રદા ભૈરવી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

ત્રિપુર ભૈરવી માં ની કથા :

કથાઓ મુજબ માં કાળીને પોતાની પાસે ન જોતા શિવજીને તેની ઘણી ચિંતા થવા લાગી. શિવજી પોતાની ચિંતા દેવઋષિ નારદને જણાવે છે, અને દેવઋષિ નારદે માં કાળીને શોધવાનું કહ્યું. કાળી માં ને શોધતા દેવઋષિ નારદ સુમેરુના ઉત્તરમાં જાય છે અને આ સ્થળે તેમને કાળી માં મળી જાય છે.

કાળી માં ને મળીને દેવઋષિ નારદ તેમની સામે શિવજીના વિવાહનો પ્રસ્તાવ મુકે છે. આ પ્રસ્તાવથી માં કાળી નારાજ થઇ જાય છે. તે દરમિયાન તેના શરીરમાંથી ષોડશી પ્રગટ થાય છે અને તેના પડછાયાથી ત્રિપુર ભૈરવીમાં પ્રગટ થાય છે. તેના કારણે જ ત્રિપુર ભૈરવી માં ને ષોડશીના નામથી પણ ઓળખવામાં આવે છે.

પૂજા કરવાથી મળતા લાભ :

થાય છે વેપારમાં વૃદ્ધી :

એવું માનવામાં આવે છે કે, જે લોકો ત્રિપુર ભૈરવી માં ની પૂજા કરે છે તેનો વેપાર સારી રીતે ચાલે છે. ત્રિપુર ભૈરવી માં ની પૂજા કરતી વખતે તેમના ચરણો ઉપર લાલ રંગના ફૂલ અર્પણ કરો, અને આ ફૂલને તમારી તિજોરીમાં રાખી દો. એમ કરવાથી તમને ધન લાભ થશે અને વેપારમાં વૃદ્ધિ પણ થશે.

સૌભાગ્યની પ્રાપ્તિ :

ત્રિપુર ભૈરવી માં ની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ જે લોકો ત્રિપુર ભૈરવી માં ના નામના જાપ કરે છે. તે તંદુરસ્ત રહે છે અને કોઈ પણ પ્રકારના રોગ તેને નથી લાગતા.

વહેલી તકે થઇ જાય છે લગ્ન :

જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકો રોજ ત્રિપુર ભૈરવી માં ની પૂજા કરો. ત્રિપુર ભૈરવી માં ની પૂજા કરવાથી લગ્ન જલ્દી થઇ જાય છે અને સાચા જીવનસાથી મળે છે.

થાય છે પુત્ર પ્રાપ્તિ :

ત્રિપુર ભૈરવી માં ની આરાધના કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જે લોકો પુત્ર ઈચ્છે છે તે માં ની પૂજા જરૂર કરે.

પાપ થઇ જાય છે દુર :

જો તમારા દ્વારા કોઈ પાપ થયા છે તો તમે ત્રિપુર ભૈરવીમાં સાથે જોડાયેલી કથા વાંચો અને તેની પૂજા કરો. એમ કરવાથી તમને પાપમાંથી મુક્તિ મળી જશે. તે ઉપરાંત માં ની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂરી થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.