કલિયુગના અંતમાં માણસની હાલત ઘણી ખરાબ થઇ જશે, જાણો શું કહે છે શાસ્ત્ર.

હિંદુ ધર્મમાં સમયને યુગોમાં ગણવામાં આવે છે, તેમાં ચાર યુગ હોય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. એ યુગ એ વાતના સંકેત છે કે પૃથ્વી ઉપર કયો કાળ એટલે કયો સમય ચાલી રહ્યો છે. વર્તમાનમાં પૃથ્વી ઉપર કલિયુગ ચાલી રહ્યો છે. જે ૪ લાખ ૩૨ હજાર વર્ષનો છે, તે સૌથી નાનો યુગ છે પણ આમાં ધર્મ અને જ્ઞાનની વાતો ઘણા જ ઓછા લોકો કરે છે.

આ યુગમાં વિચારશૂન્યતા છે અને લોકો ઘેંટાની ચાલ ચાલીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, કલિયુગમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તમામનો લોપ થઇ જશે અને લોકો વ્યસનો અને દગામાં ફસાઈ પોતાના કિંમતી જીવનને બરબાદ કરી નાખશે.

કલિયુગને લઇને દરેક વ્યક્તિના મગજમાં ઘણા પ્રકારની વાતો આવે છે. કહે છે કે જયારે આ દુનિયામાં પાપ પોતાની ચરમ સીમા ઉપર પહોચી જશે, ત્યારે ધરતી ઉપર ધરતીકંપ આવશે અને જોત જોતામાં આખી પૃથ્વી ખલાસ થઇ જશે. તમે જાણો છો કે કલયુગના અંતમાં શું થશે? તો આવો અમે તમને જણાવીએ છીએ થોડા શક્ય પરિણામ.

ઓછુ થઇ જશે માણસનું આયુષ્ય :-

માનવામાં આવે છે કે કલિયુગના અંતમાં માણસની ઉંમર માત્ર ૨૦ વર્ષ જ રહી જશે. ૧૬ વર્ષની ઉંમરમાં લોકો ઘરડા થવાના શરુ થઇ જશે અને ૨૦ વર્ષ સુધી પહોચતા પહોચતા તેનું મૃત્યુ થઇ જશે. પસાર થયેલી થોડી સદીઓના આધારે તમે જોઈ જ રહ્યા છો. માણસનું આરોગ્ય અને ઉંમર ઓછા જ થયા છે અને આજકાલ બાળક સમયથી પહેલા જ પરિપક્વ થઇ રહ્યા છે. હિંદુ ધર્મના અનેક ગ્રંથોમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. કલયુગના છેલ્લા ભાગમાં લોકોની ઉંમર સતત ઘટતી રહેશે અને ઘણી જ ઓછી ઉંમરમાં મૃત્યુ આવી જશે. માણસ માંસાહારી અને ધીમે ધીમે નરભક્ષી થઇ જશે.

કલયુગનો અંત આવતા આવતા ધરતી ઉપર કાંઈ પણ ઊગવું મુશ્કેલ કે પછી બંધ થઇ જશે. એટલા માટે બધા લોકો માંસાહારી થઇ જશે. તેને માંસ મચ્છી ખાઈને જ પોતાનું જીવન પસાર કરવું પડશે. ગાય ભેંસ દૂધ આપવાનું બંધ કરી દેશે જેના કારણે જ તેમને બકરીનું દૂધ પીવું પડશે. એટલું જ નહી, ઝાડમાં ફળ ફૂલ પણ ઉગવાના બંધ થઇ જશે. માણસ ધીમે ધીમે નરભક્ષી થઇ જશે.

કુદરતી આપત્તિઓ અને મહાપ્રલય આવશે :-

ધીમે ધીમે કલયુગ તરફ વધવાથી મહાપ્રલય નજીક આવી જશે. એ વાતનું વર્ણન ગીતા અને મહાભારતમાં પણ કરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમય સુધી દુષ્કાળ પડશે અને પછી અનરાધાર વરસાદ થશે. વરસાદ એટલો વધુ હશે કે ધરતી પાણીમય થઇ જશે અને આ વરસાદ અને પુરમાં લોકો ડૂબીને મરી જશે. કલયુગના અંતમાં ભયંકર ભૂકંપ અને તોફાન આવશે કે માણસ અને જાનવરોનું નામ નિશાન મટી જશે. એક સાથે 12 સુરજ નીકળશે જેની ગરમીથી ધરતી સુકાઈ જશે આનો મતલબ એવો સમજાવો કે 12 ગણી ગરમી વધી જશે.

પાણીથી નહિ પરંતુ ગરમીથી થશે વિનાશ :-

ઘણા ગ્રંથો મુજબ ધરતીનો વિનાશ પાણીથી નહિ પરંતુ ગરમીથી થશે. ધરતીનું તાપમાન એટલું વધી જશે કે સાતે સમુદ્ર અને નદીઓ સુકાઈ જશે. સંવર્તક નામની ગરમી પૃથ્વીને બરબાદ કરી નાખશે. અને લોકો આ ગરમીથી ભસ્મ થઇ જશે. આમ તો દરેક ગ્રંથમાં જુદી જુદી વાતો લખવામાં આવી છે. પણ એક વાતનું વર્ણન તમામ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે કે પૃથ્વીનો વિનાશ નિશ્ચિત છે. કલયુગના અંતમાં મહાપ્રલય આવવો નિશ્ચિત છે.

કલયુગમાં એવો સમય આવશે જયારે સ્ત્રીઓ અને પુરુષો, બન્ને જ અધર્મી થઇ જશે. સ્ત્રીઓ પવિત્રતા ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે અને પુરુષો પણ એવું જ કરશે.

કલ્કી ભગવાન :-

ભગવાન કલ્કી માત્ર ત્રણ દિવસોમાં પૃથ્વી ઉપરથી તમામ અધર્મીઓનો નાશ કરી દેશે. અને ફરી અંતમાં કલિયુગમાં છેલ્લા સમયમાં ઘણી મોટી ધારામાં સતત વરસાદ થશે, જેથી ચારે તરફ પાણી પાણી થઇ જશે. સંપૂર્ણ પૃથ્વી ઉપર પાણી થઇ જશે અને પ્રાણીઓનો અંત થઇ જશે. ત્યાર પછી એક સાથે બાર સૂર્ય ઉદય થશે અને તેના તેજથી પૃથ્વી સુકાઈ જશે.