ધરતી ઉપર જયારે પણ પાપ વધી જાય છે અને ધર્મની હાની થવા લાગે છે, ત્યારે સ્વયં ભગવાન એ ધરતી ઉપર જન્મ લઇને દુષ્ટોનો વિનાશ કર્યો છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ ધરતી ઉપર કુલ ચાર યુગ છે. જેમાંથી સૌથી પહેલો યુગ સતયુગ હતો. આ યુગ સાચા અને સારાનું પ્રતિક હતું. પરંતુ ધીમે ધીમે માણસના પાપ એટલા વધી ગયા કે કલયુગનો સમય આવી ગયો. આ કળયુગને બીજા ત્રણે યુગોની સરખામણીમાં સૌથી નિકૃષ્ટ માનવામાં આવ્યો છે. શ્રીમદ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણ એ કહ્યું હતું કે જયારે ધરતી ઉપર પાપ બમણું થઇ જશે અને માણસ એક બીજાના દુશ્મન બની જશે. તો આ યુગ કલયુગનો સમય કહેવાશે. એવામાં બીજા ત્રણ યુગોની જેમ જ કલયુગનો સમયગાળો પણ હજાર વર્ષોનો હશે. જેનો અંત એક વખત ફરીથી ભગવાન પોતે કરશે.
શ્રીકૃષ્ણ એ ગીતામાં જણાવ્યું છે કે ભગવાન વિષ્ણુ એ ક્યારેક પરશુરામ, ક્યારેક મત્સ્ય અવતાર અને ક્યારેક શ્રીરામનો અવતાર ધારણ કરીને ધરતી ઉપર પાપનો અંત કર્યો છે. તેવા સમયે જયારે પાપ, અનૈતિકતા, લોભ, અધર્મ પોતાની ચરણ સીમાને પાર કરી જશે તો એક વખત ફરીથી વિષ્ણુ ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને ધરતી ઉપર જન્મ લેશે. સતયુગથી લઇને અત્યાર સુધી વિષ્ણુ ભગવાન એ ધરતી ઉપર ૯ અવતારોમાં જન્મ લઇ લીધો છે. તેવામાં આ કલયુગનો અંત કરવા માટે તેમને દશમાં અવતાર કલ્કીનો વારો છે. દરેક વ્યક્તિ આ યુગનો અંત જોવા માટે તેમના કલ્કી રૂપની રાહ જોઇ રહ્યા છે.
શાસ્ત્રો અને પુરાણોના જણાવ્યા મુજબ કલયુગનો અંત કરવા માટે અને નવા યુગની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ પોતાનો કલ્કી અવતાર લેશે. તેના માટે તે કલયુગના અંતિમ સમયમાં શ્રાવણ મહીનાના શુક્લ પક્ષની પાંચમે જન્મ લેશે. કદાચ એ કારણ છે જે દર વર્ષ ભારત દેશમાં શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના રોજ કલ્કી જયંતી તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે. પુરાણોમાં ૫૦૦૦ વર્ષ પહેલા જ લખવામાં આવ્યું હતું કે ભગવાન કલ્કી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જીલ્લાના સંભલ નામના સ્થળ ઉપર વિષ્ણુ યશા બ્રાહ્મણ પરિવારના ઘરમાં જન્મ લેશે અને એક ઘોડા ઉપર સવારી થઇને દુષ્ટો અને પાપીઓનો નાશ કરશે.
શ્રીમદ ભાગવત ગીતાના ૧૨માં સ્કન્દના ૨૪માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જયારે ગુરુ, સૂર્ય અને ચન્દ્રમા ગ્રહ એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ભગવાન કલ્કી એટલે વિષ્ણુનો દશમાં અવતારમાં જન્મ થશે. તેમના જન્મ લેતા જ એક વખત ફરી સંસારમાં સતયુગના સમયની શરૂઆત થશે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ કલયુગનો સમયગાળો ૪ લાખ ૩૨ હજાર વર્ષનો છે. જેમાંથી હજુ ૫,૧૧૯ વર્ષ જ પુરા થયા છે. એટલે કે કલયુગનો અંત હજુ ઘણો દુર છે.
સતયુગને એક સમયે સ્વર્ગ યુગ માનવામાં આવતો હતો. પરંતુ આ યુગ પછી માણસ ધીમે ધીમે પતન તરફ વધતા ગયા અને આજનો સમય એવી રીતે પસાર થઇ ગયો છે કે લોકો પોતાના જ દુશ્મન બનતા જઈ રહ્યા છે. લાલચ અને ગુસ્સા એ માણસની અંદરની માણસાઈને ખલાસ કરી નાખી છે. પરંતુ જયારે વિષ્ણુનો દશમો અવતાર ધરતી ઉપર જન્મ લેશે તો એક વખત ફરીથી માણસની વૃદ્ધી પાછી આવશે અને અસત્યનો અંત થઇ જશે. પુરાણોની આ બધી વાતો કલયુગના અંતમાં જરૂરથી સાચી પડશે કેમ કે ચારે તરફ એકદમ એવું જ થઇ રહ્યું છે, જેવું કે વૈદો અને ગ્રંથોમાં લખવામાં આવ્યું હતું.