કામ ન મળવાના કારણે આ કામ કરીને ગુજરાન કરી રહ્યા છે ‘અંગ્રેજોના જમાનાના પ્રખ્યાત જેલર’ અસરાની.

ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા અસરાની ૭૦ અને ૮૦ના દશકની ઘણી બધી હીટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અસરાની તે પસંદગીના કલાકાર માંથી એક છે. જેને બાળપણથી જ ખબર હતી કે તે અભિનેતા જ બનશે. તે કારણે જ તેમણે પુણેના ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડિયા માંથી અભિનય તાલીમ લીધી.

આજે અમે તમને અસરાનીના જીવનની થોડી એવી અજાણી બાબતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે તમે અજાણ હશો. અસરાનીની બોલીવુડ સફર ઘણી જ મુશ્કેલ હતી. આજના સમયમાં અસરાની જે સ્થાન ઉપર છે, ત્યાં પહોચવા માટે તેમણે ઘણી જ મુશ્કેલી વેઠી છે.

અસરાનીએ કલાકાર બનવા માટે ઘરવાળા સામે પડ્યા હતા. એક ઈન્ટરવ્યું દરમિયાન અસરાનીએ એક વાતનો ખુલાસો કર્યો હતો. જયારે તેની ફેમીલીએ તેને પહેલી વખત મોટા પડદા ઉપર જોયો તો તેના કુટુંબ વાળા ગુસ્સામાં તેને મુંબઈથી પાછા ગુરદાસપુર લઇ ગયા હતા.

કેમ કે અસરાનીની ફેમીલી તેના ફિલ્મોમાં કામ કરવાની વિરુદ્ધ હતા. અસરનીના પિતાની હંમેશાથી એવી ઈચ્છા હતી કે અસરાની મોટો થઈને સરકારી નોકરી કરે. પણ અસરાની ફિલ્મોમાં કામ કરવા માંગતા હતા. એટલા માટે એક દિવસ તે ઘર વાળાથી છાનામાના ગુરદાસપુરથી મુંબઈ આવી ગયા.

મુંબઈ આવ્યા પછી ઘણા પ્રયાસો કર્યા પછી પણ તેને ફિલ્મોમાં સફળતા ન મળી. એટલા માટે તેમણે પુણેના ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં વર્ષ ૧૯૬૪માં ડિપ્લોમા કર્યું. પણ કોર્સ કર્યા પછી પણ તેને ફિલ્મોમાં નાના મોટા પાત્ર જ મળ્યા. ત્યાર પછી અસરાની નિરાશ થઈને પાછા પુણે આવી ગયા અને એક્ટીઆઈઆઈમાં શિક્ષકની નોકરી કરવા લાગ્યા. શિક્ષકની નોકરી કરતી વખતે પણ તમણે અભિનેતા બનવાના સપના તુટવા ન દીધા. તે પહેલી વખત ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘સત્ય કામ’ માં પહેલો બ્રેક મળ્યો.

આ ફિલ્મ વર્ષ ૧૯૬૯માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કામ કર્યા પછી અસરાની સુપરહિટ ફિલ્મ ‘ગુડ્ડી’ માં કામ કર્યું. જેમાં તેમણે કોમિક અંદાઝને બધાએ પસંદ કર્યું. ત્યાર પછી અસરાનીએ ‘પિયા કા ઘર’ ‘મેરે અપને’ ‘શોર’ ‘સીતા ઓર ગીતા’ ‘પરિચય’ ‘બાવર્ચી’ ‘નમક હરામ’ ‘અચાનક’ ‘અનહોની’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. કોમેડી ભૂમકાઓ સાથે સાથે ૧૯૭૨માં રીલીઝ થયેલી ફિલ્મ ‘કોશિશ’ અને ‘ચેતાલી’ માં અસરાનીએ નકારાત્મક ભૂમિકા પણ ભજવી.

અસરાની પોતાની કારકિર્દીમાં માત્ર અભિનય સુધી જ સીમિત નથી રહ્યા. તેમણે ૧૯૭૭માં ‘ચલા મુરારી હીરો બનને’ નામની સેમી બાપોગ્રાફીકલ ફિલ્મ બનાવી. આ ફિલ્મની કહાની અસરાનીના જીવન સાથે જ ઈંસ્પાયર્ડ હતી. ભલે આ ફિલ્મને દર્શકોએ પસંદ ન કરી પણ અસરાનીએ ૧૯૭૯માં ‘સલામ મેમ સાહબ’ ૧૯૮૦માં ‘હમ નહિ સુધરેંગે’ ૧૯૯૩માં ‘દિલ હી તો હે’ અને ૧૯૯૭માં ‘ઉડાન’ જેવી ફિલ્મો બનાવી. આજના સમયમાં અસરાની પુણેની ફિલ્મ એંડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટમાં લોકોને અભિનયની તાલીમ આપે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.