કામ ન મળતા એક એક રૂપિયા માટે મજબૂર થયા આ 5 સ્ટાર્સ, કોઈ બન્યો ગાર્ડ તો કોઈએ વેચ્યો બંગલો

બોલીવુડમાં ક્યારે કોનો સમય બદલાય જાય તે કહી નથી શકાતું. અહિયાં મોટા મોટા રાજા પણ કંગાળ થઈ જાય છે, અને રંક રાતોરાત શહેનશાહ બની જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક કલાકાર એવી હાલતમાં જોવા મળે છે કે, તેને જોઈને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. આજે અમે એવા જ થોડા નામચીન કલાકાર વિષે જણાવીશું જેમણે એક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર રાજ કર્યું, પરંતુ પાછળથી તેમની હાલત એવી થઈ કે લોકો તેને ઓળખી ન શક્યા.

અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર સાથે કામ કરી ચુકેલા કલાકાર સતીશ કોલે ઘણી જ આર્થિક તંગી સાથે દિવસો પસાર કર્યા. જાન્યુઆરી ૨૦૧૯ માં તેના વિષે સમાચાર છપાયા પછી પંજાબ સરકારે પાંચ લાખ રૂપિયાની મદદ મોકલી હતી. ખાસ કરીને સતીશ પાસે જે જમા મૂડી હતી, તે એક બિઝનેસમાં ડૂબી ગઈ. ત્યાર પછી તેની હાલત થોડા મહિના પહેલા એવી બગડી કે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં દાખલ થયેલા સતીશ પાસે ઈલાજ માટે પણ પૈસા ન હતા. વાત મીડિયામાં આવી તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમુક માણસોએ તેની મદદ કરી.

સલમાન ખાન સાથે કામ કરી ચુકેલી હિરોઈન પૂજા ડડવાલની આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ કે, તે પોતાના ઈલાજ સુદ્ધાં ન કરાવી શકતી હતી. હિરોઈને જણાવ્યું કે મદદ માટે તેમણે સલમાન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત ન બની શકી. પાછળથી જયારે સલમાનને આ વાતની ખબર પડી તો મદદ માટે આગળ આવ્યા. ઘણા સમયથી ટીબી અને ફેફસાંને લગતી બીમારી સામે ઝઝૂમી રહેલી પૂજા ડડવાલ હવે ઠીક થઈ ગઈ છે. પૂજાએ ૧૯૯૫માં ફિલ્મ વીરગતિથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન હતા.

રવી સિદ્ધુએ પોતાની કારકિર્દીની શરુઆત અનુરાગ કશ્યપ સાથે ફિલ્મ ‘પાંચ’ થી કરી હતી. આમ તો આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર રીલીઝ થઈ શકી નહિ. ત્યાર પછી તેમણે અનુરાગની જ ફિલ્મ ગુલાલ અને બ્લેક ફ્રાઈડે કરી. તેમજ અક્ષય કુમાર સાથે પટીયાલા હાઉસમાં પણ કામ કર્યું. તેમણે યશ બેનર અને સુભાષ ઘાઈની ફિલ્મમાં પણ પાત્ર નિભાવ્યા. પરંતુ છતાં પણ તેમના જીવનમાં એવો સમય આવ્યો જયારે તેમણે ઇન્ડસ્ટ્રી છોડવી પડી. અને પાછળથી પોતાના ઘરનો ખર્ચ ચલાવવા માટે ગાર્ડની નોકરી કરવી પડી.

વર્ષ ૧૯૬૩ થી ૧૯૬૬ દરમિયાન રાજેન્દ્ર કુમારની તમામ ફિલ્મો સુપરહિટ થઈ. કહેવામાં આવે છે કે, આ સમયે દરેક સિનેમાઘરમાં રાજેન્દ્ર કુમારની જ ફિલ્મ લાગેલી હતી, અને તમામ ફિલ્મોએ સિલ્વર જુબલી ઉજવી. એ કારણથી લોકો રાજેન્દ્ર કુમારને જુબલી કુમાર કહીને બોલાવવા લાગ્યા.

પછી એક સમય એવો આવી ગયો જયારે રાજેન્દ્ર કુમારની આર્થિક સ્થતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી. ત્યાં સુધી કે તેમણે પોતાનો બંગલો રાજેશ ખન્નાને વેચી દીધો હતો. આ બંગલાનું નામ તે સમયે ડીંપલ હતું. લોકોના કહેવા મુજબ જે દિવસે રાજેન્દ્ર કુમારે બંગલો છોડ્યો હતો, તે રાત્રે તે ધ્રુસકે ધ્રુસકે રહ્યા હતા.

બોલીવુડના ચર્ચિત વિલન રહેલા મહેશ આનંદનું હાલમાં જ અવસાન થયું હતું. તેમનું શબ સડી ગયેલી હાલતમાં તેમના ઘરમાંથી મળ્યું હતું, જ્યાં તે એકલા રહેતા હતા. ૫૭ વર્ષના મહેશ આનંદની આર્થિક હાલત ઠીક ન હતી. તેમને ૧૮ વર્ષથી ફિલ્મોમાં કામ મળતું ન હતું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.