સ્લીપ ડિસ્ક અને કેળના દુખાવાનો કટ્ટર દુશ્મન છે આ ઘરગથ્થું ઉપચાર અજમાવો આજે જ

 

સ્લીપ ડિસ્ક અને કમરના દુખાવાનો કટ્ટર દુશ્મન છે આ ઘરગથ્થું ઉપચાર, અત્યાર સુધી નહિ અજમાવ્યો હોય આ નાયાબ રીત, જરૂર અપનાવો અને શેયર કરો:

• સ્લીપ ડિસ્ક અથવા કમરના દુખાવો (Back Pain) કોઈ રોગ નથી પરંતુ આ એક પ્રકાર ની શરીરની યાંત્રિક અસફળતા (Mechanical Failure) છે. કમરના દુખાવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ રીઢની અથવા મેરુદંડ (Spinal Cord) થી જોડાયેલું હોય છે. સ્પાઈનલ કોર્ડ અથવા રીઢના હાડકા સ્પાઈન વર્ટીબ્રા (Vertebrae) સાથે મળીને બને છે જેના પર શરીરનું આખું વજન ટકેલું હોય છે. આ માથાના નીચલા ભાગથી શરુ થઈને ટેલ બોન (Tail Bone) સુધી હોય છે.

• આપણા રીડના હાડકામાં દર બે વર્ટીબ્રા (Vertebrae) ની વચ્ચે એક ડિસ્ક હોય છે જે ઝટકા સહન કરવાનું એટલે કે શોક એબ્સોર્બર (Shock Absorber) નું કામ કરે છે. આગળ-પાછળ, ડાબી-જમણી તરફ ફરવાથી ડિસ્કનો ફેલાવો થાય છે. ખોટી રીતે કામ કરવાથી, વાંચવાથી, ઉઠવા-બેસવાથી અથવા વળવાથી ડિસ્ક પર સતત જોર પડે છે.(એટલે જ ટટ્ટાર બેસવા નું કહેવાય છે)

• નસો દબાવાના લીધે આ દુખાવો પગ સુધી પણ જઈ શકે છે. તેમાં પગ સુન્ન થઈ જવાનો પણ ભય રહે છે. દુખાવો એટલો કષ્ટદાયક હોય છે કે દર્દી પોતાનું રોજિંદુ કાર્ય કરવામાં પણ અસમર્થ બની જાય છે. કમરનો દુખાવો (peeth ka dard) હવે લોકો માટે એક કષ્ટદાયક સમસ્યા બની ગઈ છે. આજે બધી ઉમરના લોકો તેનાથી પરેશાન છે અને દુનિયાભરમાં તેના સરળ અને સહજ ઉપચાર ની શોધ ચાલુ છે. આખો દિવસ બેસીને કામ કરવાથી આ સમસ્યા વધારે વધી જાય છે.

• કમરનો દુખાવો જો નીચેની તરફ વધવા લાગે અને તેજ થઇ જાય, તો જલ્દીમાં જલ્દી ડોક્ટરને બતાવો. ક્યારેક-ક્યારેક દુખાવો કેટલીક મીનીટજ હોય છે અને ક્યારેક-ક્યારેક આ કલાકો સુધી રહે છે. ૩૦ થી ૫૦ વર્ષની વયના લોકો આની લપેટમાં વધારે આવે છે.

કમરનો દુખાવાથી રાહત માટેના ઘરગથ્થું ઉપચાર:

૧. ઘૂંટણ વાળો (Band Knee)- નીચે રાખેલી કોઈ વસ્તુ ઉપાડતી વખતે પહેલા તમારા ઘૂંટણ વાળો પછી તે વસ્તુને ઉઠાવો. આવું કરવાથી કમર પર બિનજરૂરી દબાણ પડશે નહી અને ઓછી તકલીફ પડશે.

૨. લસણ (Garlic)- જમવામાં લસણ નો પર્યાપ્ત ઉપયોગ કરો. લસણ કમરના દુખાવાનો સારો ઉપચાર માનવામાં આવે છે. લસણ ના પ્રયોગથી જૂનામાં જુનો કમરનો દુખાવો પણ મટવા લાગે છે.

૩. ચા (Tea)- ચા બનાવવામાં ૫ મરીના દાણા, ૫ લવિંગ વાટી અને થોડો સુકવી લો તેમાં આદુનો પાવડર નાખો. દિવસમાં બે વાર આ પ્રકાર ની મસાલા ચા પીવો. મસાલા ચા પિતા રહેવાથી કમરના દુખાવામાં લાભ થાય છે.

૪. કઠણ પથારી (Tough Bedding) – કઠણ પથારી પર સુવાથી પણ કમરના દુખાવામાં ખુબ જ આરામ મળે છે. આવું કરવાથી કમર સમતલ રહે છે અને આખી કમર પર સમાન દબાણ પડે છે. ઊંધું પેટના બળે સુવું તે પણ હાનીકારક છે.

૫. તજ (Cinnamon) – ૨ ગ્રામ તજનો પાવડર એક ચમચી મધમાં ભેળવીને દિવસમાં બે વાર લેતા રહેવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

૬. શરીરને ગરમ રાખો (Warm Body)- કમરનો દુખાવો જુનો હોય તો શરીરને ગરમ રાખો અને ગરમ વસ્તુઓ ખાઓ. આવું કરવાથી કમરના દુખાવામાં ખુબ જ રાહત મળે છે. ઠંડીમાં દુખાવો વધારે હોય તો ધ્યાન રાખો કે દુખાવા વાળો ભાગ હવાના સંપર્ક માં ના આવે.

૭. બરફનો શેક (Ice Foment)- દુખાવા વાળી જગ્યા પર બરફનો પ્રયોગ કરવો પણ લાભકારી ઉપચાર છે. તેનાથી અંદરનો સોજો પણ મટશે. ક્યારેક બરફનો ઉપયોગ કર્યા પછી ગરમ શેક શરુ કરવાથી અનુકુળ પરિણામ આવે છે.

૮. લોબાન (Benzoin)- લોબાન (ગુંદર) કમરના દુખાવામાં ખુબ જ રાહત આપે છે. કમરના દુખાવામાં ઉપચાર માટે લોબાન ની અડધી ચમચી ગરમ પાણી સાથે સવાર-સાંજ સેવન કરો. આવું કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. (ગુંદર પર બીજો આખો લેખ ટૂંક સમય માં આપવાના છીએ)

બીજા કેળ અને ઘૂંટણ નાં દર્દ માટે આકળા નો ઉપચાર જાણવા ક્લિક કરો આની પર >>> ફક્ત ૧૦ મીનીટમાં ઘુટણ, હાથ, અને કમરના દુખાવાને મૂળ માંથી નાશ કરે દે આ નુસ્ખા

હવે તમે આગળ પણ આને શેયર જરૂર કરો. જય હિન્દ. અને હા આવી અપડેટ માટે તમેં અમારા પેજ ને લાઇક કરવાનું ના ભૂલો. દરેક લોકો નું સ્વાસ્થ્ય સારું રહે તેમના દુખ દર્દ ઠીક થાય એ માટે દરરોજ પ્રાથના જરૂર કરજો.