આજકાલ યુવાનો માં પણ જોવા મળતો પીઠના દુઃખાવા નો આયુર્વેદિક ઘરેલું ઉપાય

 

આજની દોડધામ વાળા જીવનમાં પીઠનો દુઃખાવો થવો એક સામાન્ય વાત છે. પીઠના દુઃખાવા ના ઘણા કારણો છે જેમ કે સર્જીકલ ડીલેવરી, ખોટી રીતે સુવું કે બેસવું વગેરે. મહિલાઓમાં સામાન્ય રીતે ઉચી હિલ વાળા સેન્ડલ પહેરવાથી કમરનો દુઃખાવો થવાની શક્યતા રહે છે. આમ તો પીઠના દુઃખાવા માટે એલોપેથી જેવા ઈલાજ રહેલા છે. પણ આયુર્વેદિક સારવાર પીઠના દુખાવાનો ચોક્કસ ઈલાજ હોય છે. આયુર્વેદ ના હિસાબે કમરના દુખાવાનું મુખ્ય કારણ કબજિયાત છે, જેને આયુર્વેદિક સારવારથી સરળતાથી ઠીક કરી શકાય છે. આવો જાણીએ પીઠના દુખાવાની આયુર્વેદિક સારવાર વિષે.

પીઠના દુઃખાવા નો આયુર્વેદિક ઈલાજ

આયુર્વેદ માં થોડી એવી ઔષધીઓ વિષે જણાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરીને પીઠના દુઃખાવામાંથી છુટકારો મેળવી શકાય છે. કમર નો દુઃખાવો થાય તો દશમૂળ ની રાબ સવાર સાંજ પાણી સાથે પીવી જોઈએ. કમરના દુખાવાનું મૂળ કારણ કબજિયાત માનવામાં આવે છે, તેથી કબજિયાત થાય એટલે એરંડિયાનું તેલ રાત્રે 15 એમએલ લેવું જોઈએ.

રાત્રે ઘઉંના દાણા ને પાણીમાં પલાળીને સવારે તેને ખસખસ અને ધાણા ના દાણા સાથે દુધમાં નાખીને ચટણી બનાવીને અઠવાડિયામાં બે વખત ખાવાથી ન માત્ર કમરનો દુઃખાવો દુર થાય છે પણ શરીરની શક્તિ પણ વધે છે.

આયુર્વેદિક મહાવિષગર્ભ અને મહાનારાયણ ટેક બન્ને ભેળવીને કમર પર માલીશ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે.

દુઃખાવો ઓછો કરવા માટે અનેક આયુર્વેદિક ઔષધિઓ રહેલ છે જેમાં જુદા જુદા પ્રકારના ગુગ્ગલુ, બાસવેલિયા સેરેટા, અશ્વગંધા ચૂર્ણ, શુદ્ધ શિલાજીત, બલારીષ્ઠ વગેરે સાથે જ ગ્લુગકોસામીન હાઈડ્રોક્લોરાઈડ અને બાસવેલિયા સેરોસા પીઠના દુઃખાવાના નિવારણ માં લાભદાયક છે.

આ ઔષધિઓ નો ઉપયોગ આયુર્વેદિક ડોક્ટરની દેખરેખ માં કરવી જરૂરી છે.

પીઠનો દુઃખાવો મટાડવા માટે ફીજીયોથેરોપીસ્ટ પાસે હળવા હાથે માલીસ કરાવવું જોઈએ. તેનાથી ક્શેરુકાઓ પોતાની યોજ્ઞ જગ્યાએ બેસી જાય છે અને દુઃખાવાથી છુટકારો મળવામાં સરળતા થાય છે.

પીઠના દુઃખાવાથી બચવા માટે જરૂરી છે કે ક્યારેય વાંકા વાળીને વજન ન ઉપાડવો, જયારે પણ ખુરશી ઉપર બેઠા હો કે પલોઠી વાળીને બેઠા હો તો આગળની તરફ નમીને ન બેસવું, કલાકો સુધી બેસવું હોય તો વચ્ચે વચ્ચે હલન ચલન કરતા રહો.

25 ટકા કીબોર્ડ વાપરનારાઓને કોમ્પ્યુટર ઉપર કામ કરવાથી સર્વાંઇકો બ્રેકિયલ સિન્ડ્રોમ થઇ જાય છે. તેમની છાતી, ખંભા, પીઠ અને ગરદન ની પેશીઓ અને તંતુ તણાવભરેલા રહે છે આ તકલીફથી બચવા માટે જરૂરી છે કે શરીરને નિયમિત કસરત થી સ્ફૂર્તિદાયક રાખો.

સામાન્ય રીતે પીઠ નો દુઃખાવો ઉંમર સાથે જોડાયેલ રોગ છે. ઉંમર વધુ થાય એટલે બીજા હાડકાઓ સાથે કશેરુક પણ નબળો થઇ જાય છે અને તેમાં કેલ્શિયમ ની ઉણપ થઇ જાય છે.

યોગ્ય કસરત અને આયુર્વેદિક ઔષધિઓ ના સેવન ની સાથે સાથે સામાન્ય સાવચેતી રાખીને પીઠના દુઃખાવાથી છુટકારો મેળવી શકાય છે.

પીઠના દુઃખાવા માટે સાવચેતીઓ

કમરના દુઃખાવાના રોગીએ હમેશા કડક પથારી ઉપર સુવું જોઈએ.

કામ કરતા સમયે શરીર એકદમ સીધું રાખવું.

પીઠ ઉપર હળવા હાથથી માલીશ કરવું.

વધુ વજન વાળી વસ્તુ ન ઉપાડવી.

કમર માટે રોજ હળવી એવી કસરત જરૂર કરવી.

ખાવામાં કેલ્શિયમ અને વિટામીન નું પ્રમાણ વધારી દો.