કમર પાતળી, આકર્ષિત અને સુડોળ બનાવવાના રામબાણ ઉપાય છે ખુબ સરળ, આજથી જ અપનાવો

કમરને આકર્ષક, સુડોળ અને પાતળી બનાવવામાં ઉપાય :

નારીની સુંદરતાનો મુખ્ય આધાર તેની સુંદર, પાતળી અને સુડોળ કમર છે. કમરના બેડોળ થવાથી જ તેનું બધું આકર્ષણ પૂરું થઇ જાય છે. આજે અમે તમને એવા જ થોડા ઉપાયો જણાવી રહ્યા છીએ, જે અપનાવીને તમે તમારી કમરને ઝીરો સાઈઝ કરી શકો છો, આવો જાણીએ.

સામાન્ય રીતે આકર્ષક કમરનો પરિઘ નિતંબ અને વક્ષસ્થળથી ૬-૧૦ ઇંચ ઓછો હોવો જોઈએ. ઊંચાઈ મુજબ કમરની સાઈઝ જુદી જુદી હોઈ શકે છે. ખોટી ટેવો અને દેખરેખના અભાવે કમરનો આકાર બગડી જાય છે.

બચાવના ઉપાય :

કમરને સુંદર અને સુડોળ જાળવી રાખવા માટે સૌથી પહેલા પોતાના ખોરાક વિષે સાવચેત થવું.

ખાંડ, સ્ટાર્ચ, ચરબીયુક્ત પદાર્થ અને વધુ કેલેરી વાળા પદાર્થ વગેરેનું ઓછું સેવન કરો.

સંતુલિત અને પોષ્ટિક ખોરાકનું સેવન કરો.

જેટલી ભૂખ હોય તેનાથી થોડું ઓછું ખાવ.

સુડોળ કમર માટે પેટ અને કુલા ઉપર ચરબી ન વધવા દો.

નિયમિત કસરત કરો. સવારે ચાલવા જવું, દોરડા કુદ, નૃત્ય કરવું, યોગાસન વગેરેથી કમર સુડોળ બને છે.

માથાની નીચે ઊંચું ઓશીકું રાખવું કમરના સોંદર્ય માટે ખુબ જ નુકશાનકારક હોય છે. તે ટેવથી દુર રહો.

ઉંચી એડીના બુટ-ચપ્પલ કમરનો આકાર બગાડી દે છે.

કમર ઉપર લટકાવેલ ચાવીઓનો વજનદાર ગુચ્છો પણ કમરનું સોંદર્ય બગાડી દે છે. એટલે કે ચાવીઓનો વજનદાર ગુચ્છો કમર ઉપર ન લટકાવો.

ઉપયોગી કસરત :

સીધા ટટ્ટાર ઉભા થઇ જાવ, પછી ધીમા ધીમે નીચે તરફ વળતા પોતાના બન્ને હાથની આંગળીઓથી પોતાના બન્ને પગના પંજા પકડો.

ત્યાર પછી ડાબા હાથથી જમણા પગના અંગુઠા અને જમણા હાથથી ડાબા પગના અંગુઠા પકડવાનો પ્રયત્ન કરો. ધ્યાન રાખશો પગ વળે નહિ. આ ક્રિયાને વારા ફરતી રીતે ૧૦-૧૨ વખત કરો.

સીધા ઉભા થઇ જાવ. બન્ને પગ વચ્ચે એક ડગલું જેટલું અંતર રાખો. હવે ધીમે ધીમે આખા શરીરને એક તરફ નમાવો. જમણા હાથથી ડાબા ગોઠણને અડો. શરીરને જેટલું નમાવી શકો એટલું નમાવો. આ ક્રિયા ડાબી બાજુ પણ કરો. આ કાર્યને વાર ફરતી ૧૦-૧૨ વખત કરો.

લોબી ઉપર બેસી જાવ. બન્ને પગને સામેની તરફ ફેલાવો. બન્ને હાથોને માથા ઉપર લઇ જઈને બન્ને હાથની આંગળી ફસાવો. પછી ધીમે ધીમે સામેની તરફ અને વધુમાં વધુ શરીરને નમાવો. આ ક્રિયા ૫-૭ વખત કરો.

ઘરેલું ઉપચાર :

બે ચમચી બેસન, બે ચમચી મિલ્ક પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું આ વધને ગુલાબજળમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. તેને કમરની ચારે બાજુ લેપની જેમ લગાવો. સુકાઈ જાય એટલે સારી રીતે સાફ કરી લો. તેનાથી કમર સુંવાળી અને સ્વચ્છ થઇ જાય છે.

કમરના જે ભાગ ઉપર પેટીકોટ કે સદી બાંધવામાં આવે છે. ત્યાં કાળાશ ઉપર બટેટા, પોપૈયું કે અનાનસની સ્લાઈસ ઘસો. કાળાશ દુર થશે.

કમરમાં વધુ કાળાશ હોવા ઉપર અડધું લીંબુ ઉપર અડધી ચમચી ખાંડ મુકીને ધીમે ધીમે ઘસો. તેનાથી કાળાશ મટી જાય છે.

ચાર ચમચી ચોકર, એક ચમચી ચંદનનો પાવડર અને એક ચમચી મુલતાની માટી આ બધાને કાચા દુધમાં પેસ્ટ બનાવીને કમર ઉપર ઘસો. તેનાથી કમરની ત્વચા ચોખ્ખી અને સુંવાળી થાય છે.

તમે આ જાણકારી ફેસબુક ઉપર મેળવવા માટે અમારા ગ્રુપ “આયુર્વેદિક સરળ ઉપચાર” અને આમારા પેજ સાથે જરૂર જોડાયેલા અને તમારા મિત્રોને પણ જોડાવા માટે આવકારો.