જો સમયસર કમળાનો ઉપચાર ના કર્યો તો દર્દી નો જીવ પણ જઈ શકે છે જાણો કમળા વિષે

કમળો લીવર સંબંધિત રોગ છે. આ રોગ માં દર્દીની આંખો પીળી પડી જાય છે, મૂત્રનો રંગ પીળો થઇ જાય છે, વધુ તીવ્રતા થવા પર મૂત્ર નો રંગ વધુ ખરાબ થાય છે. કમળો દેખાવમાં ખુબ જ સાધારણ રોગ લાગે છે, પરંતુ જો આનો સાચા સમય પર ઉપચાર ન થાય તો આ ભયંકર પરિણામ આપી શકે છે, આમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. કમળો જુનો હોય કે નવો ઘરગથ્થું દેશી ઉપચાર અને આયુર્વેદિક દવાથી તમે આનો ઉપચાર કરી શકો છો.

આ રોગ થી છુટકારો મેળવવામાં ઉપચારની સાથે પરેજી પાડવી પણ જરૂરી છે અને જયારે તમને કમળા ના લક્ષણ દેખાવા લાગે ત્યારે તેનો ઉપચાર શરુ કરો. કમળાના ત્રણ પ્રકાર છે, હિપેટાઈટીસ સી (કાળો કમળો), હિપેટાઈટીસ બી અને હિપેટાઈટીસ એ. આ લેખમાં આપણે જાણીશું.

કમળાના લક્ષણ:

આના લક્ષણ શરૂઆતમાં દેખાતા નથી પણ આ રોગ જયારે વધી જાય છે, ત્યારે દર્દીની આંખો અને નખ પીળા પડી જાય છે, તેના સિવાય પેશાબ પીળા રંગનો આવવા લાગે છે અને ખાવાનું સરખી રીતે પચતું નથી. તેના સિવાય કેટલાક અન્ય લક્ષણ પણ છે જેનાથી કમળાની ઓળખાણ કરી શકાય છે, જેમ કે તાવ આવવો, માથું દુખવું, આંખો દુખવી, ભૂખ ઓછી લાગવી, ઉલટી આવવી, ગભરામણ થવી, નબળાઈ આવવી અને જલ્દી થાક લાગવો.

કમળાનું કારણ:

ઇન્ફેકશન થવાથી, લીવર નબળું થવાથી, શરીરમાં લોહીની ઉણપ રહેવાથી, રસ્તા પરની કાપેલી, ખુલ્લી અને દુષિત વસ્તુઓ ખાવાથી, તળેલા અને ચરબીયુક્ત આહાર, વધારે પ્રમાણમાં માખણ, માંસ, ચા, કોફી, અથાણું, મસાલા અને દાળ વગેરે બધી ચરબી જેવી કે ઘી, ક્રીમ અને તેલ.

કમળાના ઉપચાર માટેના ઘરગથ્થું ઉપાય અને નુશ્ખાં:

ડુંગળી છોલીને તેને બારીક કાપી પછી ખાંડેલુ મરી, થોડું સંચળ અને લીબુનો રસ તેમાં ભેળવીને દરરોજ દિવસમાં સવાર સાંજ સેવન કરો, તાજા મૂળાના લીલા પાંદડા ખાંડીને રસ કાઢો અને તેને ગાળીને પીવો. આ ઉપાયથી દર્દીના હ્રદયની નબળાઈ દુર થાય છે, પેટના આંતરડાં સાફ થાય છે અને ભૂખ લાગવા લાગે છે, કમળાના દર્દીએ દરરોજ તાજો શેરડીનો રસ પીવો જોઈએ તેનાથી કમળાથી જલ્દી રાહત મળે છે, લસણની ત્રણ-ચાર કળીઓ ખાંડીને દૂધ સાથે લો, તેનાથી કમળાનો મૂળમાંથી ઉપચાર થાય છે અને લીવરને શક્તિ મળે છે, ચણાની દાળ રાત્રે પલાળીને રાખો. સવારે આમાંથી પાણી કાઢી લો અને ગોળ ભેળવીને ખાઓ.

સતત કેટલાક દિવસ આ નુસ્ખો કરવાથી કમળામાં રાહત મળે છે, કમળાના દર્દીએ ગાજર અને ફુલાવર નો રસ બરાબર મેળવીને એક ગ્લાસ પીવો જોઈએ. આ જ્યુસને કેટલાક દિવસ સતત પીવાથી કમળામાં જલ્દી આરામ મળે છે, લીંબુનો રસ કમળામાં ખુબ જ ફાયદાકારક છે. કમળાથી પીડાતા દર્દીએ દરરોજ લીંબુનો રસ પંદરથી વીસ એમએલ બે થી ત્રણ વાર પીવો જોઈએ. લીંબુ શિકંજી બનાવીને પીવું પણ સારું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.