જયારે મહાદેવના ગુસ્સાથી ભસ્મ થઇ ગયા હતા કામદેવ, રતિને આપ્યું હતું વચન

મહાદેવને ભોળા ભંડારી પણ કહે છે, અને એવું એટલા માટે કેમ કે તે ઘણા જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. કહેવામાં આવે છે કે ભોળા બાબા તો એટલા ભોળા છે કે પ્રેમથી કોઈ એક લોટો જળ પણ ચડાવી દે તો ખુશ થઇ જાય છે. આમ તો મહાદેવ જેટલા જલ્દી પ્રસન્ન થાય છે એટલા જ જલ્દી નારાજ પણ થઇ જાય છે. એમની એક ત્રીજી આંખ પણ છે અને કહેવાય છે, કે જયારે આ ત્રીજી આંખ ખુલે છે તો આખું બ્રહ્માંડ પૃથ્વી બધું જ વેર વિખેર થઇ જાય છે. એવો જ એક કિસ્સો જોડાયેલો છે મહાદેવનો કામદેવ સાથે જેમાં કામદેવે તેમના ભયંકર ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

સતીએ કરી લીધું હતું અગ્નિસ્નાન : આ વાત એ સમયની છે જયારે મહાદેવ સાથે પાર્વતી નહિ પરંતુ તેમનું પાર્વતી પહેલાનું રૂપ એટલે સતી રહેતી હતી. સતીએ પોતાના પિતાની વિરુદ્ધ જઈને મહાદેવ સાથે લગ્ન કર્યા હતા. એક વખત રાજા દક્ષએ પોતાને ત્યાં યજ્ઞ રાખ્યો હતો. એમાં એમણે પોતાની દીકરી અને જમાઈને જ ન બોલાવ્યા. દેવી સતી પોતાના પિયરમાં થતા કાર્યક્રમ વિષે સાંભળે છે તો ઘણી ખુશ થાય છે. તે વગર કોઈ આમંત્રણથી પોતાના પિયર પહોંચી જાય છે. રાજા દક્ષ ત્યાં પોતાની દીકરીને જોઇને રાજી થવાને બદલે તેમનું અપમાન કરે છે. સાથે જ ભગવાન શિવનું પણ અપમાન કરે છે. સતી પોતાના પતિનું અપમાન સહન નથી કરી શકતી અને યજ્ઞ કુંડમાં કુદીને પોતાને ભસ્મ કરી લે છે.

વેરાગી બની જાય છે શિવ :

મહાદેવએ જયારે આ વાત જાણી તો તે પોતાનું સંતુલન ગુમાવવા લાગે છે. માં સતીના મૃત્યુ થયા પછી ભગવાન શિવ સંસારનો ત્યાગ કરી દે છે. એવું લાગે છે કે તેમનો પોતાના ઉપર પણ વશ નથી. તે વેરાગી બની જાય છે અને ગંગા તમસાના સંગમ ઉપર આવીને સમાધીમાં લીન બની જાય છે. શિવના આ રૂપથી સમસ્ત લોક સંસારમાં હાહાકાર મચી જાય છે. સૌ તેમને સમજાવા પ્રયાસ કરે છે, પરંતુ મહાદેવ કાંઈ જ નથી સાંભળતા.

કામદેવ ચલાવે છે બાણ :

ત્યાં બીજી તરફ સતી પાર્વતીના રૂપમાં જન્મ લે છે. તેમના મનમાં મહાદેવ સાથે લગ્નની ઈચ્છા ઉત્પન થાય છે. શિવ વેરાગી બની ગયા છે. તેમના મન માંથી પ્રેમ અને કામની તમામ ભાવનાઓ દુર થઇ ગઈ છે. કોઈને સમજાતું નથી કે મહાદેવનો ફરી વખત પાર્વતી સાથે કેવી રીતે મેળાપ કરાવી શકાય. તેના માટે કામદેવ મહાદેવ પાસે જાય છે. કામદેવ કોઈના પણ મનમાં વાસના ઉત્પન કરવાનું કામ કરી શકે છે. સૌ તેમને વિનંતી કરે છે કે મહાદેવના મનમાં કામનાને જાગૃત કરો જેથી તે ફરી વખત પાર્વતી માતા સાથે લગ્ન કરી શકે.

કામદેવની પત્ની છે રતિ. તે તેમની સાથે મળીને મહાદેવની અંદરના કામ ભાવને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. મહાદેવ ઉપર કામદેવના કોઈપણ પ્રયાસનું કોઈ ફળ નથી નીકળતું. ત્યારે કામદેવને એક યુક્તિ સુઝે છે. તે એક ઝાડની પાછળ છુપાઈને શિવજી ઉપર પુષ્પ બાણ ચલાવે છે. બાણ સીધું તેમના હ્રદયમાં લાગે છે. મહાદેવ સમાધી તુટવાથી અત્યંત ગુસ્સામાં આવી જાય છે અને ત્રીજી આંખથી કામદેવને ભસ્મ કરી દે છે.

રતિને આપે છે વરદાન :

રતિ પોતાના પતિની ભસ્મ લઈને પોતાના શરીર ઉપર ઘસીને રડવા લાગે છે. બીજી તરફ ભગવાન શિવના મનમાં પ્રેમ ભાવના જાગૃત થાય છે. જયારે તેમને ખબર પડે છે કે તે આયોજન હતું જેથી તે અને પાર્વતી એક થઇ શકે, તો મહાદેવ રતિને વચન આપે છે. તે રતિને કહે છે, કે તારો પતિ યદુકુલમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર તરીકે જન્મશે અને ત્યાર પછી તારું તેની સાથે મિલન થશે. ત્યાર પછી પાર્વતી અને શિવના લગ્ન થઇ જાય છે અને આવતા જન્મમાં કામદેવ પોતાની પત્નીને ફરી મળી જાય છે.