નબળાઈ ના સરળ આયુર્વેદિક ઉપાય, પુરુષો જરૂર અજમાવો આ ખાવું ગમે એવા છે ઉપાય

ઉનાળા માં થાક, નબળાઈ જેવી તકલીફ હવે વધતી જાય છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરદ્વાર ના સ્વસ્થવૃત્ત વિભાગના એચઓડી ડો.અવધેશ મિશ્રાના જણાવ્યા મુજબ આયુર્વેદ માં આ સીઝન માં નબળાઈ દુર કરવા માટે ઘણા ઘરેલું નુસ્ખા બતાવવામાં આવ્યા છે. ડો. મિશ્રા નું કહેવું છે કે નિયમિત આ નુસખાના ઉપયોગ થી ફક્ત શરીરમાં જ ઠંડક નથી મળતી પરંતુ નબળાઈ અને થાક દુર કરશે અને શક્તિ પણ મળશે.

આગળ ૧૦ મુદ્દા માં જાણો ક્યાં આયુર્વેદિક નુસ્ખા થી દૂર થશે શરીરની નબળાઈ…

૧. ગુલકંદ : રોજ સવાર સાંજ ઠંડા દુધમાં ૨ ચમચી ગુલકંદ ભેળવીને પીઓ, નબળાઈ દુર થશે.

૨. કેળા,દૂધ અને મધ : રોજ સવારે અને સાંજે એક ગ્લાસ દુધમાં ૧ કેળું અને એક ચમચી મધ ભેળવીને પીઓ.

૩.દાડમ નું જ્યુસ : દાડમનું જ્યુસ દરેક પ્રકારની નબળાઈ દુર કરે છે. સવાર સાંજ એક ગ્લાસ તાજું જ્યુસ પીઓ.

૪. દ્રાક્ષનું જ્યુસ : તેમાં રહેલા એન્ટીબાયોટિકસ નબળાઈ દુર કરીને શક્તિ આપે છે. સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે.

૫. સૂકી દ્રાક્ષ નું પાણી : રાત્રે ચોખ્ખા પાણીમાં ૫ સૂકી દ્રાક્ષ પલાળો સવારે આ પાણી પીઓ અને દ્રાક્ષ ને ચાવીને ખાઈ લો.

૬. દહીં ને મધ : દિવસમાં બે અથવા એક કટોરી દહીં માં એક ચમચી મધ ભેળવીને ખાવ, નબળાઈ દુર થશે અને શક્તિ મળશે.

૭. બદામ અને અંજીર : રાત્રે બે બે બદામ અને અંજીર પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને પીઓ અને બદામ અને અંજીર ચાવીને ખાઈ લો.

૮. કાળા ચણા : રાત્રે ચોખ્ખા પાણીમાં એક મુઠી કાળા ચણા પલાળી દો. સવારે ઉઠીને આ પાણી પીઓ અને ચણા ચાવીને ખાઈ લો.

૯. આમળા નું જ્યુસ : એક કપ પાણીમાં બે ચમચી આમળા નું જ્યુસ ભેળવીને સવારે ખાલી પેટ પીઓ. નબળાઈ દુર થશે.

૧૦. જેઠીમધ : સુતા પહેલા એક ગ્લાસ હુફાળા દુધમાં એક ચમચી જેઠીમધ અને બે ચમચી મધ ભેળવી ને પીઓ.

કમજોર માણસને પણ 3 દિવસમાં પહેલવાન બનાવી નાખે છે આ ઝાડનું પાન, જાણો અહી.

વડનું વૃક્ષ પુરુષોના પૌરૂષત્વની નબળાઈ દુર કરવાની સાથે-સાથે શરદી જુકામ તાવ અને ડાયાબીટીસને દુર કરે છે. આ વુક્ષ દેખાવમાં વિશાળ હોવાની સાથે-સાથે શરીર માટે ઘણું જ ફાયદાકારક હોય છે. અને તેમાં ઘણા ઔષધીય ગુણો મળી આવે છે.

આવો વડના વૃક્ષના ફાયદા જાણીએ. પુરુષોની નબળાઈ દુર કરવામાં મદદરૂપ છે વડનું વૃક્ષ, અને ઘણા રોગોમાં પણ છે ફાયદાકારક.

દાંતોની બીમારીઓ :

વડના વૃક્ષનું દૂધ રૂ ની મદદથી દાંતો ઉપર લગાવવાથી દાંતોની જીવાત તરત મરી જાય છે. તે ઉપરાંત ૧૦ ગ્રામ વડની છાલ, કાથો અને બે ગ્રામ કાળા મરીને વાટીને દાંતો ઉપર મંજનની જેમ ઉપયોગ કરવાથી દાંતોની તમામ પ્રકારની બીમારીઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંતમાં જીવાત પડવી, સડો અને પાયોરિયા દુર થઇ જશે.

વધુ જાણવા માત્રે ક્લિક કરો >>>>>> કમજોર માણસને પણ 3 દિવસમાં પહેલવાન બનાવી નાખે છે આ ઝાડનું પાન…. ઘડપણમાં પાછી આવી જશે જવાની