કંપનીનું વચન માત્ર ભારતને જ આપશે આધુનિક F-21 લડાયક વિમાન, થર થર ધ્રુજશે દુશ્મન.

રાફેલ અને તેજસ સાથે એફ-૨૧નો ઉમેરો ભારતીય વાયુસેનાને ઘણી શક્તિશાળી અને મારક બનાવશે

અમેરિકી વાયુસેનાની લાઈફલાઈન ગણવામાં આવતી લાકહિડ માર્ટીન કંપનીએ જાહેરાત કરી છે કે તે અતિ આધુનિક એફ-૨૧ લડાયક વિમાન માત્ર ભારતને આપવા માટે તૈયાર છે. ભારતીય વાયુસેના એફ-૨૧ ખરીદવાનો નિર્ણય કરે છે તો કંપની તેને દુનિયાના કોઈ બીજા દેશને નહિ આપે. સાથે જ તેમનું માનવું છે કે નવા રાફેલ લડાયક જેટ અને તેજસ વિમાનો સાથે એફ-૨૧નો ઉમેરો ભારતીય વાયુસેનાને ન માત્ર ઘણું શક્તિશાળી પરંતુ મારક પણ બનાવશે.

ભારતીય વાયુસેનાના ૧૧૪ નવા લડાયક વિમાનો ખરીદવાની હરીફાઈના જોડાવા દુનિયાની સૌથી મોટી એરોનાટીક્સ કંપની લાકહિડ માર્ટીનના વાઈસ પ્રેસીડેંટ એરોનાટીક્સ સ્ટ્રેટજીના વિવેક લાલે દૈનિક જાગરણ સાથે ખાસ વાતચીત દરમિયાન એ વાત જણાવી. ભારતીય વાયુસેના તરફથી વિમાનોની ખરીદી પ્રક્રિયા શરુ કરવા માટે બહાર પાડવામાં આવેલી આરએફઆઈમાં એફ-૨૧એ પણ પોતાનો પ્રસ્તાવ આપ્યો છે.

તેમણે જણાવ્યું કે આ ક્રમમાં વાયુસેના તરફથી થોડા પ્રશ્નો અને સ્પષ્ટીકરણ કરવામાં આવેલા, જેનો અમે જવાબ આપી દીધો છે. હવે આગળની પ્રક્રિયા થશે. લાલે જણાવ્યું કે જ્યાં સુધી એફ-૨૧ની ભારતને પૂર્તતાનો પ્રશ્ન છે તો વાયુસેનાની શરતો અનુરૂપ ૧૮ વિમાન સંપૂર્ણ રીતે તૈયાર આવશે. બીજા વિમાન અમે ભારતમાં ટાટા ગ્રુપ સાથે મળીને બનાવીશું.

એફ-૨૧ લડાયક વિમાનની ખાસિયતની ચર્ચા કરતા લાલે જણાવ્યું કે સિંગલ એન્જીન વિમાનની આ શ્રેણીમાં આ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનીકથી સજ્જ વિમાન છે. સિંગલ એન્જીનને કારણે જ તે હળવું છે અને એટલા માટે ૪૦ ટકા વધુ હથીયાર લઈને ઉડી શકવાની ક્ષમતા છે. એફ-૨૧ અતિઆધુનિક ઈશા રડાર સાથે ભારતની સુરક્ષા જરૂરિયાતો મુજબ વિશેષ ઈલેક્ટ્રોનિક વાર ફેયરથી પણ સજ્જ હશે.

તેની બમણી ફ્યુલીંગ મેકેનીજ્મ અને નવી પદ્ધતિનું કોકપીટ તેનાથી વાયુસેના માટે ખાસ બનાવશે. સિંગલ એન્જીન લડાયક વિમાન હોવાને કારણે તે ડબલ એન્જીન જેટની સરખામણીમાં ૩૦ થી ૪૦ ટકા સસ્તું પણ હશે. તેવામાં જયારે ૧૧૪ નવા વિમાન ખરીદવાના છે, તો તે ગણતરીમાં તે બચત પણ મોટી હશે.

દુનીયાના કોઈ બીજા દેશને નહિ આપે

પાકિસ્તાનની પહેલા એફ-૧૬ વિમાન આપવાના કંપનીએ પહેલાના સોદાને ધ્યાનમાં રાખીને ભારતને કેવી રીતે વિશ્વાસ અપાવશે કે વિરોધીને એફ-૧૬ ટેકનીક ન મળે? વિવેકે જણાવ્યું કે એફ-૧૬ દુનિયાના ૨૮ પ્રતિષ્ઠિત દેશોની વાયુસેના ઉપયોગ કરી રહી છે અને લગભગ ૩૦૦૦ એવા વિમાન ઉડી રહ્યા છે. પરંતુ જયારે ભારતને એફ-૨૧નું આપણું સૌથી સુપીરિયર વર્જન આપશે, તો અમે વચન આપી શકીએ છીએ કે આ વિમાન દુનિયાના કોઈ બીજા દેશને નહિ આપે.

લાલના જણાવ્યા મુજબ એફ-૨૧ની ભારત માટે વિશિષ્ઠતાનો અંદાઝ તેની ઉપરથી લગાવી શકાય છે કે એફ-૧૬ ફેમીલી અમેરિકા વાયુસેના માટે ઘણું વિશેષ છે. તેવામાં ચોથી જેનરેશનના એફ-૨૧ની પૂર્તતા માત્ર ભારતને થશે તો ભારતીય વાયુસેના અને અમેરિકી વાયુસેના વચ્ચે જોરદાર સમાનતા જોવા મળશે.

સિંગલ એન્જીન જેટની સુરક્ષા ચિંતાના વિષય સાથે જોડાયેલા પ્રશ્નો ઉપર વિવેકે જણાવ્યું કે વર્ષોના રીસર્ચ પછી ટેકનોલોજી આ સમયમાં આવી ગઈ છે, જ્યાં સિંગલ એન્જીન જેટ એટલા જ સારા છે જેટલા ડબલ એન્જીન. અમેરિકા એફ-૩૫ જેટ તરફ આગળ વધ્યું છે અને તે પણ સિંગલ એન્જીન વિમાન છે. એટલા માટે વિશ્વસનીયતા અને વિશ્વાસની કસોટી ઉપર એફ-૨૧ દુનિયાનું સર્વશ્રેષ્ઠ લડાયક જેટમાં જોડાયું છે.

રાફેલની સરખામણીમાં એફ-૨૧ની સરખામણીના પ્રશ્ન ઉપર વિવેક લાલે જણાવ્યું કે અમે માનીએ છીએ કે તેજસ અને રાફેલ બંને સાથે એફ-૨૧ ભારતીય વાયુસેનાને ઘણી શક્તિ પૂરી પડતા શક્તિશાળી બનાવશે. રાફેલ જ્યાં ડબલ એન્જીન એયરક્રાફ્ટ છે, તો તેજસ એયર ડીફેંસ એયરક્રાફ્ટ અને એફ-૨૧ એયર સુપુરિયોરીટી એયરક્રાફ્ટ અને ત્રણે જેટ એક બીજાના પુરકની જેમ ભારતીય વાયુસેનાને જોરદાર બનાવશે.

ખાસ કરીને એ જોતા કે એફ-૧૬ ફેમીલીના વિમાનમાં ૧૩૮ રીતે હથીયારોથી સજ્જ કરવાનો ઈતિહાસ રહ્યો છે અને એફ-૨૧ તો તેનાથી પણ ૪૦ ટકા વધુ હથીયારોથી સજ્જ રહેશે. તેમણે જણવ્યું કે મેક ઈન ઇન્ડિયાની ગુણવત્તા ઉપર પણ એફ-૨૧ માંથી પાર ઉતરવામાં કોઈ મુશ્કેલી નહિ રહે કેમ કે ટાટા ગ્રુપ સાથે અમારી સંયુક્ત ભાગીદારી પહેલાથી ચાલી રહી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.