કાનના દુ:ખાવાનો ઘરેલું ઉપચાર !!
કાનનો દુ:ખાવો બાળકો અને મોટામાં ખુબ સામાન્ય વાત છે. આમ તો કાનનો દુ:ખાવો સહન કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. પણ મોટા તો કોઈને કોઈ રીતે સહન કરી લે છે, બાળકોમાં તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે, કેમ કે કાનના દુ:ખાવો તેને ખુબ પરેશાન કરી શકે છે. ત્યાં સુધી કે તેની ભૂખને પણ મટાડી શકે છે. તેથી તમારા કાન હમેશા સાફ રાખો. તમે તમારા કાનની સફાઈ સ્નાન કરતી વખતે કરી શકો છો.
કાનનો દુ:ખાવો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેવા કે ખુબ વધુ પ્રમાણમાં ઠંડી, કાનમાં પાણી વહેવું વગેરે. કાનનો દુ:ખાવો બાળકોને હોય કે મોટાને હોય, દરેકને પરેશાન કરી શકે છે અને તે સમયે તમે હમેશા એવો ઉપચાર ઈચ્છો છો જેનાથી તરત આરામ મળી જાય.
કાનનો દુ:ખાવો ખુબ પીડા દાયક દુઃખાવા માંથી એક હોય છે, તે સહન શક્તિથી બહાર હોય છે. કાનનો દુ:ખાવો વધુ આવાજ, શરદી, જુકામ, નાસિકા માર્ગમાં અટકાવ, કાનમાં મેલ જામી જવો કે પછી કાનમાં નુકશાન થવું વગેરેથી થાય છે.
કાનનો દુ:ખાવો નાના અને નવજાત શિશુમાં ઘણી સામાન્ય વાત છે. કાનમાં દુ:ખાવો કાનની વચ્ચે બેક્ટેરિયા અને વાયરસના ચેપ થઇ જવાથી થાય છે. કાનમાં દુ:ખાવો ચેપ (Ear Infection), મેલનું જામી જવાથી, પોષક તત્વોની ઉણપ થઇ જવાથી, વારસાગત, દારૂની ટેવને કારણે થાય છે.
Samtoms of Ear Infection :
કાનમાં ચેપ થવાના થોડા સામાન્ય લક્ષણ છે, જેવા કે કાનમાં દુ:ખાવો થવો, ઊંઘ આવવામાં તકલીફ, કાનમાંથી પાણી વહેવું, અવાજ ઉપર જવાબ ન આપવો, અને ઉલટી થવી.
૧. લસણ :
લસણમાં દર્દનાશક અને એન્ટીબાયોટીક ગુણ હોય છે, જે કાનના ચેપથી ઉત્પન થતા દુ:ખાવાને ઓછો કરવામાં ઘણી મદદ કરે છે. કાનના દુ:ખાવાને ઓછો કરવામાં લસણની એક કળી ઘણી છે. લસણની એક કળીને તમારા અસરવાળા કાનમાં મૂકી દો. આ લસણની કળીને ઓલીવ ઓઈલમાં નાખીને થોડા ટીપા કાનમાં નાખવાથી લાભ થશે.
૨. નારીયેલ તેલ :
૧/૮ કપ નારીયેલ તેલને ૨ કળી લસણ સાથે પાંચ મિનીટ સુધી ગરમ કરી લો અને પછી તેને પીસી લો. થોડા ટીપા કાનમાં નાખી દો અને પાંચ મિનીટ સુધી સુતા રહો. થોડા દિવસ સતત દિવસમાં બે વખત આમ કરવાથી આરામ મળશે.
૩. મધ :
મધમાં થોડા એવા ગુણ મળી આવે છે જે દર્દનાશક હોય છે. મધના થોડા ટીપા કાનમાં નાખવાથી દુ:ખાવામાં આરામ મળશે.
૪. ઓલીવ ઓઈલ :
આ રીત બાળકો અને મોટા બન્ને માટે સુરક્ષિત છે. તમારે કરવાનું બસ એટલું જ છે કે ઓલીવ ઓઈલને ગરમ કરી લેવાનું છે તેના થોડા ટીપા તમારા કાનમાં નાખી દેવાના છે અને દુ:ખાવો દુર થઇ જશે.
૫. આદુ :
કાનના દુ:ખાવાના ઇલાજમાં આદુના રસનું એક ખાસ સ્થાન છે. આદુમાંથી બનેલ ચા પીવાથી કાનનો દુ:ખાવો દુર થઇ શકે છે. કે પછી આદુનો રસ ઉપયોગ કરી શકો છો. તાજા આદુનો ટુકડો કાપીને તેનો રસ કાઢી લો, અને રસને થોડો ગરમ કરી લો અને તેના ચાર ટીપા કાનમાં નાખવાથી આરામ મળશે.
કાનના દુ:ખાવાનો ઘરેલું ઉપાય :
કાનના દુખાવામાં તરત આરામ માટે તેને ગરમ શેક આપો.
એક બોટલમાં જેતુનનું તેલ લો, તેને હુંફાળું બનાવવા માટે ગરમ પાણીમાં મૂકો અને પછી તમારા કાનમાં તે તેલના ૨-૩ ટીપા નાખી લો અને પછી રૂ થી કાનને બંધ કરી દો. તમારા કાનના દુ:ખાવાના ઘણે અંશે રાહત મળશે.
તમે ડુંગળીની પેસ્ટનો પણ ઉપયોગ કાનની બહારની ચામડીમાં કરી શકો છો તેનાથી પણ તમને કાનના દુ:ખાવામાં રાહત મળશે. આ પેસ્ટને તમારા કાનમાં ઓછામાં ઓછી ૪૫ મિનીટ માટે રહેવા દો.
તમારા નાકને સાફ કરતા રહો જેનાથી પાણી તમારા કાનની નળીમાં ન જામે.
કાન ને લગતા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> કાનમાંથી મેલ કાઢવાની સાચી રીત પણ જાણી લો, ભૂલથી પણ સેફટી પીન ન નાખશો !!
કાન ને લગતા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> તુલસી થી કાન નાં રોગો નો ઈલાજ, બહેરાશને મૂળમાંથી દુર કરે છે તુલસી, જાણો કેવી રીતે
કાન ને લગતા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> જાણો નાના બાળકો નાં કાન વીંધવાની વિધિ કરવાનાં પ્રાચીન કારણ જાણવા ક્લિક કરો