કાન પકડીને ચોરોએ કર્યા મંદિરમાં દંડ બેઠક, પછી તક મળતા જ લઈ ગયા દુર્ગા માં નો મુકુટ

આમ તો માણસ ભગવાનથી દરેક વાત ઉપર ડરે છે પરંતુ જયારે તેની જરૂરિયાત વધે છે તો તે ભગવાનનું ઘર એટલે મંદિરને પણ નથી છોડતો. ભૂલો માણસ કરે છે અને ભગવાન તેને માફ કરી દે છે પરંતુ પ્રશ્ન એ છે કે ભગવાન હોવાને નાતે પણ તે માણસને કેટલી વખત માફ કરે. એક એવો જ કિસ્સો હૈદરાબાદમાં જોવા મળ્યો જ્યારે કાન પકડીને ચોરોએ લગાવી મંદિરમાં ઉઠક બેઠક. ત્યાર પછી દુર્ગા માં ના મંદિર માંથી મુગુટને લઈને ભાગી ગયા.

કાન પકડીને ચોરોએ લગાવી મંદીરમાં ઉઠક-બેઠક

તેલંગાણાના પાટનગર હૈદરાબાદના અવીડસ વિસ્તારમાં આવેલા દુર્ગા મંદિરમાં ગુરુવારની સાંજે એક એવી ઘટના બની જે જાણીને બધા દંગ રહી ગયા. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરોની હરકત કેદ થઇ અને આ ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચોર ઘણા સમય સુધી હાથ જોડીને પ્રાર્થના કરતો રહ્યો અને પછી દેવીનો મુગુટ ચોરીને પોતાના શર્ટની અંદર રાખીને ત્યાંથી ભાગી ગયો.

પોલીસે જણાવ્યું કે પુજારી તે સમયે મંદિરમાં હાજર ન હતા અને જયારે આરોપી ૧૦ હજાર રૂપિયાની કિંમતવાળો ૩૫ તોલા ચાંદીનો મુગુટ ચોરી રહ્યો હતો ત્યારે તેને કોઈએ જોયો પણ નહિ. એક આઘેડ ઉંમરના માણસે મુગટની ચોરી કરી અને તે પહેલા તેણે માફી પણ માગી. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને તેને લીધે મંદિરના  પ્રશાસન સાથે જ પોલીસને પણ શરમાવું પડ્યું.

પોલીસે લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને તે ચોરને પકડવાં માટે પોલીસ દરેક જગ્યાએ તપાસ કરી રહી છે. વિડીયોમાં વાદળી શર્ટ પહેરેલો આરોપી થોડા સમય સુધી દેવીની મૂર્તિ આગળ પ્રાર્થના કરતો રહ્યો અને પછી કાન પકડીને મૂતિની આગળ વારંવાર નમ્યો.

અવીડસ ઇન્સ્પેક્ટર કુંટુલ રવી કુમારે જણાવ્યું, આ ઘટના સાંજે ૬ વાગ્યાની આસપાસ ઘટી છે. જયારે મંદિર ભક્તોને દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. ચોરી પહેલા આરોપી એ પણ જોઈ રહ્યો હતો કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને. ત્યાર પછી તે પોતાના કપડામાં મુગટને છુપાવીને ભાગી ગયો. મંદિરની બહાર આવતી વખતે આરામથી પોતાની બાઈક સ્ટાર્ટ કરી અને ત્યાંથી નીકળી ગયો. પોલીસે આઈપીસીની કલમ ૩૮૦ હેઠળ કેસ નોંધી લીધો છે. પોલીસે પોતાની કાર્યવાહી શરુ કરતા આજુ બાજુની શેરી મોહલ્લામાં ચોરને શોધી રહી છે અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિડીયો :