જાણો નાના બાળકો નાં કાન વીંધવાની વિધિ કરવાનાં પ્રાચીન કારણ જાણવા ક્લિક કરો

બાળકમાં અન્ય વિધિની જેમ કાનવીંધવાની વિધિ ને પણ જરૂરી માનવામાં આવે છે આજે હવે ધીમે ધીમે આધુનિક યુગમાં લોકો આ વિધિથી અલગ થતા જાય છે જુના સમયમાં કાનવીંધવાની વિધિ ને ઘણી મહત્વની માનવામાં આવી છે કે જે વ્યક્તિના કાન નથી વીંધાવ્યા તેને શાસ્ત્રોનુસર શ્રાધના હકદાર જ નથી માનવામાં આવતા તે મુજબ બાળક કે બાળકીના કાન વીંધવામાં આવતા હતા જેનાથી પુરુષને પૂર્ણ પુરુષત્વ અને સ્ત્રીને પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્તિ થાય માટે કાન વીંધવામાં આવતા હતા.

બાળકના જન્મના છ મહિના થી લઈને સોળ માસ અથવા ત્રણ પાંચ સાત વિષમ વર્ષોમાં કે પોતાના બધા જ રીત રીવાજો મુજબ કાનવીંધવાની વિધિ કરાવવી જરૂરી ગણવામાં આવતી પણ કાન શા માટે વીંધવામાં આવતા હતા? આખરે આ રીવાજ કેમ હતો? સૌ જાણે છે કે જયારે પણ કોઈ રીવાજ બને છે તેની પાછળ કોઈને કોઈ મૂળ કારણ જરૂર હોય છે તે પછી વિશ્વાસ હોય ધર્મ હોય કે પછી વિજ્ઞાન હોય તે વિષે લોકોના વિચાર પણ જુદા જુદા હોય છે બસ પોત પોતાના વિશ્વાસ નિમિત હોય છે.

કારણ અને મત

(1) જુના સમયમાં આપણી સારવાર પદ્ધતિ એટલી વિકસિત ન હતી જેને લીધે બાળકોને ઘણા રોગ થયા કરતા હતા તથા આ રોગોથી અકાળે બાળકોના મરણ થયા કરતા હતા અને ત્યારે શિક્ષણના વિકાસનો અભાવ હતો અભણ લોકો અકાળ મરણને લોકો દાનવીય શક્તિ સમજતા હતા તેમનું માનવું હતું કે ધાતુ થી દાનવીય શક્તિ દુર રહે છે એટલે તે લોકો પોતાના બાળકોને કાન વીંધાવી ધાતુથી બનેલ કોઈ વસ્તુ પહેરાવી દેતા હતા આજે પણ જોવા મળે છે કે નાના બાળક પાસે લોઢાનું નાનું ચકતું રાખી દેવામાં આવે છે કે પછી તેના ગળામાં પહેરાવી દેવામાં આવે છે માનવામાં આવે છે કે તેનાથી બુરી નજરથી તેના બાળકનું રક્ષણ થાય છે.

(2) ઘણા લોકોના માનવા પ્રમાણે સૌપ્રથમ બ્રહ્માંડ થી પ્રકૃતિ અને પ્રકૃતિ થી માનવનો જન્મ થયો છે પણ તેમનું મસ્તિક આજ ની જેમ એટલું વિકસિત ન હતું તે કુદરતી તકલીફોને પોતાના દેવતાનો પ્રકોપ ગણતા હતા અને તેને પ્રસન્ન કરવા માટે નર બલી આપ્યા કરતા હતા અને અબોધ બાળક તેનો શિકાર થયા કરતા હતા પણ શરત એ હતી કે જેની બલી આપવાની છે તેના અંગ તૂટેલા ન હોવા જોઈએ અને નહી કે કોઈ કાપાના નિશાન હોવા જોઈએ તે પણ ખુબ જરૂરી હતું મોટા ભાગના માતા પિતા પોતાના બાળકને નર બલીથી બચાવવા માટે તેના કાન વીંધાવતા હતા જેથી તેને બલીમાં અયોગ્ય માનવામાં આવે અને તેની બલી ન આપી શકાય.

(3) એક માન્યતા મુજબ સવાસ્થ્યની દ્રષ્ટીએ પણ ઉપયોગી માનવામાં આવે છે તેથી કાનવીંધવાથી સ્વાસ્થ્યની રક્ષા થાય છે દરિયા કિનારે વસ્તી અનેક જાતિઓ એવું મને છે કે કાનવિધવાથી તેની જોવાની શક્તિ વધી જાય છે તેથી માછીમારો પોતાના બાળકને કાનવીંધાવી દે છે જેથી તેમને જોવાની શક્તિ તેજ થઇ જાય અને દુર સુધી જોઈ શકે.

(4) એક માન્યતા પ્રમાણે એક્યુંપ્રેશર વિદ્યા પાચ હજાર વર્ષ જૂની છે આ પદ્ધતિમાં શરીરમાં જુદા જુદા અંગો ઉપર સુઈ ભોકીને રોગનો ઉપચાર તથા સવાસ્થ્યના બીજા રોગોનો ઉપચાર કરવામાં આવતો હતો તે સમય જ્ડ્ડી બુટ્ટી પુરતો જ ઉપયોગ સીમિત હતો તથા મહિલાઓમાં ગર્ભના સમયે અને પ્રસુતિ પછી ની જાગૃતતા ન હોવાને લીધે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહેતી હતી તથા તે જલ્દી બીમાર થઇ જતા હતા ત્યારે કાનવીંધવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી જતિ હતી તથા તે અકાળે મરણથી બચી શકતા હતા.

(5) આજે ઘણા દેશોમાં તથા અનેક જન જાતિઓમાં એક ખાસ વર્ગમાં કાનવીંધવાનો રીવાજ ઘણા લોકોમાં તો ફેશન કે સુંદર દેખાવા માટે પણ કાનવીંધાવે છે અને આજકાલ તો લોકો કાન ની સાથે સાથે નાક અને જીભ હોઠ નાભી વગેરે પણ વીંધાવે છે તેના વિષે સામાન્ય માણસની તેવી ઈચ્છા રહે છે કે છેવટે કાન જ કેમ વીંધાવે છે. કેમ કે કાનની ચામડી ખુબ મુલાયમ હોય છે અને તે આપણી પાચ ઇન્દ્રીઓમાંથી એક છે તેને વીંધાવવાથી એકાગ્રતા તથા માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે તથા સ્મરણ શક્તિ પણ તેજ થાય છે અને બાળકમાં તે ગુણ પરીપૂર્ણ રીતે રહે માટે કાનને વીંધવામાં આવે છે તે પણ સત્ય છે કે કાનવીંધવાથી ફેફસા,હ્રદય, માથું, ગળું, હાથ અને આંગળીઓ વગેરેનો ઉપચાર ખુબ અસરકારક છે.

(6) કાનની ચારે બાજુ તેલથી કે સુકું માલીશ કરવું કાનને મચકોડવો ખેચવો, ન્હાતી વખતે કાન ચારે બાજુથી ઘસવાથી યાદશક્તિ વધે છે અને જોવાની ક્ષમતા વધે છે તથા નિર્ણય લેવાની શક્તિ વધે છે અને મગજ શક્તિશાળી બને છે ઊંઘ ન આવવી વગેરેમાં કાનવીંધવા ખુબ ઉપયોગી છે.


Posted

in

,

by