જો તમારા કાંડા દુખતા હોય તો વાંચી લો આ દર્દ દૂર કરવા માટેના ઘરગથ્થું ઉપચાર

* ઘણા કારણોથી થઇ શકે છે કાંડા નો દુખાવો.

* કાંડાનો કરો જરૂરી ઉપયોગ.

* દુખાવો થવાપર શેકથી મળે છે રાહત.

* પાટો બાંધીને પણ તમને દુખાવાથી રાહત મળે છે.

તમે આખો દિવસ કોમ્પ્યુટર ઉપર બેસી રહો છો. માઉસ અને કી બોર્ડ ઉપર આંગળીઓ અથડાવવી ભલે તમારા કામનો ભાગ હોય, પણ તેનું વજન તમારા કાંડા ઉપર પડે છે. કોમ્પ્યુટર ઉપર વધુ સમય સુધી કામ કરવાથી કાંડામાં દુખાવો થવા લાગે છે અને સાથે જ કારપલ સિન્ડ્રોમ પણ હોઈ શકે છે. તેથી અમે તમને જણાવી રહ્યા છીએ કાંડાના દુખાવાના ઘરગથ્થું ઉપચાર.

ખરેખર જો તમને આ વાતનો જરા પણ અણસાર હોય કે તમારા કાંડામાં દુખાવાનું કારણ વધુ ગંભીર છે તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. પણ તેના પહેલા તમે પાંચ સરળ ઘરગથ્થું ઉપાય અજમાવી શકો છો. જેનાથી તમને કાંડાના દુખાવામાં રાહત મળી શકે છે. હા તમને ઈજા કે કોઈ બીજા કારણો થી કાંડામાં દુખાવો થઇ રહેલ છે, તો સારું રહેશે કે તમે ડોક્ટર પાસે જાવ.

કાંડાનો કરો જરૂર પુરતો ઉપયોગ

તમારા કાંડા નો વધુ ઉપયોગ ન કરો. આમ તો સાંભળવામાં ખુબ સામાન્ય લાગે છે, પણ એવું છે નહી. શું તમે જાણો છો કે મોટાભાગના લોકો કાંડા ઉપર પટ્ટી બાંધીને પોતાના રોજીંદા કામોમાં લાગી જાય છે. તેનાથી તેમના કાંડા ઉપર વધુ દબાણ પડે છે. ખરેખર તમારા સૌનું પહેલું કામ પોતાના કાંડાને ઠીક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારા કાંડાને આરામની જરૂર છે. બસ એવી જ રીતે જેમ કે તમારા શરીરના બીજા અંગોને કોઈ ઈજા કે અકસ્માત પછી આરામની જરૂર રહે છે. તમારા કાંડાને આરામ આપો અને પછી જુવો તે કેવું કામ કરે છે.

પાટો બાંધો

જો તમને એવું લાગે છે કે તમારા કાંડા ઉપર સતત ઈજા થતી રહે છે, તો તમારે સારી ગુણવત્તા વાળી બેન્ડેજ બાંધવાની જરૂર છે. તેની સાથે જ તમે ધારો તો કડક બેંડ પણ બાંધી શકો છો. આ બેંડ તમને કોઈપણ દવાની દુકાનેથી મળી જશે. જો તમારા કાંડામાં કોઈ અંદરની ઈજા નથી, તો તમારા ડોક્ટર પણ તમને હાથ ઉપર બેંડ બાંધીને તમને ઘરે જવાનું કહી દેશે. સાથે જ તમને ઘણી સલાહ આપશે કે તમારે કાંડું કેવી રીતે હલાવવું કે કેવી રીતે ન હલાવવું. તમારે વજન ઉપાડવું કે નહી. ઉપાડવાનું છે, તો કેવી રીતે ઉપાડવાનું છે. શું તમે બસ આટલી જ વાત માટે ડોક્ટરની ફી ભરવા માગો છો? તેનાથી સારું છે કે તમારા કાંડાને બાંધી લો.

પાણી પીવો

તમે વિચારશો કે દુખાવાને પાણી સાથે સુ સબંધ. પણ તે ખરેખર કામ કરે છે. પાણીમાં રહેલ તત્વ તમારા શરીરમાંથી ઝેરીલા પદાર્થો ને બહાર કાઢવામાં મદદ કરે છે. પાણી શરીર માટે લ્યુબ્રીકેટર નું કામ કરે છે. ભલે તમને આર્થરાઈટીસ ને લીધે દુખાવો થઇ રહ્યો હોય અથવા કામમાં વધુ ભારણ ને લીધે તમને કોઈ તકલીફ થઇ રહી હોય, પાણી તમારા માટે ખુબ ઉપયોગી થઇ શકે છે.

ફુદીનાનું તેલ

ફુદીનાનું તેલ કાંડાના વધુ દુખાવામાંથી રાહત આપવાનો સચોટ ઉપાય છે. ફુદીનાના તેલમાં કોઈ બીજું તેલ ભેળવી લો, તેનાથી ફુદીનાના તેલ થી થતી બળતરા/ઠંડક ને ઓછી કરી શકાય છે. જો તમારે તેમાં કોઈ બીજું તેલ જેવા કે વેજીટેબલ ઓઈલ કે ઓલીવ ઓઈલ ઓઈલ નહી ભેળવો તો તેની અસર ખુબ તીખી અને તે બળવા લાગશે. ફુદીનાના તેલમાં બીજું તેલ ૧.૪ થી ભેળવવું જોઈએ. એટલે કે એક ચમચી ફીદીનાના તેલમાં ચાર ચમચી કોઈ બીજું તેલ. આ તેલથી તમારા કાંડા ની માલીશ કરો. થોડા થોડા સમયે આ તેલથી માલીશ કરવાથી ફાયદો થાય છે.

બરફનો શેક

જો તમે સોજાથી પીડિત છો, તો અસરવાળા ભાગ ઉપર લોહીના વધુ દબાણને ઓછું કરવાથી સોજો ઘટાડી શકાય છે. તેના માટે તમારે જરૂરી છે સોજો અને દુખાવા વાળા ભાગ ઉપર બરફ ના થોડા ટુકડા લગાવો. આમ તો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ ભાગને ૨૦ મિનીટ થી વધુ ખુલ્લું છોડી શકો છો.
બટેટા લગાવો

કાપડના ચોખ્ખા પાટામાં ઉકળેલા બટેટા પીસીને અસરવાળા ભાગ અને આજુ બાજુ બાંધી લો. ગરમ બટેટા લાંબા સમય સુધી ગરમી જાળવી રાખે છે. તેની તમારે વધુ સમય સુધી શેક તેના લોહીના પ્રવાહમાં સુધારો થાય છે.

કાંડાને ઊંચા રાખો

જે વખતે સુવા જાવ તમારા કાંડાને ઉંચાઈ ઉપર રાખવા માટે તમારે હાથની નીચે થોડા ઓશિકા મુકવા. નક્કી કરો કે તે તમારા હ્રદયની સરખામણીએ વધુ ઊંચા હોય. તે ઘા ભરવાની પ્રક્રિયામાં ઝડપ લાવશે.

સારી રીતે આ ઘરગથ્થું ઉપચારની મદદથી એક કે બે દિવસ માં તમારો દુખાવો અને સોજો ઓછો થઇ જવો જોઈએ. આમ તો આ સ્થિતિમાં સુધારો નથી આવતો કે ગંભીર થઇ જાય છે, તો જેટલું જલ્દી બની શકે તેમ ડોક્ટરને મળો.