કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

મણિકર્ણિકા ફિલ્મ પછી આ પોલિટિકલ પાર્ટીએ કંગના રનૌતને એક ઓફર કરી જે જાણીને ખૂબ આશ્ચર્ય થશે તમને.

કંગના રનૌત હંમેશા દરેક વાતને સ્પષ્ટ પણે કહી દેવાની પોતાની આદતને લઈને સમાચારોમાં રહે છે. દેશના કોઈ પણ સામાજિક મુદ્દાથી લઈને બોલીવુડ સુધી દરેક બાબતોમાં કંગના ખુલીને પોતાની સલાહ આપે છે. હાલના દિવસોમાં આ એક્ટ્રેસ બોલીવુડમાં નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મને લઈને પોતાનો અવાજ ઉઠાવી રહી છે, અને તેમણે ઘણી ફિલ્મી હસ્તીઓના સીધા નામ લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ એક્ટ્રેસ હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યોની પ્રશંસા કરતી જોવા મળે છે.

હવે એક્ટ્રેસે તે લોકોને જવાબ આપ્યો છે, જેમનું કહેવું છે કે કંગના પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા એટલા માટે કરે છે, કારણ કે તે રાજનીતિમાં આવવા માંગે છે.

એક્ટ્રેસે આ લોકોને જવાબ આપતા બે ટ્વીટ કરી છે. એક્ટ્રેસે પહેલી ટ્વીટમાં જણાવ્યું કે, તે કોંગ્રેસ સમર્થિત પરિવાર સાથે સંબંધ રાખે છે, અને તે રાજનીતિમાં નથી આવવા માંગતી. સાથે જ તેમણે બીજી ટ્વીટમાં તે ખુલાસો કર્યો કે, બીજેપીએ તેમને એક વાર ટિકિટ ઓફર કરી હતી, પણ તે હમણાં ફક્ત પોતાનું કામ કરવા માંગે છે.

પહેલી ટ્વીટમાં કંગનાએ લખ્યું, ‘જે લોકો સમજે છે કે હું મોદીજીને એટલા માટે સપોર્ટ કરું છું, કારણ કે હું રાજનીતિમાં આવવા માંગુ છું, તેમને સ્પષ્ટ જણાવી દઉં કે, મારા દાદા 15 વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે. મારો પરિવાર હંમેશાથી રાજનીતિમાં ઘણો પ્રખ્યાત રહ્યો છે, અને ગેંગસ્ટર ફિલ્મ પછી લગભગ દર વર્ષે મને ઓફર મળતી રહી છે.’

બીજી ટ્વીટમાં કંગનાએ લખ્યું, ‘કોંગ્રેસથી લઈને ફિલ્મ મણિકર્ણિકા પછી મને બીજેપીની એક ટિકિટ ઓફર કરવામાં આવી હતી. હું મારા કામને પ્રેમ કરું છું અને મેં ક્યારેય પણ રાજનીતિમાં જવા વિષે નથી વિચાર્યું. તો જે લોકો મારી પસંદના વ્યક્તિને સપોર્ટ કરવા પર મને ટ્રોલ કરી રહ્યા છે, તેમણે હવે તે બંધ કરવાની જરૂર છે.’

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.