કંગના રનૌત થઈ ફ્રીડા કાહલોની જેમ તૈયાર, સાદગી પર ફિદા થઈ રહ્યા છે ફેન્સ : જુઓ ફોટા.

કંગના રનૌત જે બોલીવુડની ક્વીનના નામથી પ્રસિદ્ધ થઇ રહી છે અને હવે તે બોલીવુડની પંગા ક્વીન પણ બની ગઈ છે, તેની ફિલ્મ પંગા બોક્સ ઓફીસ ઉપર રીલીઝ થઇ ગઈ છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગના રનૌત ઘણી પ્રકારની સ્ટાઈલમાં જોવા મળી છે. તે ક્રમમાં તેણે ટ્રેડીશનલ કપડા ઉપર સ્ટાઈલની ધમાલ મચાવી છે, જે જોઇને સોશિયલ મીડિયા ઉપર દરેક તેની ઉપર ફિદા થઇ રહ્યા છે. આ સ્ટાઈલ ઉપર લગાવવામાં આવેલા ટ્રેડીશનલ સ્ટાઈલની ધમાલને કંગના રનૌતે સોશિયલ મીડિયા ઉપર પોતે શેર કર્યો છે.

આ વખતે જે કંગના રનૌતે લુક અપનાવ્યો છે. તે ખરેખર નવો છે. એ પહેલા કંગના રનૌતે ક્યારે પણ આવા લુકમાં જોવા નથી મળી. સ્ટાઈલતો જૂની છે જ. પરંતુ તેની ઉપર જે કંગના રનૌતે જાદુ પાથર્યો છે, તેની ચારે બાજુ પ્રસંશા થઇ રહી છે. ક્રીડા કોહલીના લુકને કંગના રનૌતે અપનાવ્યો છે. ક્રીડા કોહલી એક પ્રસિદ્ધ કલાકાર રહી છે. મેક્સિકોની લોકપ્રિય પેંટર તરીકે તે ઓળખાઈ છે.

તેમણે કુદરત ઉપર આધારિત ઘણા પેન્ટિંગ બનાવ્યા છે. સાથે જ તેમણે પોતાના પણ પેન્ટિંગ બનાવ્યા છે. બોલીવુડની ક્વીન કંગના રનૌતે તેના લુકને અપનાવ્યો છે. પોતાના આ લુકમાં પણ તેમણે પોતાનો એક અલગ જાદુ પાથર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેનો આ લુક આ સમયે છવાઈ ગયો છે.

સાદગી વાળી સુંદરતા

કોઈને કોઈ કારણે હંમેશા સમાચારોમાં જળવાઈ રહેતી કંગના રનૌતે દ ગ્રેટ ક્રીડા કાહલોના લુકની નકલ કરી છે. પોતાના આ લુકમાં કંગના રનૌતે પોતાના મેકઅપને તો સામાન્ય જ રાખ્યો છે. પરંતુ તેમાં પણ તેણે ફૂલો વાળી હેયર બેન્ડ પહેરી લીધી છે. ઘણું જ સાદુ દેખાતું સુટ કંગના રનૌતે પહેર્યું છે. તેનો સલવાર સુટ પ્રિન્ટેડ છે. મેકઅપ ઘણો જ સામાન્ય છે, પરંતુ તેમ છતાં પણ તેનું રૂપ નીખરીને સામે આવી રહ્યું છે અને સાદગીમાં પણ તેની સુંદરતા જોવા જેવી લાગી રહી છે.

ક્રીડા કાહલોને ઓળખો

જે ક્રીડા કાહલોના લુકને કંગના રનૌતે અપનાવ્યું છે, તેનો જન્મ વર્ષ ૧૯૦૭માં ૬ જુનના રોજ મેક્સિકોમાં થયો હતો. તેના પિતા જર્મની હતા, જયારે તેની માં સ્પેનીશ હતી. તે સમયે પણ તેમની કહાની ઘણી મોર્ડન હતી. એ પોતાની ખાસ સ્ટાઈલ માટે ઓળખાતી હતી. પોતાના ચહેરા ઉપરથી તે વાળને દુર કરતી ન હતી અને યુંનીબ્રોને પણ એમ જ રાખતી હતી. એવી રીતે જ તે ફેમીનીજ્મને દર્શાવતી રહેતી હતી. કંગના રનૌતે જે લુક અપનાવ્યો છે, તેમાં તેનો એટીટ્યુડ ઘણે અંશે ક્રીડા કાહલો સાથે મળતો જોવા મળી રહ્યો છે.

તેમણે પણ અપનાવ્યો હતો આ લુક

આમ તો પહેલી વખત નથી જયારે બોલીવુડની કોઈ કલાકારે ક્રીડા કાહલોનો લુક અપનાવ્યો છે. હેલોવિન વખતે તે પહેલા એક વખત સની લીયોની પણ આ લુકમાં જોવા મળી ચુકી છે. એટલું જ નહિ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ આ લુકને અપનાવી ચુકી છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો કંગના રનૌતની ફિલ્મ પંગા રીલીઝ થઇ ચુકી છે, જેનું નિર્દેશન અશ્વિની તિવારીએ કર્યું છે. કંગના રનૌતની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મમાં તેની સથે રુચા ચડ્ડા, જસ્સી ગીલ અને નીના ગુપ્તાની પણ મહત્વની ભૂમિકાઓ છે. કંગના રનૌતની આ ફિલ્મ સાથે બોક્સ ઓફીસ ઉપર વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાંસર ૩D રીલીઝ થઇ ગઈ છે. હવે જોવાનું એ છે કે આ બંનેમાં બાજી કોણ મારી જાય છે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.