આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરવા માંગતી હતી કંગના શર્મા, પણ નસીબમાં લખ્યું હતું કંઈક બીજું જ…

ભારતીય આર્મી દુનિયાની શક્તિશાળી સેનાઓમાં એક છે અને સેનાના જવાનોએ પોતાના કામોથી હંમેશા દેશનું માન સન્માન વધાર્યું છે. દરેકના દિલમાં ભારતીય સેના માટે એક ખાસ સ્થાન બનેલું છે અને ફિલ્મી દુનિયામાં આર્મી ઉપર ઘણી બધી ફિલ્મો બનેલી છે. ઘણી ફિલ્મો સોશિયલ મીડિયા ઉપર ભારતીય આર્મીની પ્રસંશા કરતા જોવા મળે છે અને એ કારણ છે કે દેશમાં જવાનો માટે લોકો પ્રાર્થના કરે છે અને અનેક શહીદ થવા ઉપર બધા દુઃખી થાય છે.

કાંઈક એવો જ જુસ્સો લઈને મોટી થયેલી એક હિરોઈન જે આર્મી ઓફિસર બની દેશની સેવા કરવા માગતી હતી, પરંતુ ભાગ્યમાં કાંઈક અલગ લખાયું હતું અને તે હિરોઈન બનીને લાખો દિલો ઉપર રાજ કરી રહી છે.

આર્મી ઓફિસર બનવા માગતી હતી કંગના શર્મા :-

બોલીવુડ કલાકાર નાના પાટેકર પણ એક સમયે આર્મીમાં હતા પરંતુ પાછળથી તે કલાકાર બની ગયા અને લોકોના દિલ ઉપર પોતાની અલગ પ્રકારના અભિનયથી ઘણું રાજ પણ કર્યું. અમે જે હિરોઈનની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ કંગના શર્મા છે અને તે એક સમયે આર્મીમાં ભરતી થવા માગતી હતી, પરંતુ ભાગ્યને તે મંજુર ન હતું અને તે હિરોઈન બની ગઈ. ફિલ્મ ગ્રેંડ મસ્તીથી પોતાની ઓળખાણ ઉભી કરનારી હિરોઈન કંગનાનો જન્મ હરિયાણામાં એક સાધારણ એવા કુટુંબમાં થયો.

સ્કુલના સમયથી તેના દિલમાં દેશની સેવા કરવાનો જુસ્સો હતો અને તે આર્મી ઓફિસર બનીને દેશની સેવા પણ કરવા માગતી હતી. સેના પ્રત્યે તેને ઘણો પ્રેમ હતો અને તે હંમેશા ભારતીય સેનાને જોઇને સલામ પણ કરતી હતી પરંતુ પાછળથી તેણે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન ઉભું કર્યું અને લોકપ્રિયતા પણ પ્રાપ્ત કરી.

સ્કુલમાંથી નીકળ્યા પછી વર્ષ ૨૦૧૪માં તેણે એક બ્યુટી પેજેંટમાં ભાગ લીધો અને વિજેતા થઇ, જેની તેને જરાપણ આશા ન હતી. ત્યાર પછી તેને લાગ્યુ કે ગ્લેમરની દુનિયામાં પોતાની ઓળખાણ ઉભી કરવાનું તેનું સપનું છે અને તેના માટે ઘણી મહેનત પણ કરી. અહિયાંથી તેની સફર શરુ થઇ અને તેણે પ્રસિદ્ધ પ્રદર્શનોમાં રેમ્પ વોક કર્યો અને પછી તેને નિર્દેશક ઇન્દ્ર કુમારની ફિલ્મ દ ગ્રેટ ગ્રેંડમસ્તીમાં અભિનય કરવાની તક મળી.

વર્ષ ૨૦૧૪માં તેણે જે સિદ્ધી પ્રાપ્ત કરી ત્યાર પછી કંગના શર્માએ ક્યારે પણ પાછા વળીને જોયું નહિ અને ઘણી જાહેરાતો દ્વારા ફિલ્મ મેકર ઇન્દ્ર કુમારની નજરમાં આવી. કંગનાએ ઘણા મ્યુઝીક આલ્બમ પણ કર્યા છે અને થોડા સમય પહેલા તેનો ન્યુઝીક વિડીયો ‘નિંદ્રા ફીવર’ રીલીઝ થયો હતો, જેમાં તેનો જોરદાર અંદાઝ ઘણો પ્રસંશાને લાયક હતો.

કંગનાએ પોતાના ગ્લેમર દ્વારા લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું, આમ તો ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી કંઈ ખાસ નથી ચાલી રહી. પરંતુ શરુઆત ઘણી જોરદાર રહી છે અને હવે તે ટીવી ઉપર પણ કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. બોલીવુડની આ સુંદર કલાકારે ટીવી શો ‘તુ સુરજ મેં સાંઝ પિયા જી’ માં કામ કર્યું છે. જેમાં પણ કંગના શર્માનો અલગ જ જાદુ જોવા મળે છે અને ઈંસ્ટાગ્રામ ઉપર તેના લાખો ફોલોઅર્સ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.