દીપિકા અને સૈફને કંગનાએ દેખાડ્યો અરીસો, કહ્યું – હું ટુકડા ગેંગની પાછળ ઉભી રહી શકું નહિ.

બોલીવુડની એક બોલકણી ક્વીન કંગના રનૌત હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પંગાનું જોરદાર પ્રમોશન કરી રહી છે. પ્રમોશન માટે તે મીડિયાને માહિતગાર કરાવી રહી છે. તે દરમિયાન ન માત્ર તે પોતાની ફિલ્મ વિષે વાત કરી રહી છે. પરંતુ તે તમામ મુદ્દા ઉપર પણ પોતાના મંતવ્ય આપી રહી છે. જેની ઉપર તેને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે.

આ કડીમાં તેણે દીપિકા પાદુકોણના જેએનયુ જવા ઉપર પ્રશ્ન કરવામાં આવ્યા, તો તેણે તેના સ્વભાવ મુજબ જવાબ આપ્યો. કંગના રનૌતે દીપિકા પાદુકોણને જેએનયુ જવા ઉપર સ્વભાવિક વાત મૂકી, જેના કારણે જ તેનું આ નિવેદન ઝડપથી વાયરલ થઇ ગયું.

બોલીવુડ હિરોઈન કંગના રનૌતની ફિલ્મ પંગા ૨૪ જાન્યુઆરીના રોજ પડદા ઉપર રીલીઝ થશે. જેના કારણે જ તે હાલના દિવસોમાં જોરદાર મહેનત કરી રહી છે. તે દરમિયાન તે ન માત્ર ફેંસને માહિતગાર કરાવી રહી છે, પરંતુ તમામ મીડિયા ક્ષેત્રમાં ઈન્ટરવ્યું પણ આપી રહી છે.

આ બાબતમાં તેનો એક ઈન્ટરવ્યું ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે દીપિકા પાદુકોણને જેએનયુ જવા વાળું નિવેદન ઉપર સ્વભાવિક રીતે જ પોતાનું મંતવ્ય રજુ કર્યું છે. એટલુ જ નહિ, તેના આ નિવદેનને દીપિકા પાદુકોણના મોઢા ઉપર તમાચો મારવા સમાન જોવામાં આવી રહ્યું છે અને તેના ફેંસ આ નિવેદનથી જરાપણ ખુશ નથી.

દીપિકા પાદુકોણ ઉપર કંગના રનૌતનું મોટું નિવેદન

ઈન્ટરવ્યું દરમિયાન જયારે કંગના રનૌતને દીપિકા પાદુકોણના જેએનયુ ઉપર પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેમણે જણાવ્યું કે તે તેનો અધિકાર છે, તે ક્યારે પણ જાય. પરંતુ હું ક્યારે પણ કોઈ ટુકડા ગેંગની પાછળ ઉભી નથી રહી શકતી. બધું મળીને કંગના રનૌતે ઈશારા ઈશારામાં જ દીપિકા પાદુકોણના જેએનયુ જવાની ટીકા કરી છે. ફિલ્મ છપાકના રીલીઝ થતા પહેલા દીપિકા પાદુકોણ જેએનયુ ગઈ હતી. જેના કારણે જ તે ઘણી ટ્રોલ થઇ હતી, કેમ કે તેની સાથે કનૈયા કુમાર ઉભા રહેલા જોવા મળ્યા.

સૈફ અલી ખાન ઉપર આપ્યું કડક નિવેદન :-

બોલીવુડની ક્વીન કંગના રનૌતે પોતાની વાત આગળ વધારતા સૈફ અલી ખાનની પણ ઘણી ટીકા કરી. તે દરમિયાન તેમને કહ્યું કે ભારતનું અસ્તિત્વ તો મહા ભારતના કાળથી જ છે, તો લોકો પોતાના હિસાબથી નેગેટીવ કેમ બનાવે છે? સાથે જ તેમણે કહ્યું કે ફિલ્મોના નામ ઉપર તથ્યો સાથે રમત કરવી જરાપણ સહન નહિ કરવામાં આવે. કેમ કે તે ખોટું છે. ખાસ કરીને સૈફ અલી ખાને હાલમાં જ નિવેદન આપ્યું કે અંગ્રેજોએ જ ઇન્ડિયાની અવધારણા આપી અને તે પહેલા ઇન્ડિયા પાસે કોઈ અવધારણા ન હતી.

૨૪ જાન્યુઆરીના રોજ કંગના રનૌત લેશે પંગા

બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ પંગા પડદા ઉપર ૨૪ જાન્યુઆરીના રોજ રીલીઝ થશે. આ ફિલ્મને લઈને કંગના રનૌત ઘણી જ વધુ ઉત્સાહિત છે અને તેને તેના સુપરહીટ થવાની પણ ઘણી આશા છે. કંગના રનૌતના ફેંસને પણ આ ફિલ્મની ઘણી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને ઘણું પસંદ કરવામાં આવ્યું. ગયા વર્ષે જ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ સુપર ડુપર હીટ રહી. જેમાં તેના અભિનયને પસંદ કરવામાં આવ્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.