આ છે ‘ગુરુકુળ’ અહિયાં દીકરી ઓ ને શાસ્ત્ર સાથે શસ્ત્ર ચલાવવાની પણ મળે છે તાલીમ

કાશીમાં એક એવું ‘ગુરુકુળ’ પણ છે જે આધુનિક ની આબોહવા વચ્ચે વૈદિક યુગનું શિક્ષણ અને ગુરુ શિષ્ય પરંપરા ની મિસાલ છે. લગભગ ૪૦ વર્ષ પહેલા સ્થાપિત આ કેન્દ્રમાં વર્તમાન દેશના વિભિન્ન રાજ્યો સિવાય નેપાળ,રૂસ જેવા દેશોની ૧૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓ શિક્ષણ મેળવી રહી છે.

મહમુરગંજ સ્થિત પાણીની કન્યા મહાવિદ્યાલય માં શિક્ષણ ની સાથે જ વિદ્યાર્થીનીઓ સુયોગ્ય ગુરુના સાનિધ્યમાં દીક્ષા પણ લે છે. આ વિદ્યાર્થીનીઓ યજ્ઞોપવીત ધારણ કરે છે અને રોજ આચાર્યના કુશળ માર્ગદર્શન નીચે શાસ્ત્ર ની સાથે શસ્ત્ર ચલાવીને આત્મરક્ષા ની પણ તાલીમ દેવામાં આવે છે. તેમણે પ્રથમાં,મધ્યમાં થી લઇ ને શાસ્ત્રી આચાર્ય સુધીની તાલીમ આપવામાં આવે છે.

વિદ્યાર્થીનીઓને વૈદો ના સસ્વર પાઠ, શાસ્ત્રીય ગાયન ની સાથે લાઠી,તલવાર,ભાલા,જુડો,ધનુષ વિદ્યા નું પણ વગેરેનો નિયમિત અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસિયત એ છે કે અહિયાં માત્ર વિદ્યાર્થીનીઓ ને જ પ્રવેશ આપવામાં આવે છે અને વિદ્વાન વેદપાઠી મહિલાઓ જ તેમની ગુરુ હોય છે. વર્ષ મા કોઈ મહત્વપૂર્ણ અવસરો ઉપર જ તેમણે કુટુંબીજનો સાથે મળવાનો લાભ મળી શકે છે.

પાણીની કન્યા મહા વિદ્યાલય માં રહી ને અભ્યાસ કરવા વાળી વિદ્યાર્થીનીઓની રોજનીશી વહેલી સવારે ચાર વાગ્યાથી શરુ થઇ જાય છે. ૪.૩૦ વાગ્યે સમુહમાં મંત્રપાઠ, ૬.૩૦ વાગ્યે હવન-પૂજન, ૭.૩૦ વાગ્યે યોગાસન, ૯ થી બપોરે ૧૨ સુધી અને ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી વર્ગો ચાલે છે. ત્યાર પછી સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુથી હવન-પૂજન, ૭.૩૦ વાગ્યા થી ૮ વાગ્યા સુધી સાંકૃતિક પૂજન અને પછી રાત્રે ૧૦ વાગ્યે સુવાનું.

આ ગુરુકુળના પ્રાચાર્યા ડો.નંદિતા શાસ્ત્રી કહે છે કે શિક્ષા પ્રણાલી માં ગુરુ શિષ્ય સાનિધ્ય ગુરુકુળ માં રહીને જ થઇ શકે છે. શિષ્યનું આ દાયિત્વ છે કે તે આચાર્ય ના બતાવેલા રસ્તાનું અનુકરણ કરે. આ સમયે શિક્ષણ ના મોટા ભાગના કેન્દ્રો નકામાં થઇ ગયા છે. એવામાં ત્યાં વિદ્યા દાયિત્વ નો બોધ ઓછો જ જોવા મળે છે. શિક્ષકોની જવાબદારી છે કે તે દાયિત્વો નું સજાગતા પૂર્વક બીજાને આપે.

નેપાળની વિદ્યાર્થીની પ્રશંસા આર્યા કહે છે કે જીવનમાં ગુરુનું સ્થાન સૌથી ઉપર છે. એવું નથી કે બસ માત્ર એક દિવસ શિક્ષક દિન ના દિવસે જ ગુરુનું સન્માન કરવામાં આવે. આ ગુરુકુળમાં ગુરુ-શિષ્ય ની જે ભાવ છે, તે ક્યાય મળવાનો નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.