કન્યા વાર્ષિક રાશિફળ 2020 : લોકોને સફળતા અને સૌભાગ્ય આપશે નવું વર્ષ, લવ લાઈફ માટે છે શુભ સંકેત

કન્યા રાશી : આ વર્ષ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વર્ષની શરુઆતમાં બુધ સૂર્ય સાથે બેસવાથી બુધાદીત્ય યોગ પણ ઉભા થઇ રહ્યા છે. જે સફળતાનું કારક બનશે. કર્મ તો કરશો જ પણ ભાગ્ય પણ તમને સારો સાથ આપશે. મહેનતનું તમને સારું ફળ મળશે.

આ રાશી વાળાને જાન્યુઆરીથી પોતાનો સારો સમય શરુ થઇ જશે. ૨૪ જાન્યુઆરીએ શનીનું રાશી પરિવર્તન થશે. તે દરમિયાન તમારી ઉપર ચાલી રહેલી શનીની સાડાસાતી દુર થઇ જશે.

રાશિફળ ૨૦૨૦ મુજબ કન્યા રાશી વાળા માટે નવું વર્ષ શુભ રહેવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૦ જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરી રહેલા કન્યા રાશીના લોકો માટે ઉત્તમ રહેવાનું છે. આ વર્ષ કન્યા રાશી વાળાને ન માત્ર માન સન્માન પરંતુ આર્થિક પ્રગતી પણ મળશે.

વર્ષની શરુઆતમાં જ રાશીના સ્વામી બુધ કન્યા રાશી માંથી ચોથા સ્થાનમાં ગુરુ, કેતુ, સૂર્ય અને શની સાથે વિચરણ કરી રહ્યા છે. આ વર્ષ કન્યા રાશી વાળા માટે સફળતાનું મુખ્ય કારણ બુધાદીત્ય યોગ ઉભા થઇ રહ્યા છે.

વર્ષ ૨૦૨૦માં તમને ભાગ્યનો પુરતો સહકાર મળશે. આ વર્ષ તમે ભાગ્યના બળ ઉપર કર્મમાં પણ પોતાને સારા સાબિત કરશો. તમે દરેક કાર્યમાં પોતાને આગળ લઇ જઈ શકશો. સંયોગથી ૨૦૨૦ની શરુઆત જ બુધના દિવસથી થઇ રહી છે. વર્ષ બદલવા સાથે જ ૨૦૨૦ની લગ્ન કુંડળી પણ કન્યા રાશીની બની રહી છે. તે હિસાબે વર્ષ ૨૦૨૦ મુખ્ય પણ બુધ જ હશે. જે તમને સમૃદ્ધી આપશે.

આ રાશિના વ્યક્તિઓ કર્મના રાજા પણ બુધ જ છે. આ વર્ષે બુધ ગુરુ સાથે છે. જેની સીધી અસર તમારી મહેનત ઉપર પડશે. તે તમને વધુ સફળ બનાવશે. નોકરીના હિસાબે તો કન્યા રાશી વાળા માટે વર્ષ ૨૦૨૦ સારું જ છે, બિજનેસ કરવા વાળા માટે પણ આ વર્ષ સારું રહેશે.

બુધ સાથે ગુરુ ઉપરાંત સૂર્ય પણ છે. આ ગ્રહો સાથે હોવાથી તમને માનસિક રીતે મજબુતી મળશે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તે આખુ વર્ષ તમને શક્તિ આપશે. તે ઉપરાંત કન્યા રાશિના વ્યક્તિઓને શુક્ર ગ્રહનો પણ સાથ મળશે. તે તમને ભાગ્યશાળી બનાવશે. અને પાંચમાં ભાવમાં શની છે. તે સંતાન અને શિક્ષણ માટે ઘણું જ શુભદાયક રહેશે.

તમારા સોમ્ય ભાવના સ્વામી ગુરુ પણ મહત્વની ભૂમકા નિભાવશે. બૃહસ્પતી તમારા સંબંધોને મજબુત કરવામાં મદદ કરશે. સાથે જ તે ગ્રહ અપરણિત માટે પણ શુભ થવા જઈ રહ્યો છે. આ વર્ષ તમને તમારી મનપસંદ પ્રમાણે લાઈફ પાર્ટનર મળી શકે છે.

વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરીથી તમારો સમય સારો શરુ થઇ જશે. ૨૪ જાન્યુઆરીના રોજ શનીનું રાશી પરિવર્તન થશે. તે દરમિયાન તમારી ઉપર ચાલી રહેલી શનીની સાડાસાતી દુર થઇ જશે. લગભગ તે સમય તમારી રાશીના પાંચમાં ભાવમાં શનીનું આગમન થશે. જે શુભ હશે. તે તમારું માન સન્માન, ઉચ્ચ શિક્ષણ ઉપરાંત દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે.

માર્ચ મહિનો પણ તમારા માટે શુભ હશે. આમ તો માર્ચના અંતમાં જ ગુરુ મકર રાશીમાં પ્રવેશ કરશે. તે સ્થાનમાં શની પહેલાથી જ રહેલો છે. ગુરુ અને શની સાથે નીચભંગ રાજયોગ ઉભા કરશે. જે તમારા નસીબમાં સંતાન યોગ ઉભા કરશે.

શની ૧૧ મે થી વક્રી થશે. તે દરમિયાન તે લોકોએ સતર્ક રહેવું પડશે. જે બાળકો માટે પ્લાનિંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીએ પણ તે દરમિયાન પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું પડશે. શનીના વક્રી થવું પરણિત લોકો ઉપર પણ અસર કરશે. શની ત્રીજી નજરથી દાંપત્ય જીવન પસાર કરી રહેલા લોકોને જોશે. ત્યાર પછી મે ના રોજ ગુરુ પણ વક્રી થઇ જશે, આમ તો તે શુભ માનવામાં આવે છે. પરંતુ તે થોડા સમય માટે જ રહેશે. બધું મળીને કન્યા રાશિફળ ૨૦૨૦ વ્યક્તિ માટે થોડી સાવચેતી સાથે ઘણું સારું જવાનું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.