દરવાજે આવેલા વેરરાજાને લગ્ન માટે ના પાડી દીધી વરવધુ એ, કારણ જણીને થઇ જશો આશ્ચર્યચકીત

ભારતમાં લગ્ન નું ખુબ મહત્વ હોય છે. અહિયાં લગ્નનું એક ધાર્મિક મહત્વ પણ છે. અહિયાં લગ્નને એક સંસ્કારના રૂપમાં માનવામાં આવે છે. દરેક ધર્મમાં લગ્નનું પોતાના થોડા જુદા જુદા કાયદા કાનુન હોય છે. ભારતમાં લગ્ન શુભ લગ્ન અને વિશેષ તિથી ને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આજકાલ ભારતમાં લગ્નની સીઝન શરુ થઇ ચુકી છે. ઠેક ઠેકાણે લગ્નના ઢોલ વાગતા સાંભળવા મળે છે.

અહિયાં લગ્ન ખુબ જ ધામધુમથી થાય છે. લગ્નની રોનક જોઇને એક જુદા જ પ્રકારનો આનંદ થાય છે, જેના લગ્ન થાય છે, તેના મનમાં જાત જાતના લાડુ ફૂટતા હોય છે. તે લગ્નના સ્વપ્ના ઘણા દિવસોથી તેના મનમાં ને મનમાં જોતા હોય છે. જાત જાતની વાતો તેના મનમાં પોતાના લગ્નને લઈને ચાલતી હોય છે. ભારતમાં આજે પણ લગ્ન કુટુંબીજનોની મરજી થી થાય છે. હાલમાં તેમાં થોડી છૂટ છાટ આવી છે.

પહેલા ની જેમ એક બીજાને જોયા વગર જ લગ્ન કરવાનો રીવાજ ધીમે ધીમે બંધ થતો જાય છે. એક રીતે તે બરોબર છે. ત્યાર પછી આવતી મુશ્કેલી માંથી બચી શકાય છે. અત્યારે ઘણી જ્ગ્યાએ છોકરા છોકરી એક બીજાને જોયા સિવાય જ લગ્ન કરી લે છે. ઘણી વખત તેના ખુબ જ ખરાબ પરિણામો ભોગવવા પડતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના પંજાબ ના માંછીવાળા ગામમાં જોવા મળી છે. ત્યાની એક છોકરી એ લગ્ન કરવાની ના પાડી દીધી અને જાન એવી ને એવી પાછી ફરી ગઈ.

છોકરો લાગ્યો અચાનક જોર-જોર થી કાંપવા:

જોકે મળેલી જાણકારી અનુસાર રવિવારે હોશીયાપુરના એક ગામમાંથી જાન ખુબ જ ધૂમ-ધામથી માછીવાડના એક ગામે પહોચી. જાન પહોચ્યા પછી વરરાજાએ રીબીન કાપીને સહેલીઓ ની સાથે અંદર જવા લાગ્યો, ત્યારે જ તે જોર-જોરથી ધ્રુજવા લાગ્યો.

ત્યાર બાદ છોકરીવાળા ને શંકા ગઈ કે છોકરો ગંભીર બીમારીનો શિકાર થઇ ગયો છે. જયારે છોકરી ને આ વાત ની ખબર પડતા જ તેણે વરરાજા ની પાસે જઈને લગ્નની ના પાડી દીધી. વરરાજા ના કુટુંબવાળાએ કહ્યું કે છોકરો ઘણા દિવસોથી બીમાર છે, તેથી તે ધ્રુજવા લાગ્યો.

છોકરી એ વરરાજા ની હાલત જોઈ, લગ્ન કરવાની ના પાડી:

ત્યાર બાદ ડોક્ટરને બોલાવીને છોકરાનો ચેક અપ કરાવ્યો તો તાવ ખુબ વધુ હતો. ત્યાર બાદ છોકરીએ લગ્ન કરવાની ના પાડી અને બંને પક્ષોમાં આને લઈને તરકાર શરુ થઇ ગઈ. પોલીસને જયારે આ ઘટનાની જાણ થઇ તો સ્થળ પર સહાયક જમાદાર માનસિંહ પહોચ્યા. છોકરીએ પંચાયત અને પોલીસ ની સામે એ કહ્યું કે તે છોકરા સાથે લગ્ન નહિ કરે.પોલીસની હાજરીમાં જ બંને પક્ષોમાં સમાધાન થઇ ગયું. બારાતમાં આવેલા લોકોએ ભૂખ્યા-તરસ્યા જ પાછા જવું પડ્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.