એવી યોગ મુદ્રા જે દુર રાખશે તમને અનેક બીમારીઓથી જેને કરવાનું પણ સરળ છે

કપાલભાતિ એક એવી શ્વાસ ની પ્રક્રિયા છે જે શ્વાસ અને મસ્તિષ્ક ની ક્રિયાઓ માં નવું જોમ લાવે છે. ધેરંડસંહિતા માં તેને ભાલભાતી કહેવામાં આવે છે. ભાલ અને કપાળ નો અર્થ છે કે ‘ખોપરી’ અથવા માથું. ભાતી નો અર્થ છે પ્રકાશ અથવા તેજ, તેને ‘જ્ઞાન ની પ્રાપ્તિ’ પણ કહે છે. કપાલભાતિ ને પ્રાણાયામ તથા આસન થી પહેલા કહેવામાં આવે છે. આ આખા મસ્તિષ્કને તેજ પ્રદાન કરે છે તથા નિષ્ક્રિય પડેલા તેવા મસ્તિષ્ક કેન્દ્રોને જાગૃત કરે છે જે સુક્ષ્મ જ્ઞાન માટે ઉતરદાયી હોય છે. કપાળભાતી માં શ્વાસ તે પ્રકારે લેવામાં આવે છે, જામ ધોકની ચાલે છે, શ્વાસ એની જાતે લઇ લેવા માં આવતો હોય છે પરંતુ તેને છોડવા ની ક્રિયા પૂરી તાકાત થી કરવા માં આવે છે.(ખાસ યાદ રાખવું શ્વાસ જાતે લેવાવો જોઈએ)

કપાલભાતિ ની વિધિ :

કોઈ ધ્યાનની મુદ્રામાં બેસો, આંખો બંધ કરો અને આખા શરીરને ઢીલું છોડી દો, બન્ને નસકોરા થી શ્વાસ લો, જેનાથી પેટ ફૂલી જાય અને પેટની પેશીઓ ને બળ સાથે સંકોચતા શ્વાસ છોડી દો. પછીના ૧૨ શ્વાસ સ્વતઃ ખેચી લેવામાં આવશે અને પેટની પેશીઓ પણ સ્વતઃ જ ફેલાઈ જશે. શ્વાસ લેવામાં કોઈ પ્રકારનું બળ વાપરવાનું નથી. શ્વાસ ધમણ ની જેમ ચાલવો જોઈએ. આ ક્રીયાને ઝડપથી ધણી વખત કરો. આ ક્રિયા કરતી વખતે પેટ ફૂલવું સંકોચાવું જોઈએ. શરૂઆતમાં તેને ૩૦ વખત કરો અને ધીરે ધીરે તેને ૧૦૦-૨૦૦ સુધી કરો. તમે તેને ૫૦૦ વખત સુધી પહોચાડી શકો છો. જો તમારી પાસે સમય છે તો થોડા થોભી થોભી ને તેને તમે ૫-૧૦ મિનીટ સુધી કરી શકો છો.

કપાલભાતિ ના લાભ :

આમ તો કપાલભાતિ ના ખુબ જ સારા ફાયદા છે પરંતુ અહિયાં તેના થોડા અગત્યના ફાયદા વિષે જનાવવામાં આવ્યું છે. કપાલભાતિ લગભગ દરેક બીમારીઓને કોઈને કોઈ પ્રકારે રોકે છે. કપાલભાતિ ને નિયમિત રીતે કરવાથી વજન ધટે છે. અને મોટાપામાં મહદઅંશે ફરક જોવામાં આવે છે. તેને અભ્યાસથી ચામડીમાં ગ્લોઇન્ગ અને નીખાર જોવામાં આવી શકે છે.

આ તમારા વાળ માટે ખુબ જ સારું છે. આ ક્રિયા અસ્થમા ના રોગીઓ માટે એક રીતે રામબાણ છે. તેના નિયમિત અભ્યાસથી અસ્થમાને ઘણે અંશે કન્ટ્રોલ કરી શકાય છે. કપાલભાતિ થી શ્વસન માર્ગના અવરોધો પણ દુર થાય છે તથા તેની અશુદ્ધિઓ અને બલગમ નો વધારો દુર થાય છે. તે ફેફસાની ક્ષમતા માં વધારો કરે છે. તે પાચનક્રિયા ને સ્વસ્થ બનાવે છે. તે કબજીયાતની તકલીફને દુર કરવા માટે ખુબ જ લાભદાયક યોગાભ્યાસ છે.

કપાલભાતિ ની સાવચેતીઓ :

તેને ધ્યાન લગાવતા પહેલા તેને આસન તથા નેતિ ક્રિયા પછી કરવી જોઈએ. શ્વાસ અંદર સ્વતઃ જ એટલે કે બળ વાપર્યા સિવાય લેવાવો જોઈએ તથા તેને બળ સાથે છોડતું જવું જોઈએ પરંતુ વ્યક્તિને તેનાથી શ્વાસ રૂંધાતો હોય તેવું લાગવું જોઈએ નહી. હૃદય રોગ,ચક્કર ની તકલીફ,લોહીનું ઊંચું દબાણ, મીર્ગી, હુમલો, હર્નિયા તથા આમાશય કે અલ્સર થી પીડાતા વ્યક્તિ ને આ ક્રિયા ન કરવી જોઈએ.

કપાલભાતિ પછી તેમ જ યોગ કરવો જોઈએ જેનાથી શરીર શાંત થઇ જાય.

વિડીયો – ૧

 

વિડીયો – ૨