શોએબ અખ્તરને કપિલ દેવનો જવાબી તમાચો, કહ્યું – ભારતે પૈસા ભેગા કરવાની જરૂર નથી, અમારી પાસે…

શોએબ અખ્તરે કોરોના પીડિતો માટે પૈસા ભેગા કરવા ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝનો પ્રસ્તાવ આપ્યો હતો. પછી કપિલ દેવે જે કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ જીતાડવાવાળા કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરને જોરદાર જવાબ આપ્યો છે. શોએબ અખ્તરે કહ્યું હતું કે, કોરોના વાયરસ પીડિતોની મદદ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનું આયોજન કરવામાં આવવું જોઈએ અને ભેગા થયેલા પૈસાને બરાબર વહેંચી લેવા જોઈએ. હવે શોએબના આ પ્રસ્તાવ પર કપિલ દેવે કહ્યું છે કે, ભારતને પૈસાની જરૂર નથી, અમારી પાસે ઘણા પૈસા છે. હાલના સમયમાં ક્રિકેટ મેચ માટે જીવન સાથે રમત નહિ રમી શકાય.

બીસીસીઆઈએ ઘણી મોટી રકમ આપી છે :

ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે કહ્યું, ‘શોએબ અખ્તરની પોતાની સલાહ છે, પણ અમારે ઘન ભેગું કરવાની જરૂર નથી. અમારી પાસે ઘણું છે. અમારા માટે આ સમયે એક વસ્તુ મહત્વપૂર્ણ છે કે, અમારું પ્રશાસન મળીને આ સંકટ સામે કઈ રીતે લડે છે. હું ટીવી પર રાજનેતાઓનો ઘણા આરોપ પ્રત્યારોપ જોઈ રહ્યો છું, અને એ પણ અટકવું જોઈએ. આમ તો બીસીસીઆઈએ આ મહામારી માટે 51 કરોડ રૂપિયાની ઘણી મોટી રકમ દાન કરી છે, અને જો જરૂર પડી તો તે એનાથી પણ વધારે દાન કરી શકે છે, એટલા માટે અમારે આ રીતે ધન ભેગું કરવાની જરૂર નથી.’

5-6 મહિના સુધી રમવા વિષે વિચારી પણ નથી શકતા :

દુનિયાના દિગ્ગ્જ ઓલરાઉન્ડરે કહ્યું કે, કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિનું આટલું જલ્દી સામાન્ય થવાની શક્યતા નથી, અને ક્રિકેટ મેચ આયોજિત કરવાનો અર્થ છે કે, પોતાના ક્રિકેટરોને સંકટમાં નાખવા જેની આપણને જરૂર નથી. કપિલ દેવે કહ્યું કે, ઓછામાં ઓછું આવનારા 6 મહિના સુધી ક્રિકેટ રમવું મહત્વ નથી રાખતું. તેમણે કહ્યું કે, ‘આ જોખમ લેવા યોગ્ય નથી, અને તમે આ ત્રણ મેચોથી કેટલી રકમ ભેગી કરી શકો છો? મારા વિચારથી તમે આવનારા 5 થી 6 મહિના સુધી ક્રિકેટ વિષે વિચારી પણ નથી શકતા.’

સ્થિતિ સામાન્ય થશે તો ક્રિકેટ શરૂ થઈ જશે :

કપિલ દેવે કહ્યું, ‘આ સમયે આપણું ધ્યાન ફક્ત લોકોના જીવ બચાવવા, અને ગરીબોની દેખરેખ કરવા પર હોવું જોઈએ જેમને લોકડાઉનમાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. જયારે વસ્તુઓ સામાન્ય થઈ જશે તો ક્રિકેટ શરૂ થઈ જશે. રમત દેશથી મોટી નથી હોઈ શકતી. આ સમયે ગરીબોની દેખરેખની જરૂર છે, તેની સાથે આ લડાઈમાં જે લોકો લાગેલા છે, જેવા કે હોસ્પિટલના કર્મચારી, પોલીસ અને અન્ય લોકો તે દરેકને સલામી આપવી જોઈએ.’

જુઓ વિડીયો :

Pakistan and Hindustan Must think Together | Let's give Peace a Chance | Shoaib Akhtar

Pakistan and Hindustan Must think Together | Let's give Peace a Chance | Shoaib AkhtarWatch the full video: https://youtu.be/pegoDAeB-twFOLLOW:Facebook: https://www.facebook.com/TheFastestBo…Instagram: https://www.instagram.com/imshoaibakhtarTwitter: https://twitter.com/shoaib100mphYouTube: https://www.youtube.com/c/ShoaibAkhta…Website: https://shoaibakhtar.net

Posted by Shoaib Akhtar on Wednesday, April 8, 2020

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.