સામે આવ્યો કપિલ શર્માની દીકરીનો પહેલો ફોટો, કયુટનેસ જોઈને તમે નજર નહિ હટાવી શકો

પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્મા બાળકોથી લઈને મોટા વચ્ચે ઘણા પ્રસિદ્ધ છે. આમ તો કપિલ હંમેશાથી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં તે પોતાની દીકરીને લઈને ઘણા સમાચારોમાં છવાયેલા છે. થોડા દિવસો પહેલા તમે સમાચાર સાંભળ્યા હશે કે, કપિલ શર્મા પોતાના લગ્નની એનીવર્સરીના બરોબર ૨ દિવસ પહેલા જ પપ્પા બન્યા.

ત્યાર પછી જ દરેક લોકો તેને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા અભિનંદન આપવા લાગ્યા. વર્ષ ૨૦૧૮ માં ૧૨ ડીસેમ્બરના રોજ કપિલે ગીન્ની સાથે લગ્ન કર્યા હતા, અને તેના એક વર્ષ પછી ૧૦ ડીસેમ્બરના રોજ કપિલના ઘરમાં એક નાની એવી પરીએ જન્મ લીધો.

આમ તો તેના ફેંસ ઘણા સમયથી તેની વ્હાલી એવી પરીને જોવા માટે આતુર હતા, પરંતુ તેના કોઈ ફોટા સામે આવ્યા ન હતા. પણ હાલમાં જ કપિલે પોતાની દીકરીનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં કપિલ શર્મા પોતાની બેબી ગર્લને ખોળામાં ઉપાડેલા જોવા મળી રહ્યા છે.

એટલું જ નહિ, આ ફોટામાં કપિલે પોતાની પ્રીટી એંજલને ઘણી જ સુરક્ષા સાથે અને પ્રેમથી ખોળામાં લીધી છે. કપિલ તે દરમિયાન તે હુડી પહેરેલા જોવા મળી રહ્યા છે, અને બેબી વીંટર વીયરમાં ગરમીની મજા લઇ રહી છે. એક ફોટામાં તો બેબી સીધી પોતાના પપ્પાની આંખ સામે જોઈ રહી છે. એટલી ક્યુટનેસ અને એટલો પ્રેમ જોઇને તમારી આંખો ભીની થઇ જશે.

કપિલ જયારે પપ્પા બન્યા તો તેમણે તેની જાણકારી પોતે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસને આપી, અને મકર સંક્રાંતિના તહેવાર ઉપર કપિલ શર્માની દીકરીનો ફોટો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે. અને દીકરીનો જન્મ થવાથી કપિલ શર્માએ પોતાના કામમાંથી ૧૫ દિવસની રજા લીધી હતી. તે વાતથી એ તો સ્પષ્ટ થાય છે કે, કપિલ ધીમે ધીમે પોતાની જવાબદારીઓ સંભાળી રહ્યા છે અને તે એક સારા પિતા હોવાની તમામ ફરજો ભજવી રહ્યા છે.

જણાવતા જઈએ કે, કપિલ શર્માએ રજા લીધા પછી પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ સાથે પહેલો એપિસોડ શૂટ કર્યો હતો. કપિલ શર્મા પોતાની પત્ની ગીન્ની સાથે ડીલીવરી દરમિયાન રહેવા માંગતો હતો, અને તેના માટે પોતાના શો ના થોડા એપિસોડ કપિલ શર્માએ બેક ટુ બેક શુટ કરી દીધા હતા. કપિલ પોતાના કામમાં તો પરફેક્ટ છે જ, અને તેની સાથે સાથે તે એક સારા પતિ અને પિતા પણ બની ગયા છે.

એ વાત તો ઘણા ઓછા લોકો જાણતા હશે કે, બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂરના દીકરા તૈમુર અને કપિલની દીકરી વચ્ચે પણ ખાસ કનેક્શન છે. તે વાતનો ખુલાસો પોતે કપિલે જ સૌની સામે કર્યો હતો. કપિલે પોતાના જ શો ના એક એપિસોડમાં જણાવ્યું હતું કે, એક જ ડોક્ટરે કરીના અને ગીન્નીની ડીલીવરી કરી હતી. આ એપિસોડમાં કરીના કપૂર, અક્ષય કુમાર, કીયારા આડવાણી અને દીલજીટ દોસાંઝ પોતાની આગામી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ ના પ્રમોશન માટે આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.