કપિલ શર્માની દીકરી અને તૈમુરની એક ડોક્ટરે કરાવી ડિલિવરી, કોમેડિયનનું હતું આવું રિએક્શન

કપિલ શર્મા છેલ્લા ઘણા સમયથી ટીવીનો જાણીતો ચહેરો બનેલા છે. પોતાની કોમોડી દ્વારા એમણે ન ફક્ત દેશમાં જ પણ વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. કપિલ શર્માની પત્નીએ હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે. એ પછીથી કપિલ શર્મા અને એમની પત્ની ગિન્ની ચતરથ ઘણા ખુશ છે.

હાલમાં જ કપિલ શર્માને એ ખબર આ પડી કે જે ડોક્ટરને ગિન્નીના પહેલા સંતાનની ડિલિવરી કરાવી હતી, તેમણે જ કરીના કપૂરના દીકરા તૈમુરની ડિલિવરીમાં પણ મદદ કરી હતી. એ પછી કપિલ શર્મા વધારે ખુશ થઈ ગયા.

ગુડ ન્યુઝની ટીમ જેમાં અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા આડવાણી વગેરે શામેલ હતા, તે કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા. જેવી જ કરીના કપૂર એમના શો માં આવી તો કપિલે એમની પ્રશંસા કરવાની શરુ કરી દીધી. એ પછી કરીનાએ કપિલને દીકરી માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે, નાનકડી, વહાલી, લવલી લવલી દીકરી આવી છે તમારા ઘરમાં. લક્ષ્મી આવી છે તમારા ઘરમાં યાર.

એના જવાબમાં કપિલ શર્માએ કહ્યું કે, તમને ખબર છે કે ડોક્ટર પણ તે જ છે. કપિલે આગળ કહ્યું, ”મને જયારે ખબર પડી, લોકોએ જણાવ્યું કે તૈમુર પણ અહીં જન્મ્યા હતા. તો મેં કહ્યું કે ઓય હોય, મને તો મજા આવી ગઈ.’

જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને કરીનાની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ રિલીઝ થઈ ચુકી છે. હાલમાં જ પડદા પર આવેલી ફિલ્મને ઘણો સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.