કપિલ ના શો માં ગુત્થી વિના પણ લોકોને ખુબ મજા આવી, આવો રહ્યો એપિસોડ

કપિલ શર્મા ટીવી જગતમાં એક જાણીતું નામ છે, જે કોમેડીની દુનિયાના કિંગ બન્યા અને લોકોના દિલો ઉપર છવાઈ ગયા. કપિલનો શો એક એવો શો હતો જે દરેક વ્યક્તિનો ફેવરીટ ગણવામાં આવતો હતો, અને લોકો આ શો ના આવવાની આતુરતાથી રાહ જોતા હતા. કપિલએ પોતાના જીવનમાં જમીનથી આકાશ સુધીની સફર પૂરી કરી, પરંતુ કહે છે ને કે કલાકારો ચમકે છે તો આકાશમાંથી પાછા જમીન પર પણ આવે છે. અને તે થયું કપિલ શર્મા સાથે પણ, બધું જ સારું ચાલી રહ્યું હતું કે સુનીલ સાથે થયેલા તેના ઝગડાએ બધું જ પૂરું કરી નાખ્યું.

સુનીલનું કપિલથી અલગ થવું અને પછી કપિલના શો નું બંધ થવું, એક પછી એક ઘણી તકલીફોનો સામનો કર્યા પછી કપિલનો શો બંધ જ થઇ ગયો. અને ત્યાર પછી ઘણા પ્રયાસો પછી પણ કપિલ તે સફળતા સુધી ન પહોંચી શક્યા, અને ટીવી માંથી થોડા સમય માટે ગુમ થઇ ગયા. પરંતુ ઘણા સમય પછી કપિલ સામે આવ્યા અને તેમણે દુનિયાને પોતાના નવા શો આવવાની વાત જણાવી.

તમને એ પણ જણાવી દઈએ કે કપિલએ હાલમાં જ પોતાની ગર્લફ્રેન્ડ ગીન્ની સાથે લગ્ન કર્યા છે, અને લગ્ન પછી જ તેમનો નવો શો ‘ધ કપિલ શર્મા શો’ શનિવારની રાત્રે ટીવી ઉપર ફરી વખત પ્રસારિત થયો. જણાવી દઈએ કે આ વખતે પણ શો જુના શો ને મળતો જ આવે છે. જણાવી દઈએ કે કપિલના શો માં જુના ચહેરા સાથે તમને ઘણા નવા ચહેરા પણ જોવા મળશે.

કપિલના નવા શો ‘ધ કપિલ શર્મા શો’ માં સુનીલ ગ્રોવર, ઉપાસના સિંહ અને અલી અસગર જોવા ન મળ્યા, તો તે કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહની જોડીએ કપિલ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. કપિલની આખી ટીમની વાત કરવામાં આવે, તો તેમની આ કોમેડી ટીમમાં ચંદન પ્રભાકર, કીકુ શારદા, ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી અને કૃષ્ણા અભિષેક છે.

જણાવી દઈએ કે શનિવારના રોજ પ્રસારિત થયેલા આ શો માં કૃષ્ણા અભિષેક થોડા સમય માટે પડદા ઉપર જોવા મળ્યા. અને ભારતી સિંહના પાત્રની વાત કરીએ તો તેનું પાત્ર પણ જોરદાર દેખાયું. કપિલના પહેલા શો માં રણવીર સિંહ અને રોહિત શેટ્ટી પહોંચ્યા અને તેમણે કપિલ સાથે મળીને સેટ ઉપર ઘણી મસ્તી કરી છે. રણવીર અને રોહિત પોતાની ફિલ્મ સીંબાના પ્રમોશન માટે કપિલના શો ઉપર પહોચ્યા હતા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.