કપિલ શર્માએ ઠંડીમાં લીઘી દિલ્હી મેટ્રોમાં મુસાફરીની મજા, લોકોએ આપી દીધી આવી સલાહ

હંમેશા તમે બોલીવુડના પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્મા વિષેના સમાચારો સાંભળતા જ હશો. હાલમાં જ તેમના પ્રસિદ્ધ શો ‘ધ કપિલ શર્મા શો’ એ ૧૦૦ એપિસોડ પુરા કર્યા અને તેની સાથે જ તે એક દીકરીના પિતા પણ બની ગયા. કપિલ શર્મા હાલના દિવસોમાં ઘણા ખુશ છે, અને તેવામાં તે દિલ્હી કોઈ કામે ગયા હતા. કપિલ શર્માએ ઠંડીમાં દિલ્હી મેટ્રોમાં મુસાફરીની મજા માણી, અને લોકો સાથે ઘણી બધી વાતો કરતા એક સલાહ પણ આપી ગયા.

કપિલ શર્માએ ઠંડીમાં લીધી દિલ્હી મેટ્રોમાં સફરની મજા :

દેશનું પાટનગર દિલ્હી ક્યારેક તેની ઠંડી તો ક્યારેક ભયંકર ટ્રાફિક માટે ઓળખાય છે. તે પણ ઘણી વખત બન્યું કે, બોલીવુડના કલાકારો ટ્રાફિકને કારણે ઈવેંટસમાં મોડેથી પહોંચે છે. પરંતુ કપિલ શર્માએ તેની બીજી જ રીત કાઢી છે. કપિલ શર્મા પોતાના ઓનસ્ક્રીન પત્ની સાથે દિલ્હી મેટ્રોથી મુસાફરી કરતા પોતાની એક ઈવેંટમાં પહોંચ્યા અને તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા. દિલ્હી મેટ્રોના આ ફોટા કપિલ શર્માએ પોતે પોતાના ઓફીશીયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટથી શેયર કર્યા અને તેમાં તે પોતાની ટીમ મેમ્બર સુમોના ચક્રવર્તી સાથે જોવા મળ્યા.

આ ફોટા શેયર કરતા કપિલ શર્માએ પોતાના ફેંસને એક મજાની સલાહ પણ આપી દીધી. કપિલ શર્માએ સુમોના ચક્રવર્તી સાથે પોતાનો આ ફોટો શેયર કરતા કેપ્શનમાં દિલ્હી ટ્રાફિક અને ઠંડીનું વર્ણન કર્યું છે. તેમણે લખ્યું, હવે ટ્રાફિકમાં ફસાવાની કોઈ જરૂર નથી. દિલ્હી મેટ્રો, નવી દિલ્હીની ઠંડી, ત્યાર પછી લોકો તેની ઉપર કમેન્ટ કરી રહ્યા છે.

કપિલ શર્માના આ ફોટા ઉપર લોકોની જોરદાર કમેન્ટ્સ આવી રહી છે. કપિલ શર્મા હાલના દિવસોમાં ઘણો ટોપ ઉપર છે, અને તેના સિતારા પણ ઘણા ઉપર છે. તે એક દીકરીના પિતા બની ગયા, અને વર્ષો પછી તેમનું પોતાના મિત્ર સુનિલ ગ્રોવર સાથે સમાધાન થતું પણ જોવા મળી રહ્યું છે. લાંબા સમય પછી સોહેલ ખાનના જન્મ દિવસની પાર્ટી ઉપર સલમાન ખાન સાથે બંને કોમેડિયન એક જ ફ્રેમમાં જોવા મળ્યા.

કપિલ અને સુનીલ વચ્ચે આવી રીતે થયો હતો ઝગડો :

વર્ષ ૨૦૧૭ ની વાત છે જયારે કપિલ શર્માએ નશાની હાલતમાં પ્લેનમાં સુનીલ ગ્રોવરને કાંઈક કહી દીધું હતું. વાત એટલી વધી ગઈ હતી કે, કપિલ શર્માએ સુનીલ ગ્રોવર ઉપર હાથ સુધી ઉપાડી દીધો હતો. ત્યાર પછી કપિલ શર્માની એટલી ટીકા થઇ કે, તેના શો ના કલાકારો એક પછી એક શો છોડીને જવા લાગ્યા. સુનીલ ગ્રોવર અને અલી અસગરે તો પોતાનો બીજો શો પણ શરુ કરી દીધો હતો.

કપિલ શર્માના શો ફ્લોપ થઇ ગયા અને તે બંધ પણ કરવા પડ્યા. તે દરમિયાન કપિલ શર્માની ઘણી ટીકા થઇ જેના કારણે તે ડીપ્રેશનમાં જતા રહ્યા હતા. પરંતુ ડીસેમ્બર, ૨૦૧૮ માં સલમાન ખાને પોતાના પ્રોડક્શનમાં ફરી થી આ શો શરુ કર્યો, અને હવે આ શો હાલના સમયમાં નંબર ૧ ઉપર છે. અને સુનીલ અને કપિલ બંને સલમાનના ઘણા સારા દોસ્ત છે. તો બની શકે છે કે સલમાન એક વખત ફરી બંનેને એક કરીને શો માં સુનીલને પાછા લાવી દે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.