માં બન્યા પછી ખુબ જ બદલાઈ ગઈ કપિલ શર્માની પત્ની, ટ્રોલર્સ બોલ્યા ‘ભાઈ આ શું પાળી રાખ્યું છે’

દીકરીના જન્મ પછી એકદમ અલગ દેખાવા લાગી કપિલની પત્ની, ટ્રોલર્સ બોલ્યા ‘હાથી મેરા, જીવન સાથી’

કપિલ શર્મા હંમેશા તેની બેસ્ટ કોમેડીથી લોકોના ચહેરા પર હાસ્ય લાવતા રહે છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈ ખાસ તેના પોતાના ચહેરા ઉપર પણ હાસ્ય લાવવાનું કામ કરી રહ્યું છે. ખરેખર અમે વાત કરી રહ્યા છીએ કપિલના ઘરે આવેલા નાનકડી મહેમાન અનાયરા શર્મા વિશે.

10 ડિસેમ્બર 2019 ના રોજ જન્મેલી અનયારા હવે ત્રણ મહિનાની થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કપિલે તેના બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે 12 ડિસેમ્બર 2018 ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નના એક વર્ષમાં જ તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો. પુત્રીના જન્મ પછી કપિલના જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા છે. જયારે તે પિતા બન્યા ત્યારથી તેની જવાબદારીઓ અને ખુશીઓ બન્ને જ વધી ગઈ છે.

કપિલના જીવન ઉપરાંત ગિન્ની ચતરથમાં પણ ઘણા ફેરફાર આવ્યા છે. હકીકતમાં, પુત્રીના જન્મ પછી, ગિન્નીનું પહેલા કરતા પણ ઘણું વજન વધી ગયું છે. આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા ઉપર ગિન્નીના આ બદલાતા રૂપને જોઈને લોકોને ઘણું આશ્ચર્ય થઇ રહ્યું છે. તેની ફોટા ઉપર લોકોની સારી અને ખરાબ બંને પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે. હાલમાં એવું થયું કે, કપિલ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં ગયો હતો જ્યાં તેની સાથે તેની પત્ની ગિન્ની પણ હતી. આવી સ્થિતિમાં ગિન્નીના નવા લુકની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કપિલે આ તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરી છે. કપિલ તેની પત્ની સાથે ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 ના સ્ક્રીનિંગ ઉપર પહોંચ્યો હતો. કપિલે ટાઇગર શ્રોફ સાથે એક તસવીર પણ શેયર કરી છે. આ તસવીરને શેયર કરતા કપિલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘બાગી 3’ માટે મારા નાના ભાઈ ટાઇગર શ્રોફ અને તેની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ફિલ્મ પૈસા વસુલ છે. તમે પણ તમારા પરિવાર સાથે જઈને જરૂર જુવો. ”

જણાવી દઈએ કે, આ દરમિયાન કપિલ બ્લેક કલરના જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળ્યો હતો જ્યારે ગિન્નીએ ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો. ગિન્ની આ તસવીરોમાં પહેલા કરતા થોડી વધારે જાડી દેખાઈ રહી છે. જો કે તેમાં કોઈ શંકા નથી કે તેનો દેખાવ ખૂબ જ સુંદર છે. પરંતુ આ સોશ્યલ મીડિયાના લોકો છે તેમને લોકોના દેખાવના આધારે લોકોનો ન્યાય કરવાની ટેવ છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે ગિન્નીના નવા લુક વિશે લોકોએ શું કહ્યું?

ગિન્નીના નવા લુક પર લોકોએ શું કહ્યું?

ભાઈ, આ શું પાળી રાખ્યું છે?, હાથી મેરે જીવનસાથી, તને બીજુ કોઈ લગ્ન કરવા માટે ન મળ્યું, આટલી જાડી? આ તો બચ્ચા યાદવની બહેન હોય તેવું લાગે છે, તેના નસીબમાં આ હતી શું? આ રીતે જાત જાતની ટિપ્પણીઓથી લોકોએ ગિન્નીનું ઘણું અપમાન કર્યું.

જો કે, કેટલાક સારા લોકો પણ હતા જેમણે આ ટ્રોલર્સને પાઠ ભણાવ્યો. ઉદાહરણ તરીકે, એક યુઝર લખે છે કે, “જેઓ કપિલની પત્નીને જાડી કહી રહ્યા છે તેમને શરમ આવવી જોઈએ. બાળકના જન્મ પછી માતાનું વજન વધી જવું સામાન્ય વાત છે. ગિન્ની ખૂબ સુંદર દેખાઈ રહી છે. તમે લોકો કંઈપણ બોલો છો. ઘરમાં મમ્મી, બહેન જાડી નથી થતી શું? આવા લોકોમાં જરા પણ મગજ હોતું નથી.”

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે