કપૂરનો ઉપયોગ કરવા વાળા 99% લોકો નથી જાણતા આના 10 બેનમૂન ફાયદા, જરૂર જાણો

પૂજા પાઠમાં કપૂરનું પોતાનું અલગ જ મહત્વ હોય છે. આરતીના સમયે કપૂર સળગાવવામાં આવે છે, અને દેવી દેવતાઓને ખુશ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે કપૂર સળગાવવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે આરતીના સમયે કપૂર જરૂર સળગાવવામાં આવે છે. કપૂર સળગાવવાથી ભગવાન તો ખુશ થાય જ છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમે સ્વસ્થ પણ રહી શકો છો. કપૂર સળગાવવાથી ઘણા રોગોને દુર કરી શકાય છે. અને તમે ફીટ અને હેલ્દી રહી શકો છો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

કપૂર કેવી રીતે સળગાવવું જોઈએ?

પૂજા પાઠ માટે તો તમે કપૂર સારી રીતે સળગાવતા જ હશો. પરંતુ જો તમે ઘણી બીમારીઓથી બચવા માંગો છો તો એક રૂમમાં એક કપૂરની ગોળી સળગાવીને રૂમને બંધ કરી દો. આમ કરવાથી રૂમના બધા મચ્છર મરી જશે. અને બીમારીઓથી બચી જશો. તે ઉપરાંત તમારે દુષિત હવાથી બચવું છે, તો ઘરમાં કપૂર સળગાવો અને તેની ધીમી ધીમી સુગંધ તમને તણાવથી દુર કરી દેશે. તે ઉપરાંત કપૂરના ઘણા બીજા ફાયદા હોય છે. જેની ચર્ચા અમે નીચે કરીશું.

કપૂરના ફાયદા :

આમ તો કપૂર પૂજા પાઠમાં કામ આવનારી ઘણી જ સારી વસ્તુ છે. પરંતુ આજે અમે તમને તેની સાથે જોડાયેલા થોડા વિશેષ ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ, જેની ચર્ચા નીચે છે.

૧. વાળનું ખરવું : જો તમારા વાળ ખરી રહ્યા છે, તો નારીયેલ તેલમાં કપૂર ભેળવીને લગાવો, તેનાથી વાળ ખરતા બંધ થઇ જશે અને સાથે જ માથાના ખોડા વગેરેથી પણ છુટકારો મળી જશે.

૨. ગઠીયા રોગ : જો તમે ગઠીયા રોગથી દુ:ખી છો, તો તમે કપૂરના તેલથી તે જગ્યા ઉપર માલીશ કરો. તેનાથી તમને જલ્દી આરામ મળી જશે.

૩. દાઝી જવા ઉપર : જો તમે દાઝી ગયા છો, તો કપૂરનું તેલ અસર વાળા સ્થાન ઉપર લગાવો. એમ કરવાથી તમને જલ્દી આરામ મળી જશે. અને તે સતત લગાવવાથી ઘા ભરાઈ જશે.

૪. સાંધાનો દુ:ખાવો : જો તમે સાંધાના દુ:ખાવાથી દુ:ખી છો, તો તમારા માટે કપૂરનું તેલ આશીર્વાદ રૂપ છે. કપૂરના તેલથી માલીશ કરવાથી સાંધાનો દુ:ખાવો હંમેશા માટે દુર થઇ જાય છે.

૫. સુંદરતા માટે : જો તમે તમારી સુંદરતા વધારવા માંગો છો, તો કપૂર વાટીને ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરો ખીલી ઉઠશે અને ડાઘ ધબ્બા બધું દુર થઇ જશે. તેના માટે કોઈ તેલમાં કપૂર ભેળવીને પછી ચહેરા ઉપર લગાવો.

૬. પેટનો દુ:ખાવો : જો તમને પેટનો દુ:ખાવો છે, તો ફુદીનો અને અજમાના સરબતમાં થોડું કપૂર ભેળવો અને પી જાવ. આમ કરવાથી તમને જલ્દીથી આરામ મળી જશે.

૭. ખંજવાળ થવા ઉપર : જો તમને ખંજવાળ આવે છે, તો અસર વાળા ભાગ ઉપર કપૂરનું તેલ લગાવો, તેનાથી તમને જલ્દીથી આરામ મળી જશે અને સ્કીન પણ કાળી નહિ થાય.

૮. શરદી જુકામ થવા ઉપર : જો તમને શરદી જુકામ છે, તો કપૂરથી સારી કોઈ દવા નથી. તેના માટે તમે કપૂરને સુંઘી લો, તેનાથી તમારી આ બીમારી દુર થઇ જશે.

૯. ટેન્શન દુર કરવા માટે : આજકાલ ટેન્શન સૌથી મોટી સમસ્યા છે. દરેક તેનાથી દુ:ખી છે. તેવા સમયે કપૂરના તેલથી માથામાં માલીશ કરવાથી આ સમસ્યા દુર થઇ જાય છે.

૧૦. કાનનો દુ:ખાવો : જો તમે કાનના દુ:ખાવાથી દુ:ખી છો, તો તુલસીના પાંદડાના રસમાં થોડુ કપૂર ભેળવીને કાનમાં એક કે બે ટીપા નાખો, તેનાથી તમને જલ્દી આરામ મળશે.