કારમાં અંદર રહી ગઈ છે ચાવી, તો આ રીતે ખોલી શકો છો દરવાજો.

ઘણી વખત લોકોથી ભૂલ થાય છે કે તે પોતાની કારની ચાવીને કારની અંદર જ મૂકી દે છે અને તેનો દરવાજો બંધ કરી દે છે. તે લોકો પાસે કારની બીજી ચાવી પણ નથી હોતી. તેવામાં થોડી ટ્રીક્સ તમારી આ તકલીફને દુર કરી શકે છે. આમ તો જુદા જુદા પ્રકારની કારોની લોકીંગ સીસ્ટમ અલગ અલગ હોય છે. તમામ નવા મોડલ્સને રીમોટ કંટ્રોલ અને પાવર લોકીંગ સાથે વહેચવામાં આવે છે, પરંતુ જૂની કારો માત્ર મેનુઅલી ખુલે છે. તે ઉપરાંત અમુક કારોમાં વિંડોની અંદર દરવાજાની ઉપર લોકીંગ નોબ હોય છે અને ઘણી કારોમાં હેન્ડલ.

કારના દરવાજા ખોલવાની રીત :

૧. કારના દરવાજા કોટ હેન્ગરના ઉપયોગથી ખોલી શકાય છે. તમારે એક વાયર હેન્ગરની જરૂર છે, જેને વાળી શકો અને હુક બનાવી શકો જે વિંડોમાં રબર સ્ટ્રીસ્પ માંથી અંદર જઈ શકે. ત્યાર પછી તમારા આ હુક દ્વારા લોકીંગ સીસ્ટમને ખોલવાનું રહેશે. તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તેનાથી તમારું કામ થઇ જશે. એક વાતનું ધ્યાન રાખો કે તમે મેટલને બદલે પ્લાસ્ટિક ક્લોથ હેન્ગરનો ઉપયોગ કરો. દરવાજાને નુકશાન નહિ થાય.

૨. આ રીત ઘણી વધુ સામાન્ય છે. આ રીતનો ઉપયોગ મારુતિ અને હ્યુન્ડાઈની જૂની કારોમાં ઉપયોગ કરી શકાય છે. કારનો દરવાજો ખોલવા માટે દરવાજા ઉપર લાગેલા રબરના સ્કેલથી દુર કરો. ત્યાર પછી સ્કેલના તે રબર દુર થવાથી બનેલી જગ્યામાં નાખો. દરવાજામાં લાગેલો નોબ પોતાની જાતે ઉપર આવી જશે.

૩. ઈંફ્લેટેબલ વેજ કે એયર પેકના ઉપયોગથી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. આ ટુલ દ્વારા તમે એક એયરપેકને દરવાજાના ઉપરના ભાગમાં રાખીને હવા ભરો. પછી એક એયર પેકને દરવાજાની સાઈડમાં લગાવીને હવા ભરો. તેનાથી તમારા દરવાજામાં સ્પેલસ બની જશે અને તમે તેને રોડ કે હુક દ્વારા ચાવી કે લોકને ખોલી શકશો, આ તુલ સરળતાથી મળી જાય છે.

૪. પ્લાસ્ટિકની સ્ટ્રિયુપથી પણ કારના દરવાજા ખોલી શકાય છે. પ્લાસ્ટિકની સ્ટ્રિપને કાર વિંડોથી નાખીને લોકને ખોલી શકાય છે.

૫. બુટની ફીતે કે કહો કે શું લેસથી પણ કારના દરવાજા ખોલી શકાય છે. તે થોડું મુશ્કેલ છે પરંતુ તેનાથી નોબ વાળા લોકીંગ સીસ્ટમને ખોલી શકાય છે. બુટની ફીતે વચ્ચેથી ગોળ નોટ બનાવીને તેને દરવાજાની અંદર નાખીને લોકને ખોલી શકાય છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.