કારનો સાઈડ મિરર તૂટી ગયો તો ડ્રાઈવરે કર્યો જુગાડ, સોશિયલ મીડિયા પર થઇ રહી છે પ્રશંસા.

“જુગાડ” આ શબ્દ ભારતીય લોકોના લોહીમાં વસેલો છે. કારણ કે ભારતના લોકો જેવા જુગાડ કરવા બીજા કોઈના વશની વાત નથી. તમે પણ તમારા જીવનમાં કોઈને કોઈ કામ પૂરું કરવા જુગાડ લગાવ્યા હશે. કોઈ એક મશીન બરાબર ચાલતું ન હોય તો એમાં કોઈ બીજા મશીનની વસ્તુ વાપરીને તમે કામ ચલાવી લીધું હશે.

અને આજે પણ તમને એવા ઘણા લોકો જોવા મળશે, જે જુગાડ પર જ પોતાનું મોટાભાગનું કામ કરતા હશે. તેમજ આજે તમે તમારી સમક્ષ આપણા એક ભારતીય ભાઇબંધનો જુગાડ લઈને આવ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આવો અમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

કાર ચલાવતા સમયે ઘણીવાર એવું થઇ જાય છે કે, તમારી ગાડી પર સ્ક્રેચ અથવા તો ગોબો પડી જાય છે. ઘણી વાર મોટા અકસ્માતમાં બમ્પર કે કાચ તૂટી પણ જાય છે. પણ આજે જે કિસ્સા વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેમાં એક ટેક્સી ડ્રાઈવરે કારનો એક ભાગ તૂટી જવા પર એક એવો જુગાડ લગાવ્યો, કે તે જુગાડ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. અને લોકો દ્વારા એ ડ્રાઈવરની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ટેક્સી (કેબ) ડ્રાઈવરે પોતાની કારના સાઈડ મિરરની જગ્યાએ એવી વસ્તુ લગાવી છે, જેને જોયા પછી તમે પણ ચકિત રહી જશો. અને લોકો દ્વારા આ ફોટાને ઘણો શેયર પણ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ વ્યક્તિની કારનો સાઈડ મિરર તૂટી ગયો હતો. અને કાર ચલાવતા સમયે મિરરની જરૂર તો પડે છે, કારણ કે એની મદદથી જ પાછળથી આવતા વાહનો જોઈ શકાય છે. પરંતુ કારનો સાઈડ મિરર તૂટી ગયા પછી આ વ્યક્તિને એક ઉપાય સુઝ્યો, અને એણે એ તૂટેલા મિરરને બદલવાની જગ્યાએ એક જુગાડ લગાવ્યો.

જણાવી દઈએ કે સાઈડ મિરર તૂટ્યા પછી આ વ્યક્તિએ કારમાં શેવિંગ મિરર લગાવ્યો છે. જી હાં, આ વ્યક્તિએ પોતાની કારમાં આપણે આપણા ઘરમાં જે નાનો અરીસો વાપરીએ છીએ એ ચોંટાડી દીધો છે. અને જેવો આ ટેક્સીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો શરુ થયો કે લોકો આ ડ્રાઇવરની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. તો અમુક લોકોએ એને ખરું ખોટું કહેવાનું પણ શરુ કરી દીધું. પરંતુ ઘટના કોઈ પણ હોય, આ વાત પરથી એ સાબિત થાય છે કે ભારતીય લોકો જુગાડ કરવા માટે સૌથી આગળ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.