નવા વર્ષ એટલે કે કારતક માસના પહેલા મંગળવારે આ રાશિઓની કુંડળીમાં બન્યો શુભયોગ, વિષ્ણુ-લક્ષ્મીની વરસશે કૃપા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલ તમારા નસીબમાં સુધારો પણ લાવી શકે છે અને તમારું નસીબ બગાડી પણ શકે છે કેમ કે ગ્રહોમાં સતત ફેરફાર થતા રહે છે અને ગ્રહોની સ્થિતિ જેવી તમારી કુંડળી રહેશે તે મુજબ જ તમને ફળ મળે છે, જો તેની સ્થિતિ શુભ હોય તો તેને કારણે જ તમને તમારા નસીબનો ભરપુર સહયોગ મળશે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો, પરંતુ ગ્રહોની સ્થિતિ તમારી કુંડળીમાં ઠીક ન હોય તો તેને કારણે જ તમને દરેક પ્રકારે નિરાશાનો સામનો કરવો પડે છે.

જ્યોતિષના જાણકારો મુજબ આજે કારતક માસના પહેલા મંગળવારે અમુક રાશીઓની કુંડળીમાં શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે અને આ આ રાશીઓના લોકો ઉપર વિષ્ણુ-લક્ષ્મીની કૃપા વરસવાની છે, તેને પોતાના નસીબનો પુરતો સાથ મળશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે, છેવટે આ નસીબદાર રાશીઓ કોણ છે? આજે અમે તેના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ કારતક માસના પહેલા મંગળવારે કઈ રાશીઓની કુંડળીમાં બની રહ્યા છે શુભયોગ

વૃષભ રાશી વાળા લોકોની કુંડળીમાં કારતક માસ પહેલા મંગળવારના શુભ યોગને કારણે જ જમીન મકાન સંબંધિત કાર્યોમાં તમને સારો ફાયદો મળશે, લગ્ન જીવનમાં આનંદ જળવાઈ રહેશે, તમે વેપારમાં સતત પ્રગતી તરફ આગળ વધશો, કોર્ટ કચેરીની બાબતમાં તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે, ઘર પરિવારમાં આનંદ જળવાઈ રહેશે, તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.

કર્ક રાશી વાળા લોકોની કુંડળીમાં ઉભા થઇ રહેલા શુભ યોગને કારણે જ રાજકીય કાર્યોમાં સફળતા મળવાની શક્યતા ઉભી થઇ રહી છે, કુટુંબનું વાતાવરણ ઉત્તમ રહેશે, કુટુંબના લોકો વચ્ચે એકબીજા સાથે સુમેળના યોગ ઉભા થઇ રહ્યા છે, તમે તમારા દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરશો. વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં લાગશે, વેપારમાં તમને સારો લાભ મળવાની શક્યતા છે.

તુલા રાશી વાળા લોકોના તમામ અટકેલા કામ પુરા થવાના છે, આ શુભ યોગનું તમને સારું પરિણામ મળશે, કાર્યક્ષેત્રમાં આવનારી અડચણો દુર થશે, કોઈ પ્રવાસ દરમિયાન તમને સારો લાભ મળી શકે છે, મિત્રોનો પૂરતો સહકાર મળશે, કુટુંબના લોકો સાથે તમે સારો સમય પસાર કરશો, તમારા આરોગ્યમાં સુધારો આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે, બાળકોની પ્રગતીથી તમને આનંદ અને ગર્વનો અહેસાસ થશે.

કુંભ રાશી વાળા લોકો દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય ફાયદાકારક રહેવાના છે. તમારી કુંડળીમાં ઉભા થઇ રહેલા આ શુભસંયોગને કારણે જ કોર્ટ કચેરીના નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે, શિક્ષણ સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે, તમને તમારી કારકિર્દીમાં પ્રગતીનો રસ્તો પ્રાપ્ત થઇ શકે છે, કારકિર્દીના સંબંધમાં કોઈ પ્રવાસ ઉપર જવું પડી શકે છે, પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે, તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક ફરવાનું આયોજન બનાવી શકે છે, તમારો આર્થિક પક્ષ મજબુત રહેશે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ

મેષ રાશીવાળા લોકોના ખર્ચમાં ઘણો વધારો થવાને કારણે જ તમારે પૈસા ઉધાર લેવા પડી શકે છે, એટલા માટે તમે તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો, આ રાશી વાળા લોકોનું આરોગ્ય બગડી શકે છે, તમે તમારા ભવિષ્યની યોજનાઓ ઉપર વિચારણા કરી શકો છો, તમે તમારા સંતાનને માર્ગદર્શન આપશો, કોઈ પણ પ્રવાસ ઉપર જવાથી દુર રહેશો.

મિથુન રાશી વાળા લોકોને આવનારા દિવસોમાં કોઈ પણ મહત્વના કાર્યો સમજી વિચારીને કરવાના રહેશે, તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ એક ખોટો નિર્ણય તમને ભારે નુકશાન પહોચાડી શકે છે. આવનારા દિવસોમાં તમે પૈસાની લેવડ દેવડ કરવામાં સમજદારી પૂર્વક કામ લેશો, પતિ પત્ની વચ્ચે ગેરસમજણો ઉભી થવાની શક્યતા ઉભી થઇ રહી છે, તમારૂ આરોગ્ય સારું રહેશે. તમે થોડા નવા લોકો સાથે દોસ્તી કરી શકો છો.

સિંહ રાશી વાળા લોકોએ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના રોકાણમાં અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે નહિ તો તમને નુકશાન થઇ શકે છે, ધર્મ કર્મના કાર્યોમાં વધુ રસ રહેશે, તમે તમારા કુટુંબના લોકો સાથે કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસનું આયોજન કરી શકો છો, યુવાનોની કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થવાની શક્યતા ઉભી થઇ રહી છે, કુટુંબના મોટા વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

કન્યા રાશી વાળા લોકો તેમના આવનારા સમયમાં મનોરંજન કાર્યોમાં વધુ સમય પસાર કરવાના છે. મનોરંજન કાર્યોમાં વધુ ધરણ ખર્ચ થવાની શક્યતા ઉભી થઇ રહી છે, જેને કારણે જ આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. અચાનક તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો, જેના માર્ગદર્શનથી તમને સારું પરિણામ પ્રાપ્ત થશે, ઋતુમાં ફેરફાર થવાને કારણે આરોગ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે, તમે તમારા ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપો.

વૃશ્ચિક રાશી વાળા લોકોને સંતાન સંબંધિત ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે, તમારા દુશ્મનો સક્રિય રહેશે, તે તમને નુકશાન પહોચાડવાનો પ્રયાસ કરી શકે છે એટલા માટે તમે સતર્ક રહો, કુટુંબમાં કોઈ વાતને લઈને તનાવ ઉત્પન થવાની શક્યતા ઉભી થઇ રહી છે, તમે તમારા કુટુંબની બાબતો ઉપર વિચાર વિમર્શ કરો, પરણિત જીવન સારું પસાર થશે, વાહન ચલાવતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

ધન રાશી વાળા લોકોનો આવનારો સમય મિશ્ર રહેવાનો છે, કાર્યક્ષેત્રમાં અધિકારી વર્ગના લોકો તમારાથી ખુશ રહેશે, મિત્રો પાસેથી અપેક્ષિત સહયોગ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. જમીન મિલકત સંબંધિત કોઈ પ્રકારના વાદ વિવાદ થઇ શકે છે. પિતાનું આરોગ્ય બગડવાની શક્યતા ઉભી થઇ રહી છે, વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશી વાળા લોકોએ પોતાના કામકાજમાં સાવચેતી રાખવાની જરૂર છે, જે લોકો વેપારી વર્ગ છે તેનો વેપાર ઠંડો ચાલશે, માતા પિતાના આશીર્વાદ તમારી ઉપર જળવાયેલા રહેશે, વિદ્યાર્થી વર્ગના લોકોએ વધુ મહેનત કરવી પડશે ત્યારે તેમને સફળતા મળી શકે છે, કોઇ ખાસ મિત્ર સાથે મતભેદ થવાની શક્યતા ઉભી થઇ રહી છે, તમે કોઈ પણ પ્રકારના રોકાણ થોડા દિવસો માટે ન કરો, તમારે આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપવું પડશે.

મીન રાશી વાળા લોકોને આવનારો સમય સામાન્ય રહેશે, રાજકારણ ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે, કુટુંબમાં માન સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે, સંતાનની કામગીરીઓ ઉપર ધ્યાન આપવું પડશે નહિ તો સંતાન તરફથી મુશ્કેલી ઉભી થવાની શક્યતા ઉભી થઇ રહી છે, તમે કોઈ નવું વાહન ખરીદવાની ઈચ્છા કરી શકો છો, શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને મિશ્ર લાભ મળશે, મહિલા મિત્રને કારણે દુઃખ સહન કરવું પડી શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.