વર્ષો પછી કરીનાએ જાહેર કર્યુ પોતાનું દુ:ખ, કહ્યું, રાત્રે માં અને બહેનને રડતા જોયા, પરંતુ….

કોઈપણ વ્યક્તિએ સફળતાની સીડી ચડવા માટે ઘણી મહેનત કરવાની હોય છે, ત્યારે જઈને તે સફળ થાય છે. ક્યારેક યુદ્ધમાં લડવું પડે છે તો ક્યારેક પોતાના સાથે લડવું પડે છે. પરંતુ કોઈ આહુતિ વગર સફળતા નથી મળતી. એવું જ કાંઈક કરીના અને કરિશ્મા કપૂર સાથે પણ થયું છે. આજે તેમને જોઈને એવું લાગે છે કે બન્નેનું જીવન કેટલું સરળ છે. કરીના અને કરિશ્મા બોલીવુડની સુપરસ્ટાર રહી ચુકી છે. પરંતુ તેમના સ્ટ્રગલ વિષે ઘણા ઓછા લોકો જાણે છે, જેનો ખુલાસો કરીના કપૂરએ પોતે કર્યો છે. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

બોલીવુડની અભિનેત્રી કરીના કપૂરે વર્ષો પછી પોતાનું એ રાતનું દુ:ખ જાહેર કર્યુ, જયારે તેની માં અને બહેન રડતા હતા. કરીના કપૂર ભલે જ આજે નવાબો જેવું જીવન જીવી રહી છે. પરંતુ એક સમય હતો, જયારે તેણે તેની બહેનના સ્ટ્રગલને જોયું અને પોતાની માં ને તેને પૂરું કરવા માટે રડતી પણ જોઈ. વર્ષો પછી જયારે હવે કરીના કપૂર પાસે બધું જ છે, ત્યારે તેણે પોતાના દુ:ખનો ખુલાસો કર્યો, જે જાણીને કરિશ્માની આંખોમાં પણ આંસુ આવી જશે.

રાત્રે માં અને બહેનને રડતા જોયા – કરીના કપૂર :

કરીના કપૂરે હાલમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, કે એક સમય હતો જયારે મારી માં અને મારી બહેન રાત્રે રડતી હતી. કરીના કપૂરે જણાવ્યું કે, જયારે દાદા રાજ કપૂરનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારે મારી બહેન અને માં ઘણું રડ્યા હતા. બન્ને આખી રાત રડ્યા હતા અને માં માત્ર નિસહાય હતી, કેમ કે તે ઘણી નાની હતી. કરીના કપૂરે આગળ કહ્યું કે મારી બહેનના અભિનેત્રી બનવા માટે માં એ ઘણું સ્ટ્રગલ કર્યુ, પરંતુ જો દાદાજી હોત તો એવું ક્યારે પણ ન થયું હોત.

માત્ર માં નો સપોર્ટ હતો – કરીના કપૂર :

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી કરીના કપૂરે કહ્યું, કે જયારે કરિશ્મા અભિનેત્રી બનવા જઈ રહી હતી, ત્યારે અમારી પાસે કોઈનું સમર્થન ન હતું. માત્ર માં બબીતાનું જ સમર્થન હતું. કરીના કપૂરે કહ્યું કે જો અમારી સાથે કોઈ હતું તો તે અમારી માં જ હતી, અને પરિવારના કોઈ પણ સભ્યનું કોઈ પણ સમર્થન ન હતું. અમે બધા એકદમ એકલા થઇ ગયા હતા. પરંતુ માં એ કરિશ્મા ઉપર વિશ્વાસ રાખ્યો અને તેને સાથ આપ્યો, ત્યાર પછી મારો પણ રસ્તો સરળ થઇ ગયો અને અમે બન્નેએ અમારી માં નું નામ ઉજ્વળ કર્યુ.

બોલીવુડની જોરદાર અભિનેત્રી રહી છે કરીના અને કરિશ્મા કપૂર :

કરીના અને કરિશ્મા કપૂર બોલીવુડની જોરદાર અભિનેત્રી રહી છે. કરિશ્મા કપૂરે બોલીવુડ ઉપર વર્ષો સુધી રાજ કર્યુ છે. તો આ કરીના કપૂર આજે પણ બોલીવુડની બેબોના નામથી ઓળખાય છે. બન્ને બેહેનોએ પોતાની માં ના વિશ્વાસને ક્યારે પણ ન તોડ્યો અને કપૂર ખાનદાનનું હંમેશા નામ ઉજ્વળ કર્યુ છે. હવે કરિશ્મા બોલીવુડથી દુર જ થઇ ગઈ છે, તો કરીના હજુ પણ વર્ષમાં એકાદ ફિલ્મ કરી લે છે.