નખ ચાવવાની આદતથી લઈને શાહિદ કપૂર સાથે ખાનગી વિડીયો વાયરલ થવા સુધી, જાણો કરીના કપૂરના 13 રહસ્ય

કરીના કપૂર બોલીવુડની ટોચની હિરોઈનોમાંથી એક છે. આજે ૩૯ વર્ષની ઉંમરમાં પણ કરીનાએ પોતાની સુંદરતા અને ફીટનેસ જાળવી રાખી છે. તેમણે બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મો આપી છે. તે વધુ ઉંમર હોવા છતાં પણ આજ સુધી ફિલ્મોમાં ખાસ કરીને મુખ્ય હિરોઈન તરીકે આવી રહી છે. આજે અમે તમને કરીના સાથે જોડાયેલા એવા રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે નહિ જાણતા હોય.

૧. કરીના જયારે જન્મી હતી તો તેના દાદા રાજ કપૂરે તેનું નામ સિદ્ધીમા રાખ્યું હતું.

૨. કરીનાનું મન ‘Anna Karenina’ નામના એક પુસ્તકના આધારે છે. આ તે પુસ્તક છે જે કરીનાની મમ્મી બબીતા તે દિવસોમાં વાંચતી રહેતી હતી જયારે કરીના તેના પેટમાં હતી. આમ તો કરીનાના ઘરવાળા તેને બેબો કહીને બોલાવે છે.

3. ઋત્વિક રોશનની ‘કહો ના પ્યાર હે’ ફિલ્મ માટે કરીના કપૂર પહેલી પસંદ હતી. આમ તો પાછળથી તેમણે અભિષેક બચ્ચન સાથે ‘રેફ્યુજી’ ફિલ્મથી ડેબ્યુ કરવાનું યોગ્ય સમજ્યું. રેફ્યુજી ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

૪. કરીના કપૂર બોલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જે બોલીવુડના ટોચના પાંચ ખાન કલાકાર સાથે અભિનય કરી ચુકી છે. તેમાંથી સલમાન અને આમીર સાથે તેની સૌથી વધુ હીટ ફિલ્મો આવી છે.

૫. તમે બધાએ કરીના અને શાહિદ કપૂરની લવ સ્ટોરી સાંભળી હશે. પરંતુ ઘણા ઓછા લોકો એ વાત જાણતા હશે કે, કરીના શાહીદ કપૂર માટે શાકાહારી સુધી બની ગઈ હતી.

૬. ઘણા લોકોનું માનવું છે કે, ‘ફિદા’ ફિલ્મ દરમિયાન શાહિદ સાથે રીલેશનમાં હોવા છતાં પણ કરીનાનું ફરદીન ખાન સાથે ખાનગી અફેયર ચાલી રહ્યું હતું.

૭. ‘ટશન’ ફિલ્મના શુટિંગ દરમિયાન કરીનાનું દિલ સૈફ અલી ખાન ઉપર આવી ગયું હતું. તે સમયે કરીના અને શાહિદના બ્રેકઅપ થયા ન હતા.

આમ તો જયારે પાછળથી શાહિદને તેના વિષે ખબર પડી, તો તેણે કરીના સાથે પોતાનો ત્રણ વર્ષ જુનો સંબંધ તોડી નાખ્યો.

૮. જયારે કરીના અને શાહિદ રીલેશનમાં હતા તો બંનેનો કિસ કરતો એક પર્સનલ વિડીયો ઈન્ટરનેટ ઉપર વાયરલ થયો હતો.

૯. કરીનાને ચપ્પલ સાથે ખુબ પ્રેમ છે. તેના ઘરમાં ચપ્પલનું ઘણું મોટું કલેક્શન છે.

૧૦. કરીનાને નખ ચાવવાની ખરાબ ટેવ છે. તે વાતનો ખુલાસો તેમણે જ એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો.

૧૧. એક કમાઉ હિરોઈન હોવા છતાં પણ કરીના પોતાની કમાણીના પૈસા પોતાની ઉપર વાપરતી ન હતી. ખાસ કરીને તે પોતાના પતિ સૈફ ઉપર પૈસા ઉડાવે છે.

તેનું એક કારણ એ છે કે, કરીનાની લાઈફસ્ટાઈલ ઘણી મોંઘી છે. એક વખત તો કરીનાએ એટલી બધી જ્વેલરી શોપિંગ કરી લીધી હતી કે, પતિ સૈફને દુકાનદારને વિનંતી કરવી પડી હતી કે મને પૈસા ચુકવવા માટે થોડો સમય આપો.

૧૨. ‘અજનબી’ ફિલ્મના શુટિંગ દરમિયાન કરીના અને બિપાશા બસુનો ઝગડો થઈ ગયો હતો. ખાસ કરીને કરીનાની ડિઝાઈનર કરીનાની પરવાનગી વગર બિપાશાને મદદ કરી રહી હતી. ત્યાર પછી કરીનાએ બિપાશાને ‘બ્લેક કેટ’ કહી હતી અને થપ્પડ પણ મારી હતી. આમ તો ૨૦૦૮માં બંનેના સંબંધો સારા થઈ ગયા હતા.

૧3. ‘હિરોઈન’ ફિલ્મ દરમિયાન કરીનાએ ૧૩૮ ડિઝાઈનર સાડી પહેરી હતી, તેની સાથે જ સૌથી યુનિક સાડી પહેરવાનો રેકોર્ડ પણ આ ફિલ્મના માધ્યમથી કરીનાના નામે છે. આ દિવસોમાં ઘણી હિરોઈનો પોતે જ પોતાની ફિલ્મના ગીતમાં અવાજ આપી રહી છે. આ ટ્રેન્ડ કરીનાએ ‘દેવ’ ફિલ્મથી શરુ કર્યો હતો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.