મકાઈની રોટલી અને સરસવનું શાક જોતા જ તૂટી પડી કરીના કપૂર, વાયરલ થયા ફોટા

બોલીવુડની બેબો એટલે કરીના કપૂર આ ઉંમરમાં પણ લોકોના દિલ ધડકાવી દે છે. બેબો પોતાના શરીરના દેખાવથી દરેકના દિલ ધબકાવવાનું કામ જાણે છે, જેને કારણે જ તે અવાર નવાર સમાચારોમાં છવાયેલી રહે છે. હાલના દિવસોમાં કરીના કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ડાના શુટિંગમાં વ્યસ્ત છે. જ્યાંથી તેના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં કરીના કપૂર ઘણી જ અલગ દેખાઈ રહી છે, જેને કારણે જ તેના ફેંસ આ ફોટાને ઘણા વધુ પસંદ કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર પાસે હાલના દિવસોમાં બે ફિલ્મો છે, જેને કારણે જ તેમનું શેડ્યુલ થોડુ વ્યસ્ત છે. વ્યસ્ત શેડ્યુલ વચ્ચે કરીના કપૂર પંજાબ જઈને ઘણું બધું ખાતા જોવા મળી, જેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં કરીના કપૂર ઘણી જ વધુ ભૂખી દેખાઈ રહી છે, અને તે પંજાબી ખાવાનો આનંદ ઉઠાવી રહી છે. ફિલ્મના સેટ ઉપરથી કરીના કપૂરના ઘણા ફોટા સામે આવતા રહે છે, જે જોઈને તેના ફેન્સ ઘણા જ વધુ ઉત્સાહિત બની જાય છે.

ડાયટીંગ ભૂલી ગઈ કરીના કપૂર :

પંજાબના ભોજનની પ્રશંસા માત્ર ભારત જ નહિ પરંતુ આખા વિશ્વમાં છે. દરેક લોકો પંજાબના ભોજનની પ્રશંસા કરે છે, તેવામાં કરીના કપૂર ત્યાં જઈને કેવી રીતે પોતાને કંટ્રોલ કરી શકે? તેને કારણે જ કરીના કપૂર પંજાબનું ભોજન જોતા જ પોતાની ડાયટ ભૂલી ગઈ અને ખાવા ઉપર તૂટી પડી. વાયરલ થયેલા ફોટામાં તમે જોઈ શકો છો કે, કરીના કપૂર કેવી પુરા જોશ સાથે ખાવાનું ખાઈ રહી છે. કરીના કપૂરના આવા પ્રકારના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે.

આમીરની અપોઝીટ હશે કરીના કપૂર :

ફિલ્મ લાલ સિંહ ચડ્ડાના શુટિંગ માટે ચંડીગઢ જઈ કરીના કપૂર ઋતુનો ભરપુર ફાયદો ઉઠાવી રહી છે. તે હાલના દિવસોમાં સરસવનું શાક ખાતી જોવા મળી રહી છે. ફિલ્મની વાત કરીએ તો તેમાં કરીના સાથે આમિર ખાન જોવા મળશે, જેને કારણે જ ફિલ્મ હીટ થવાનું નક્કી છે એવું માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં આમીર ખાન એક સીખનું પાત્ર ભજવશે, જેની પ્રેમિકા કરીના કપૂર રહેશે. તે ઉપરાંત આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો પણ સીન દેખાડવામાં આવશે.

આ ફિલ્મોમાં પણ જોવા મળશે :

વર્ષના અંતમાં કરીના અને અક્ષયની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ પડદા ઉપર રીલીઝ થશે. ત્યાર પછી કરીના કપૂર અને ઈમરાન ખાનની ફિલ્મ માર્ચ ૨૦૨૦ માં રીલીઝ થશે, જેનું નામ અંગ્રેજી મીડીયમ હશે. સ્પષ્ટ છે કે, કરીના કપૂરની એક પછી એક ફિલ્મો રીલીઝ થશે. જેને કારણે જ તેના ફેંસ ઘણા જ વધુ ઉત્સાહિત છે. આ ફિલ્મોને કારણે જ કરીના કપૂરની કારકિર્દી પોતાની ચરમ સીમા ઉપર પહોંચી જશે. કરીના કપૂર હાલ ભલે વધુ ફિલ્મો નથી કરતી, પરંતુ વર્ષમાં એક કે બે ફિલ્મો તો કરી જ લે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.