શોક સભામાં હસ્તી દેખાઈ કરીના કપૂર, લોકોએ કહ્યું : ‘જુઓ તો આ શરમ વગરનીને…..’

આમ તો બોલીવુડની બેબો કહેવાતી કરીના કપૂર હંમેશા પોતાના ફેંસના દિલ જીતતી જોવા મળી રહે છે. પરંતુ આ વખતે તેના ફેંસ તેનાથી નારાજ થઈ ગયા. વાત માત્ર નારાજગી સુધી સીમિત નથી રહી, પરંતુ સોશિયલ મીડિયા ઉપર તેને જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી. કરીના કપૂરે સોશિયલ મીડિયા ઉપર હસવાને કારણે જ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. એટલું જ નહિ લોકો તેને તે દરમિયાન ઘણા પ્રકારની શિખામણ આપતા પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચી ગઈ છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલમાં જ મનીષ મલ્હોત્રાના પિતાની શોક સભામાં હાજર રહી હતી, જ્યાંથી તેના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ વખતે તે પોતાના ફેંસની ઊંઘ ઉડાડવામાં સફળ થઈ નથી, પરંતુ ગુસ્સો અપાવી બેઠી. ફેંસે કરીના કપૂરના આવા પ્રકારના ફોટા જરાપણ પસંદ નથી આવ્યા, અને તેને સોશિયલ મીડિયા ઉપર જ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. મનીષ મલ્હોત્રાના પિતા હાલમાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. જેને કારણે જ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોક સભામાં હસતી જોવા મળી કરીના કપૂર :

બોલીવુડની બેબો કરીના કપૂર જયારે મનીષ મલ્હોત્રાના પિતાની શોક સભામાં આવી તો મીડિયાના કેમેરા તેની ઉપર પહોંચી ગયા. લોકો તેને કવર કરી રહ્યા હતા. પરંતુ ત્યારે તે ખડખડાટ હસવા લાગી. ત્યાર પછી લોકોનો ગુસ્સો બહાર આવ્યો. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર કરીના કપૂરના હસતા હોય એવા ફોટા વાયરલ થવા લાગ્યા, જે જોઈને જ તેના ફેંસનો ગુસ્સો બહાર આવ્યો અને તેને એકથી એક ચડીયાતી સલાહ આપવા લાગ્યા. કરીના કપૂર પહેલા ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થઈ ચુકી છે.

લોકોએ આપી શિખામણ :

શોક સભામાં કરીના કપૂરને હસતી જોઈને પહેલા તો લોકોને ઘણો બધો ગુસ્સો આવ્યો. પરંતુ પછી તેઓ કરીનાને એકથી એક ચડીયાતી શિખામણ આપવા લાગ્યા. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, તમે કેટલા શરમ વગરના છો, તમારી પાસેથી આવી અપેક્ષા બિલકુલ ન હતી. અને બીજી તરફ એક યુઝરે લખ્યું કે, આવા લોકો પાસેથી આવી જ અપેક્ષા રાખી શકાય છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે બધા મળીને લોકોએ કરીના કપૂરની જોરદાર ટીકા કરી, અને તેને ઘણી બધી સલાહ પણ આપી દીધી.

આ ફિલ્મોમાં વ્યસ્ત છે કરીના કપૂર :

બોલીવુડની બેબો એટલે કરીના કપૂર હાલના દિવસોમાં ઢગલાબંધ ફિલ્મોમાં વ્યસ્ત છે, જેમાંથી એક ફિલ્મ તો હાલમાં જ રીલીઝ થવાની છે. આ ફિલ્મનું નામ ‘ગુડ ન્યુઝ’ છે, જેમાં તેની સાથે અક્ષય કુમાર જોવા મળવાના છે. કરીના કપૂર પાસે અંગ્રેજી મીડીયમ, લાલ સિંહ ચડઢા અને તખ્ત જેવી ફિલ્મો છે, જેની રાહ તેના ફ્રેન્ડ આતુરતાપૂર્વક રાહ જોઈએ રહ્યા છે. આ ફિલ્મોમાંથી મોટાભાગની ફિલ્મો આવતા વર્ષે જ રીલીઝ થઇ શકશે, તેવામાં થોડી એવી રાહ વધુ જોવી પડી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.