જાણો કારેલા નાં ખુબ ફાયદા અને કોના માટે નુકશાન કારક છે એ પણ ધ્યાન થી વાંચો

કરેલા તમારા રસોઇઘરની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે આ લગભગ બધા ઘરમાં સહેલાઈથી મળી જાય છે. કારેલાનો બહુ બધી દવાઓમાં ઉપયોગ કરાય છે.

કારેલાંમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન A, B અને C રહેલા છે. આ સિવાય કેરોટિન, બીટાકેરોટિન, લૂટિન, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગેઝીન જેવા ફ્લેવોનોઇડ્સ પણ હોય છે.

જો કે આ સ્વાદમાં કડવા અને આંખોને નથી ગમતા, પણ દરરોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી બહુ બધી સ્વાસ્થ્યની સમસયાઓ દૂર થાય છે. કાચા કરેલાનું જ્યુસ ખુબ ફાયદાકારક છે, કારણ કે આમાં બધા જરૂરી વિટામિન અને એન્ટી-ઓક્સિડેટસ હોય છે, જે શરીરને જોઈએ. જો તમે સવારે કારેલાનું જ્યુસ પિશો તો આ તમારા માટે ખુબ ફાયદાકારક છે. અને નુકશાન કારક પણ છે નીચે ફાયદા વાંચી ને ફોટા માં ફાયદા અને નુકશાન પણ વાંચો. એટલે તમારે ફક્ત એ સમસ્યા માં કારેલા નાં ખાવા

કારેલા બ્લડ સુગરના પ્રમાણે ઘટાડે છે :

તમારા સુગરને નિયંત્રિત કરવા માટે તમે ત્રણ દિવસ સુધી સવારે કારેલાનું જ્યુસ લઇ શકો છો. મોમર્સીડીન અને ચૌરાટિન જેવા એન્ટી-હાઇપર ગ્લેસેમિક તત્વોના કારણે કારેલાનું જ્યુસ બ્લડ સુગર માત્રાને માંસપેશિયોમાં સંચારિત કરવામાં મદદ કરે છે. આના બીજમાં પણ પોલિપેપ્ટાઈડ-પી હોય છે, જે ઈન્સુલિનને કામમાં લઈને ડાયબેટિક્સમાં સુગર માત્રા ને ઓછી કરે છે.

ભૂખ વધારે છે

ભૂખ ન લાગવાથી શરીરને પૂરું પોષણ નથી મળી શકતું, જેનાથી સ્વાસ્થ્યથી સંબંધિત પરેશાની થાય છે. તેથી કારેલાનું જ્યુસને દરરોજ પીવાથી પાચનક્રિયા સરખી કરે છે જેનાથી ભૂખ વધે છે.

સ્વાદુપિંડના કેન્સરના ઉપચારમાં ઉપયોગી

દરરોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી સ્વાદુપિંડનું કેન્સર ઉત્પન્ન કરવાવાળી કોશિકાઓ નષ્ટ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કારેલામાં હાજર એન્ટી-કેન્સર ઘટકો સ્વાદુપિંડના કેન્સર ઉત્પન્ન કરવાવાળી કોશિકાઓમાં ગ્લુકોઝનું પાચન રોકી દે છે જેનાથી આ કોશિકાઓની શક્તિ નષ્ટ થઇ જાય છે.

સોરાઈસીસના લક્ષણોને દૂર કરે છે

એક કપ કારેલાના જ્યુસમાં એક ચમચી લીંબુનું જ્યુસ ભેળવી લો, આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરો. 3 થી 6 મહિના સુધી આનું સેવન કરવાથી ચામડી ઉપર સોરાઈસીસના લક્ષણો દૂર થાય છે. આ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને સોરાઈસીસને પ્રાકૃતિક રૂપથી મટાડવામાં મદદ કરે છે.

પાચનશક્તિ વધારે છે

કારેલાનું જયુસ નબળા પાચનતંત્રને સુધારે છે, અને અપચાને દૂર કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આ એસિડનો સ્ત્રાવને વધારે છે જેનાથી પાચનશક્તિ વધે છે. તેથી સારી પાચનશક્તિ માટે અઠવાડિયામાં એકવાર સવારે કારેલાનું જ્યુસ જરૂરથી લો.